________________
આખરે જે સંસ્થાઓ આવા પ્રકાશનમાં રસ ધરાવે છે તે સહુ આશીર્વાદના પાત્ર છે. આખરે તત્ત્વાર્થ સંબંધ કારિકાની એક પ્રથમ કારિકા લખી આ આશિષ લેખને પૂર્ણ કરીશ. “સ્તે च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात्परमिदमेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥" શ્લોક ૩૧. “આ સમસ્ત જગતમાં મોક્ષ માર્ગના ઉપદેશ સિવાય કોઈ જ ઉપદેશ હિતોપદેશ નથી. આથી મોક્ષમાર્ગનો ઉપદેશ એ જ પરમ ઉપદેશ છે એમ માની હું આ (તત્ત્વાર્થાધિગમસૂત્રને) મોક્ષમાર્ગને કહીશ.” આ મોક્ષમાર્ગના પ્રકાશક ગ્રંથના પરિશીલનથી પ્રત્યેક માનવ પોતાનું આ મહામૂલું માનવ જીવન આત્માથી પરમાત્મા થવા માટે છે તે સમજે અને તેને સફળ કરે એ જ આશિષ.
વિજય રાજયશસૂરિ
કા. સુદ ૧૪, સોલારોડ, અમદાવાદ.