________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૯
૨૫૯ દા. ત. દેખાતો લોખંડના સળિયાઓનો સમુદાય.
જેમ લોખંડની સળીઓનો સમુદાય છે. તેમાં લોખંડની જુદી જુદી સળીઓની જ પ્રાપ્તિ થાય છે પણ તે બધી સળીઓ પ્રત્યેક જુદી જુદી છે એક નથી તેની જેમ ભેદ એટલે કે વિશેષના સમુદાયથી ભિન્ન કોઈ દ્રવ્ય નથી. લોખંડની સળીઓ સિવાય બીજો કોઈ જુદો પદાર્થ નથી. બધી લોખંડની સળીઓ જ છે તેમ વિશેષ (પર્યાયો) જ છે પણ સામાન્ય (દ્રવ્ય) જેવી કોઈ ચીજ નથી.
આ રીતે પર્યાયાસ્તિક નયે પર્યાય જ છે એમ પ્રતિપાદન કર્યું.
આ રીતે દ્રવ્યાસ્તિક નયમાત્ર દ્રવ્ય જ સ્વીકારે છે, પર્યાયાસ્તિક નયમાત્ર પર્યાયને જ સ્વીકારે છે. બંનેના અભિપ્રાયને આપણે સંક્ષેપમાં વિચાર્યો.
હવે આપણે બંને પરસ્પર પોતપોતાની માન્યતાને સિદ્ધ કરતા યુક્તિ દલીલો આપી ખંડન-મંડન દ્વારા પોતાનો પક્ષ કેવી રીતે સ્થાપિત કરે છે તે જોઈએ. દ્રવ્યાસ્તિકનો પૂર્વપક્ષ
(૧) રૂપાદિ' સિવાય આ મૃત્ દ્રવ્ય છે. આવો એક જ વસ્તુનો વિષય કરનાર જે ચાક્ષુષ જ્ઞાન થાય છે તેનો કોઈનાથી પણ નિષેધ કરી શકાય તેમ નથી.
મતલબ માટીરૂપ દ્રવ્યનો ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. દષ્ટિ પડતા જ આ માટી છે આવું જ્ઞાન થાય છે કારણ કે આંખથી પ્રત્યક્ષ માટી દેખાય છે પરંતુ આ રૂપાદિ છે આવું જ્ઞાન થતું નથી. આથી દ્રવ્યનો પ્રત્યક્ષ થાય છે પણ રૂપાદિ સમુદાય છે. આવો પ્રત્યક્ષ થતો નથી.
(૨) ગાઢ અંધકારના સમુદાયથી ઢંકાયેલા સ્થાનમાં રહેલ મૃત દ્રવ્યમાં સ્પાર્શન જ્ઞાન થાય છે પણ રૂપાદિ જ્ઞાન થતું નથી. ત્યાં કેવલ અભિન્ન મૃત દ્રવ્યનું જ આલંબન છે. અર્થાત્ એક મૃત દ્રવ્યના આલંબનથી મૃત દ્રવ્યનું જ સ્પાર્શન જ્ઞાન થાય છે. માટે સ્પાર્શન જ્ઞાનનો વિષય મૃત દ્રવ્ય જ છે પણ તેનાથી ભિન્ન સ્પર્ધાદિ છે જ નહીં માટે સ્પાર્શનનો વિષય દ્રવ્ય જ છે. અર્થાત્ અંધારામાં અડતા જ આ ઘડો છે. આવું જ્ઞાન થાય છે પણ આ સ્પર્શાદિ છે આવું જ્ઞાન થતું નથી.
આમ દ્રવ્ય સિવાય રૂપ કે સ્પર્શ કોઈ જુદી વસ્તુ નથી માટે ચક્ષુથી પણ દ્રવ્યનું (માટીનું) જ્ઞાન થાય છે અને સ્પર્શનથી પણ દ્રવ્યનું (માટીનું) જ જ્ઞાન થાય છે, કેમ કે દ્રવ્યથી રૂપ કે સ્પર્શ જુદા નથી, બધા દ્રવ્યરૂપ જ છે. (માટી સિવાય રૂપાદિ સમુદાય કોઈ વસ્તુ નથી.)
આ જ્ઞાન અસત્ય છે. તેમનું કહેવાનું કોઈનું સામર્થ્ય નથી. કેમ કે અભેદજ્ઞાનનો વિષય ૧. રૂપાદિમાં રહેલ આદિ પદથી રસ, ગંધ ને સ્પર્શનું ગ્રહણ કરી લેવું. ૨. આ વાક્યથી આ સૂચન કર્યું–સહકારી કારણ આલોકનો અભાવ હોય તો રૂપગ્રહણમાં ચક્ષુનો
વ્યાપાર થતો નથી. સ્પર્શ અને મૃદ્ધવ્યનો અભેદ છે. આપણે ઘડાનો સ્પર્શ કર્યો એટલે સ્પર્શવાળા મૃદૂદ્રવ્યનું જ્ઞાન થયું. એટલે સ્પર્શનું જ્ઞાન જેમાં થયું તે મૃદ્રવ્યનો સ્પર્શથી અભેદ છે. માટે સ્પાર્શન જ્ઞાન અભેદમાં થાય છે. આથી અભેદમાં જ્ઞાનનો વિષય હોવાથી માત્ર એક મૃદ્રવ્ય છે. પક્ષ મૃદ્રવ્યમાં થતા સ્પર્શજ્ઞાનમાં સાધ્ય અભિન્ન એક મૃદ્રવ્ય છે. હેતુ અભિન્ન માટીમાં સ્પશનજ્ઞાનનો વિષય હોવાથી.