________________
તત્ત્વાર્થ સૂત્ર મૂર્તિ અને પુદ્ગલના અભેદનું અનુમાન
પુદ્ગલો(પક્ષ)મૂર્તિથી રહિત હોતાં નથી (સાધ્ય) કેમ કે પુદ્ગલો ભિન્ન દેશસંબંધીપણે મળતા નથી (હેતુ) અર્થાત્ રૂપ અને પુદ્ગલો બંને એક જ દેશમાં રહે છે. ભિન્ન દેશમાં રહેતાં નથી માટે પુદ્ગલ અને રૂપનો અન્ય કોઈ દેશ સંબંધી બનતો નથી. તેથી પુદ્ગલો પાદિથી ભિન્નદેશના સંબંધીપણે પ્રાપ્ત થતાં નથી.
આમ પુદ્ગલરૂપ પક્ષમાં ભિન્નદેશસંબંધીત્વેન અનુપલબ્ધિરૂપ હેતુ છે. આ હેતુ વ્યતિરેક છે.
અહીં કદાચ કોઈને પ્રશ્ન થાય કે વ્યતિરેક હેતુ સાધ્યનો ગમક કેવી રીતે બને? અર્થાત વ્યતિરેક હેતુ શું સાધ્યને સિદ્ધ કરી શકે ?
તો તેના પ્રશ્નનું સમાધાન છે કે વ્યતિરેક હેતુ પણ સાધ્યનો ગમક બને છે. જેનો કોઈ વિપક્ષ નથી એવા વ્યતિરેકી હેતુ પણ ગમક બને છે. તેથી “રૂપાદિની ભિન્નદેશથી અનુપલબ્ધિ રૂપ જે આ હેતુ છે તે હેતુ “રૂપ સિવાય પુગલ હોતા નથી. આ સાધ્યનો ગમક બને છે. તેથી પુદ્ગલ અને મૂર્તિઓ અભેદ છે એ અનુમાન દ્વારા સિદ્ધ થાય છે. પ્રત્યક્ષથી ભેદની સિદ્ધિ
પુદ્ગલ અને રૂપનો અભેદ છે તે આપણે અનુમાન દ્વારા સિદ્ધ કરી ગયા. હવે પુદ્ગલ અને રૂપનો ભેદ છે તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે તે સમજી લઈએ.
દા.ત. “આ ચંદન છે” આવી જે ઉપલબ્ધિ થાય છે. અર્થાત્ ચંદનનો પ્રત્યક્ષ થાય છે તે ચંદનનું શ્વેત રૂપ છે, કડવો રસ છે, સુંદર ગંધ છે અને શીતલ સ્પર્શ છે આવું જે ભાન થાય
૧. પુદ્ગલ પક્ષ છે, મૂર્તિ વ્યતિરેકેણ ન સનિ (રૂપની સાથે રહેવાપણું અર્થાત મૂર્તિમન્તઃ) આ સાધ્ય છે,
ભિન્નદેશસંબંધીત્વેન અનુપલબ્ધઃ આ હેતુ છે તે વ્યતિરેકી હેતુ છે. હેતુ બે પ્રકારના હોય છે. (૧) વિધિ-અન્વય હેતુ, (૨) નિષેધ-વ્યતિરે કહેતુ. જેમ અન્વય હેતુ સાધ્યનો ગમક બને છે તેમ વ્યતિરેક હેતુ પણ સાધ્યનો ગમક બને છે. દા. ત. પર્વતો વહિમાન ધૂમાન્ અહીં ધૂમરૂપ અન્વય હેતુ “પર્વત વહિમાનું છે'. આ સાધ્યનો ગમક છે તેવી રીતે પર્વતો ધૂમાબાવવાનું વચમાવાત્માં વહુન્યભાવરૂપ વ્યતિરેક હેતુ પર્વત ધૂમાભાવવાનું છે. આ સાધ્યનો ગમન બને છે. યત્ર યત્ર ધૂમત્ર તત્ર વહિન: આ અન્વય વ્યાપ્તિ છે. જે અન્વય વ્યાપ્તિવાળો હોય તે હેતુ અન્વય હેતુ કહેવાય. તેવી રીતે યત્ર વર્ચમાવ: તત્ર ધૂમાવ: આ વ્યતિરેક વ્યાપ્તિ છે. જે હેત વ્યતિરેક વ્યાપ્તિવાળો હોય તે વ્યતિરેકી હેત કહેવાય. આ રીતે અન્વય હેતની જેમ વ્યતિરેકી દેત પણ સાધ્યનો ગમક બને છે. તેથી અહીં પણ ભિનદેશસંબંધિત્વેન અનુપલબ્ધઃ' આ હેતુ વ્યતિરેકી હોવા છતાં સાધ્યનો ગમક બને છે. વળી આ હેતુ વિપક્ષમાં રહેતો નથી. અહીં રૂપની સાથે રહેવાપણું આ સાધ્ય છે. તેના અભાવવાળા ધર્માસ્તિકાય. આકાશાદિ છે. તેમાં ‘ભિન્નદેશસંબંધિત્વેન અનુપલબ્ધ:' આ હેત રહેતો નથી. કેમ કે ધર્માસ્તિકાય, આકાશાદિ રૂપથી જુદા મળે છે. તેથી રૂપ અને ધર્માસ્તિકાય, આકાશાદિનું ભિન્ન દેશસંબંધીપણે ઉપલબ્ધિ છે પણ અનુપલબ્ધિ નથી. માટે વિપક્ષ જે આકાશાદિ છે તેમાં હેતુ રહેતો ન હોવાથી હેતુ અસંનિહિત વિપક્ષવાળો થયો. આમ અસંનિહિત વિપક્ષવાળો એવો વ્યતિરેકી હેતુ પણ મૂર્તિમાનપણારૂપ સાધ્યનો ગમક છે. આ રીતે આ હેતુથી રૂપ અને પુદગલનો અભેદ સિદ્ધ કર્યો.