________________
૨૦૬
તત્ત્વાર્થ સૂત્ર પરિણામ છે એમ સમજી લેવું.
હવે પ્રતિબિંબ પણ એક પ્રકારની છાયા જ છે તેથી દર્પણમાં જે પ્રતિબિંબ-છાયા પડે છે તેને માટે કોઈ પ્રશ્ન કરે છે...
પ્રશ્ન :- દર્પણના તળિયા વગેરેમાં મુખ વગેરેનું છાયાકારે પ્રતિબિંબ સામે જ કેમ પરિણમે છે? પરાભુખ કેમ પરિણમતું નથી ? વળી દર્પણનું તળિયું કઠિન છે તેને ભેદીને મુખથી નીકળેલાં પુદ્ગલો પ્રતિબિંબપણાને કેવી રીતે પામે છે?
ઉત્તર - પ્રતિબિંબ સંમુખ (સામું) જ પડે છે પણ પરાક્ષુખ અન્યતોમુખ (પાછળ) પડતું નથી તેમાં પુદગલોનો તેવા પ્રકારનો પરિણામ જ કારણ છે. અર્થાત્ પુદ્ગલો તેવા પ્રકારે જ પરિણમે છે જેથી સામું પ્રતિબિંબ પડે પરંતુ પાછળ ન પડે. જયાં સ્વભાવ છે એમ કહ્યું ત્યાં કોઈ પ્રશ્ન જ હોઈ શકતો નથી. તેવા પ્રકારનો પરિણામ છે કહ્યું. પછી તે વિષયક પ્રશ્ન જ ન થઈ શકે. કોણ એવો બુદ્ધિશાળી હોઈ શકે કે દૂધ કેમ દહીં આદિરૂપે પરિણમે છે ? અથવા ગાયને ખાવા યોગ્ય ઘાસ વગેરે દૂધરૂપે કેમ પરિણમે છે આવો પ્રશ્ન કરે ? ન જ કરે. કેમ કે આમાં સ્વભાવ કારણ છે. એટલે કોઈ યુક્તિની જરૂર હોય જ નહિ. વળી તે જ પ્રમાણે આપણે તેને જોઈએ છીએ, અને જે પ્રત્યક્ષ દેખાતું હોય તેમાં કોઈ યુક્તિની જરૂર હોતી નથી. માટે અનુપપત્રમ્ દેખાતું હોય ત્યાં યુક્તિયુક્ત નથી આવું કહેવાય નહીં. ત્યાં જો યુક્તિયુક્ત નથી એવું કહે તો ઉપહાસને પાત્ર (મશ્કરીને યોગ્ય) બને છે. આંખ રૂપ જ કેમ ગ્રહણ કરે છે? આવો પ્રશ્ન કરાય ? ન જ કરાય. કરે તો મશ્કરીપાત્ર બને.
માટે જ કહેવું પડે કે “પરિણામ કહ્યો” “પરિણામ જયાં કારણ હોય ત્યાં પ્રશ્નને અવકાશ હોય જ નહિ.
જેઓ પરિણામને સ્વીકારતા નથી તેઓના મતે મુખાદિને લઈને પ્રતિબિંબ માટે અનેક કારણો કહેવા પડશે. તો પણ સપ્રતિઘ પ્રતિબિંબોદય તે આકારે થાય છે, અન્ય આકારે થતો નથી. આનો જવાબ તો સરખો જ છે, અને કઠિન શિલાના તળિયામાંથી ઝરતા જળ વડે અને અયસ્પિડમાં અગ્નિ પુદ્ગલના પ્રવેશ વડે, શરીરમાંથી પરસેવારૂપે જળના નિર્ગમન વડે પ્રતિભેદ વ્યાખ્યા કરવી.
અર્થાત્ જેઓ પરિણામને માનતા નથી તેઓ મુખાદિનું દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે તે માટે કેટલાંય કારણો કહે પણ દર્પણમાં જેવી વસ્તુ છે તેવો તે વસ્તુનો વર્ણ તથા સંમુખ પ્રતિબિંબ પડે છે તે માટે તો કહેવું જ પડશે કે પરિણામ સિવાય બીજું કોઈ કારણ નથી.
વળી મુખથી નીકળેલાં પુદ્ગલો કઠિન અરીસાનો પ્રતિભેદ કરે છે તે કેવી રીતે ? અર્થાત કઠિન અરીસાને ભેદીને કેવી રીતે પ્રતિબિંબપણાને પામે છે ?
૧. સતિષ: પ્રતિવોઃ આનો અર્થ એવો સમજાય છે કે પ્રહાર કરતો હોય તો તેનું પ્રતિબિંબ તેવું પડે
છે, કોપ કરતો હોય તો કોપવાળું, મૂછ ખાધેલો હોય તો મૂછવાળું પ્રતિબિંબ પડે છે.