________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
સાથે રહેતો નથી.
કોઈ વખત વધતી જતી આગની જ્વાલાઓથી ખૂબ તપેલા પાણીમાં શીતપર્યાયનું અનવસ્થાન છે. એટલે શીતતા અને ઉષ્ણતાનું સહ અનવસ્થાન છે પણ વધ્યઘાતકભાવ નથી આવું નિરૂપણ થાય છે.
આ નિરૂપણથી વધ્યઘાતકલક્ષણ અને અસહ અવસ્થાનરૂપ વિરોધમાં કોઈ વિશેષતા નથી. બંને એકસા છે તેવું સાબિત થાય છે.
આપણે આવું નિરૂપણ કર્યું ત્યારે સામો વાદી કહે છે કે—
પ્રાણીમાં વધ્યઘાતક લક્ષણ વિરોધ છે.
વધ્યઘાતકરૂપ વિરોધ પ્રાણીઓમાં છે.
૩૭૫
આ પણ બરાબર નથી.
તો તે પણ બરાબર નથી. અસહાવસ્થાનરૂપ વિરોધ પણ કોઈ પ્રાણીમાં દેખાય છે માટે પ્રાણીમાં વધ્યઘાતક લક્ષણ વિરોધ છે. આ કથન પણ બરાબર નથી.
વાદી :- તે વધ્યઘાતકલક્ષણ વિરોધ એક કાળના વિષય એવા તે બેનો બને છે. અર્થાત્ વધ્ય અને ઘાતક એક કાળમાં હોય તો એ બેનો વધ્યઘાતક લક્ષણ વિરોધ છે.
પ્રતિવાદી :- તે પણ યુક્ત નથી, કેમ કે અસહઅવસ્થાનલક્ષણ વિરોધમાં પણ જે કાળે શ્યામતા ચાલી જાય છે અને પીળાશ પેદા થાય છે ત્યારે નાશ અને ઉત્પત્તિનો એક કાળ છે. માટે અસહઅવસ્થાન એ શબ્દનો અર્થ પણ સંગત થતો નથી માટે વિરોધ નથી જ નથી.
આ રીતે આપણે વિરોધ શબ્દના અર્થની વિચારણા પહેલા પક્ષને આશ્રયીને કરી અને તે સાથે ‘જે બે કોઈ પણ વખત' એકત્ર જોયા નથી' આવો અર્થ કરે તો તે પણ યુક્ત નથી તે સિદ્ધ કરી પહેલા પક્ષનું નિરસન કર્યું.
હવે વિરોધ શબ્દના બીજા પક્ષની વિચારણા શરૂ કરીએ છીએ.
બીજો પક્ષ અસંગત છે.
વાદીને પૂછીએ છીએ કે જો તું વિરોધ શબ્દનો બીજો અર્થ એટલે કે ‘કાલાંતરમાં રહેનાર હોય એવી બે વસ્તુઓ દેખેલી છે. એમાંથી એક વસ્તુનું અનવસ્થાન અથવા બંનેનું અનવસ્થાન અર્થાત્ જે બે કાલાંતરે એકત્ર રહેલા હોય, પછીથી એ બેમાંથી એકનો વિનાશ થયો અથવા બંનેનો વિનાશ થયો' આવો અર્થ કરે તો તે બીજો પક્ષ પણ અસંગત છે. કેમ કે કાલાંતરમાં રહેનારાનો એક સ્થળમાં કોઈ વિરોધ હોઈ શકતો નથી.
--
વાદી :- કિંચિત્ કાળમાં રહીને પછી ઉત્તરકાળમાં અવસ્થાન નહીં હોવાથી વિરોધ છે. આ કથન ઉપેક્ષ્ય છે.
સ્યાદ્વાદી :- આમ કહો તો જે બે વિરોધીની ઉત્તર કાળમાં અવસ્થિતિ દેખાય છે તેનો અવિરોધ થશે. એટલે તમારા કહેવા મુજબ કોઈ પણ બે વિરોધી પદાર્થ હશે પરંતુ જો