________________
૧૫૩
અધ્યાય-૫ સૂત્ર-૨૨ સમયનો પરિચય
' જેનો કોઈ પણ વિભાગ ન થઈ શકે એવો જે કાળ તે સમય કહેવાય છે. અર્થાત્ કાળનો છેલ્લામાં છેલ્લો ભાગ જેના પછી કોઈ કાળનો વિભાગ નથી એવો જે કાળ તે સમય કહેવાય છે.
વસ્તુની ઉત્પત્તિથી યુક્ત જે સમય તે પ્રથમ સમય. એ પ્રથમ સમયના આશ્રયવાળી વર્તના છે. અર્થાત્ સમયરૂપ પરિણામના સ્વભાવવાળી વર્તના છે.
આ રીતે છેલ્લે સમયનો પરિચય આપી વર્તનાનો પરિચય પૂ. ભાષ્યકાર મ. આપ્યો તેની વિચારણા પણ આપણે પૂર્ણ કરીએ છીએ. ૨. પરિણામ
ભાષ્ય :- પરિણામ બે પ્રકારનો છે : (૧) અનાદિ (૨) આદિમાનું. તેને અમે આગળ (અ) ૫ / સૂ. ૪૨)માં કહીશું.
ટીકા - પરિણામ બે પ્રકારનો છે. તેમાં પહેલા પરિણામ કોને કહેવાય તે બતાવાય છે. પરિણામનું નિરૂપણ
પોતાના દ્રવ્યપણાનો–જાતિનો ત્યાગ કર્યા સિવાય અર્થાત્ મૂળ સ્વરૂપને કાયમ રાખવાપૂર્વક પરિસ્પદ કે અપરિસ્પન્દરૂપ પ્રયોગથી ઉત્પન્ન થયેલ દ્રવ્યનો જે પર્યાય તે પરિણામ કહેવાય છે. તે પરિણામ આ પ્રમાણે છે
અંકુર અવસ્થામાં રહેલી વનસ્પતિનાં મૂળ, કાડ, છાલ, થડ, ડાળી, પાન, પુષ્પ, ફળ આ બધા પરિણામ (પર્યાય) છે. અંકુર હતો, હાલમાં સ્કન્ધવાળી છે. ભવિષ્યમાં પુષ્પવાળી થશે. આ બધાં પરિણામો છે. આમાં વનસ્પતિ દ્રવ્ય પોતાનું વનસ્પતિપણું છોડ્યું નથી અને પ્રયોગથી પર્યાય પ્રાપ્ત કર્યો છે. આ વનસ્પતિનો પરિણામ છે.
વળી બીજું દષ્ટાંત જોઈએ. જેમ-પુરુષ એ દ્રવ્ય છે એની બાલ, કુમાર, યુવા, મધ્યમાદિ અવસ્થાઓ એ પરિણામ છે. પુરુષે પુરુષપણું છોડ્યા વગર આ બધી અવસ્થાઓરૂપ પર્યાય પ્રાપ્ત કર્યા છે. આનું જ નામ પરિણામ. પરિણામના પ્રકાર...
આ પરિણામ બે પ્રકારે છે.
(૧) અનાદિ :- જેની આદિ વિદ્યમાન ન હોય તે અનાદિ પરિણામ કહેવાય. આવો અનાદિ પરિણામ ધર્માદિ અમૂર્ત દ્રવ્યોમાં હોય છે.
(૨) આદિમાન :- મૂર્ત એવાં વાદળાં, ઇન્દ્રધનુષ વગેરેમાં અને થાંભલા તથા ઘડા આદિમાં આદિમાન પરિણામ હોય છે. ૨ શબ્દનો અર્થ જ છે.
ભાષ્યમાં ‘વ’ શબ્દ છે તેનો અર્થ અવધારણ ‘જ થાય છે. માટે પરિણામ એ જ પ્રકારનો