________________
તત્ત્વાર્થ સૂત્ર તત્ત્વાર્થધિગમ સૂત્ર પંચમ અધ્યાયનું ટીકા-સ્પર્શી-ભાષાંતર
હવે ગ્રંથકાર કે–સૂત્રકાર પાંચમો અધ્યાય આરંભે છે તે પહેલાં ટીકાકાર અવતરણિકા
નિર્દેશ–સ્વામિત્વ વગેરે વ્યાખ્યાના દ્વારો વડે લક્ષણ અને ભેદને ભજનારા જીવોને કહીને હવે ઉદ્દેશ સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે તે જીવના નિરૂપણ પછી તરત જ ઉપદેશેલા અજીવોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર પાંચમા અધ્યાયની શરૂઆત કયા સંબંધથી છે તે સંબંધ બતાવવા માટે ભાષ્ય રચે છે.
ભાષ્ય-જીવો કહ્યા અને અજીવોને કહીશું... સૂત્ર પ્રારંભનો ઉપક્રમ
ટીકા-દ્રવ્ય પ્રાણ" અને ભાવ પ્રાણના સમુદાયમાં રહેલા અર્થાત્ દ્રવ્ય અને ભાવ પ્રાણવાળા દેવ, મનુષ્ય તિર્યંચ અને નરકના ભેદથી તથા અવિચ્છિન્ન ચૈતન્યશક્તિ વડે સાકાર (વિશેષ) અને અનાકાર (સામાન્ય) ઉપયોગ રૂપલક્ષણવાળા જીવો ભેદ અને લક્ષણથી કહેવાય. આમ જીવનું નિરૂપણ થયેલું સમજવું.
હવે લક્ષણ અને ભેદથી ધર્માદિ ચાર અજીવોને કાળ સહિત કહીશું. આવી વાચક મુખ્ય પ્રતિજ્ઞા કરી છે તેથી પ્રકૃતિ પ્રતિજ્ઞાના સ્વરૂપને પ્રગટ કરવાની ઇચ્છાથી સૂત્રકાર સૂત્ર રચે છે, અર્થાત્ તે પ્રતિજ્ઞાનો આકાર સૂત્રકાર બતાવે છે...
अजीवकाया धर्माऽधर्माऽऽकाशपुद्गलाः ॥ ५-१ ॥
સૂત્રાર્થ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાય અજીવકાયો છે. અજીવનો પરિચય
ટીકા–ઉપયોગ લક્ષણવાળા જીવો છે. આ ઉપયોગને લઈને જ “અજીવ' શબ્દનો “ન જીવાઃ” આવો વિગ્રહ છે. એટલે ઉપયોગ વગરના જે હોય તે અજીવો છે.
દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણની સાથે જેનો સંબંધ નથી. અર્થાત્ દશ પ્રાણ છે અને જ્ઞાનાદિ ભાવ પ્રાણ છે. આ બંને પ્રાણોથી રહિત હોય તે અજીવ છે.
૧. અધ્યાય. ૧ | સૂ. ૭.૨ અધ્યા. ૨ | સૂ. ૮.૩ અધ્યા. ૨ | સૂ. ૧૦.૪. અધ્યા. ૧ | સૂ. ૪
द्रव्याप्राणाः पञ्चेन्द्रियमनोवाक्कायबलोच्छ्वासायूँषिदश । अनन्तज्ञानदर्शनचारित्रवीर्यात्मकाश्चत्वारो भावप्राणाः ॥
તત્વચાવાકારે ૫. પં. ૧ ૬. અધ્યાય ૨ | સૂ. ૨૪ | ભાષ્યમાં.૭ અધ્યા ૨ | સૂ. ૯ ભાષ્યમાં.