________________
૪૭૨
તત્ત્વાર્થ સૂત્ર
અથવા
(૩) સામાન્ય લક્ષણ(સ્વરૂપ)ના પ્રપંચથી વ્યાખ્યાન માટે આ રીતે યાત્ મસ્તિ, સ્વાર્
નાસ્તિ ઇત્યાદિ સપ્તભંગીનો પ્રયોગ આવશ્યક છે તેમ સ્વ દ્રવ્યાદિથી અસ્તિત્વ અને પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ આ વિશેષરૂપથી પણ સપ્તભંગીનો પ્રયોગ આવશ્યક છે. સામાન્ય સ્વરૂપનો વિસ્તાર એટલે જ વિશેષરૂપ વ્યાખ્યાન.
સામાન્ય સપ્તભંગી વ્યાખ્યેય છે તેમ તેના વ્યાખ્યાનરૂપ વિશેષ સપ્તભંગીનો પણ સારી રીતે બોધ થાય માટે
સંક્ષેપ (સામાન્ય) અને વ્યાસ-વિસ્તાર(વિશેષ)થી કથન થાય છે.
આ રીતે સામાન્યથી અને વિશેષથી સપ્તભંગીનું નિરૂપણ આવશ્યક છે. આ બતાવ્યા બાદ હવે સપ્તભંગીમાં રહેલ પહેલા અને બીજા ભંગનું પ્રયોજન બતાવીએ છીએ.
તે સપ્તભંગીમાં અસ્તિત્વ અને નાસ્તિત્વના એકાંત નિવારણ માટે પહેલો ભંગ સ્વાર્ મસ્તિ અને બીજો ભંગ સ્વાર્ નાસ્તિ છે. કેમ કે એકાન્તરૂપ અર્થ એ અવસ્તુ છે. અર્થાત્ એકાંતનું નિવારણ કરનાર ‘સ્વાર્’' પદનો પ્રયોગ ન હોય તો તેનાથી થતું જ્ઞાન એ અવસ્તુનો વિષય કરતું હોવાથી તે જ્ઞાન ભ્રમાત્મક જ બને. એના બોધ માટે ‘એકાન્તરૂપ અર્થ એ અવસ્તુ હોવાથી' આ હેતુ આપ્યો છે.
હવે ત્રીજા (સ્યાદ્ અવવ્ય) આ વિકલ્પને કહેવાની ઇચ્છાથી પૂ. ભાષ્યકાર મ. ફરમાવે છે કે—
ભાષ્ય :- યુગપત્ અર્પિત કરે અને ક્રમથી અનર્પિત કરવામાં આવે ત્યારે સત્ એમ પણ ન કહેવાય અને અસત્ એમ પણ ન કહેવાય. એટલે કે યુગપત્ સદસને કહેનાર કોઈ શબ્દ નથી.
એટલે તૃતીય ભંગ ‘સ્વાત્ અવવ્ય' બને છે.
ત્રીજો ભંગ ‘સ્યાદ્ અવક્તવ્ય'
ટીકા :- એકીસાથે આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ઉભયધર્મ વડે વિવક્ષા કરવામાં આવે અને ક્રમથી કહેવા માટે વિવક્ષા કરવામાં ન આવે તો આત્મા સત્ છે કે અસત્ છે આવી રીતે કોઈ કાળે કહી શકાતું નથી.
ભાષ્યમાં રહેલ વ શબ્દનો અર્થ ‘વિકલ્પ' છે.
ભાષ્યમાં ‘તિ’ શબ્દ છે. તે વિશેષ્ય છે. એ અર્પિત કેવું છે ? અનુપનીત છે.
કેવા પ્રકારનું અનુપનીત ? ક્રમથી અવિશેષિત, ક્રમથી અવિવક્ષિત. ‘ક્રમથી કહેવા માટે અવિવક્ષિત એવા વિવક્ષિત બે ધર્મો'.
પ્રશ્ન :- ભાષ્યમાં તો ‘અનુપત્નીતે’ આમ એકલવાયું જ પદ મૂક્યું છે તો તમે ‘મેળ' આ પદ ક્યાંથી લાવ્યા?