________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૩૧ વિષય ન રહ્યો એટલે વિષયવાળો વિષયી પણ રહ્યો નહીં. માટે સ્વતંત્રપણે તો નૈગમનયનો અભાવ છે.
હવે આવું જ વિચારીએ તો દ્રવ્યાર્થિકની શુદ્ધ પ્રકૃતિ જે સંગ્રહ છે તેનું અર્થપદ “દ્રવ્ય છે એ તો નિશ્ચિત છે જે આપણે વિચારી ગયા. તો હવે દ્રવ્યાસ્તિકની જ અશુદ્ધ પ્રકૃતિ જે વ્યવહાર નય છે તેના દ્વારા જ વિચાર કરવાનો રહ્યો. માટે આપણે હવે વ્યવહાર નથી વિચારીએ છીએ.
વ્યવહાર નયનો કોઈ એવો અંશ છે કે જે માતૃકાપદથી જુદો “દ્રવ્ય” કે “દ્રવ્યાણિ' આ અર્થપદને સ્વીકારતો હોય ?
માટે જ કહેવાય છે કે વ્યવહાર નયના સો ભેદ છે. તેથી તેમાંનો કોઈ એક અંશ છે જે દેશ, કાળ અને સંખ્યાના ભેદને સ્વીકારે છે. તેની અપેક્ષાએ દ્રવ્ય” અને “દ્રવ્યાણિ' આ વિકલ્પ સંભવે છે.
આ રીતે આપણે દ્રવ્યાર્થિકની અશુદ્ધ પ્રકૃત નૈગમ અને વ્યવહારથી “દ્રવ્ય અને દ્રવ્યાણિ' આ અર્થપદોની વિચારણા કરી.
હવે ભાષ્યની પહેલી પંક્તિના અંતે રહેલ “સતુ' શબ્દનો વિચાર કરીએ છીએ.
સતુ ઉત્પાદાદિ ત્રણ પ્રકારે છે અને તે ઉત્પાદાદિ ત્રણ દ્રવ્યથી જ્યારે અર્પિત કરીએ અર્થાતુ સની જ્યારે દ્રવ્યરૂપે વિવક્ષા કરીએ ત્યારે બતાવેલ સંખ્યા એટલે વચનભેદને પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે
દ્રવ્ય “દ્રવ્ય” “દ્રવ્યાણિ”
કોઈ પણ કાળે એકવચન, દ્વિવચન અને બહુવચન આ ત્રણ વચનથી જેનું પ્રતિપાદન થાય છે–પ્રતિપાદન કરવા યોગ્ય છે તે દ્રવ્ય સિવાય અન્ય કોઈ સત્ નથી. અર્થાત્ દ્રવ્ય જ સતુ. છે, બે દ્રવ્યો જ સત્ છે, દ્રવ્યો જ સતુ છે. કેમ કે “દ્રવ્ય આ પ્રમાણે અપદિષ્ટ-પ્રયોગ કરીએ તો “સ”ની પ્રતીતિ થાય છે, “દ્રવ્ય' પ્રયોગ કરીએ ત્યારે “સતી’ અને ‘દ્રવ્યાણિ પ્રયોગ કરીએ ત્યારે “સન્તિ’ આવી પ્રતીતિ થાય છે.
આ પ્રમાણે વ્યસ્ત અને સમસ્ત દ્રવ્યોમાં જ “સત્' પ્રતીતિ થાય છે. કારણ કે માત્ર દ્રવ્યમાં જ સત્ છે, દ્રવ્યમાં જ “સતુ નિયતવૃત્તિ છે. કેમ કે દ્રવ્યથી જુદા પદાર્થનો અભાવ છે માટે દ્રવ્ય સિવાય બીજે “સેતુ” પ્રાપ્ત થતું નથી. અર્થાત્ દ્રવ્ય સિવાય કોઈ પણ પદાર્થની સત્તા નથી માટે સતુ ચોક્કસપણે દ્રવ્યમાં જ વૃત્તિ છે. માટે દ્રવ્યોમાં જ “સતુ' પ્રતીતિ થાય છે.
૧. નૈગમ અને વ્યવહાર તો ત્રણે અર્થપદો માને છતાંય અહીં તે બતાવ્યા માટે ટીકાદારે ૧૦૦ ભેદ પડે
છે તેમાંના કોઈ ભેદથી આ બે વિક્લપ બને છે એમ કહ્યું લાગે છે. વ્યસ્ત = ઉત્પાદ-વ્યયનું ઐક્ય અને પ્રૌવ્યનું ઐક્ય. સમસ્ત = ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્ય ત્રણેનું ઐક્ય...