________________
૪૭૮
તત્ત્વાર્થ સૂત્ર () ગુણિદેશરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી.
એકાંતવાદીના મતમાં ગુણીદેશરૂપ દ્વારથી અભેદરૂપે સત્ત્વ અને અસત્ત્વ ગુણોનું રહેવાપણું આત્મામાં સંભવતું નથી.
ગુણી-આત્માના એક દેશમાં ઉપકાર હોઈ શકતો નથી. જેથી એક દેશના ઉપકારથી સત્ત્વ, અસત્ત્વનો સહભાવ થઈ શકે
દા. ત. ઉપકારક જે નીલાદિ ગુણ છે તે સકળ ઉપકારક છે અને ઉપકાર્ય-ઉપકાર કરવા યોગ્ય ગુણી જે ઘટારિરૂપ કાર્ય છે તે પણ સમસ્ત છે.
આમ ઉપકારક ગુણ કે ઉપકાર્ય ગુણી એક દેશથી ઉપકારક કે ઉપકાર્ય નથી.
જો ગુણી આત્માના એક દેશમાં સત્ત્વનો અને અસત્ત્વનો ઉપકાર થાત તો તેને કહેવા યોગ્ય વાચક શબ્દની કલ્પના થઈ શકત ! પણ તેવું નથી. એટલે ગુણિદેશરૂપથી અભેદ વડે સત્ત્વ, અસાદિ ગુણો એકાંતવાદીના મતમાં વસ્તુમાં સંભવતા નથી.
(૭) સંસર્ગરૂપ દ્વારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી.
એકાંતવાદીના મતમાં સત્ત્વ અને અસત્ત્વ સંસ્કૃષ્ટ નથી. અર્થાત એકબીજાને લાગેલા નથી, સ્વતંત્ર છે. સ્યાદ્વાદીની જેમ સત્ત્વ અને અસત્ત્વનું અનેકાન્તાત્મકરૂપ છે એટલે કે સત્ત્વ અને અસત્ત્વ સંસૃષ્ટ છે, તેમ એકાંતવાદીના મતમાં સત્ત્વ અને અસત્ત્વ અત્યંત ભિન્ન હોવાથી સંસ્કૃષ્ટ નથી. કેમ કે તે તો મતમાં “સદેવ' કહીને વસ્તુ સત્ જ છે, અસત્ નથી અને “અસદેવ' આમ કહીને વસ્તુ અસત્ જ છે, સત્ નથી આમ એવકારથી અવધારણ કરે છે.
મતલબ અનેકાંતવાદીના મતમાં સત્ત્વ, અસત્ત્વ કથંચિત્ જુદા હોવા છતાં કથંચિત્ જુદા નથી. આથી સત્ત્વ અને અસત્ત્વ બંને સંસર્ગવાળા છે—-એકબીજાને લાગીને રહ્યા છે. જ્યાં સત્ત્વ છે ત્યાં અસત્ત્વ પણ છે. જ્યારે એકાંતવાદીએ તો “સ” જ છે કે અસત્ જ છે એમ અવધારણ કર્યું હોવાથી “સત્’ અસત્ તેના મતે અસંતૃષ્ટ છે.
દા. ત. જેમ ચિત્ર (કાબરચીતરું) રૂપ છે. તેનાથી શુક્લરૂપ અને કૃષ્ણરૂપ અસંતુષ્ટ છે. તો અસંસૃષ્ટ એવા તે બે એક વસ્તુમાં રહેવા માટે સમર્થ નથી.
એવી રીતે સંસર્ગ નહીં હોવાથી સત્ત્વ અને અસત્ત્વને લઈને યુગપત સદસત અભિયાન થઈ શકતું નથી. ૧. ફેશ: તાળ: કૃતિ સ્યાદ્વાદ રત્નાકર લઘુવૃત્તિ ૨. ના ગુરુ સંવંધાદ્ અય : તિવિશેષ: ?
उच्यते-अभेदप्राधान्येन भेदगुणभावेन च प्रागुक्तसंबंधः भेदप्राधान्येन अभेदगुणभावेन च एव संसर्गः इति । तत्त्वन्यायविभाकर