________________
અધ્યાય-૫: સૂત્ર-૨૧
૧૪૩ જીવોને ઉપદેશ બહુ ઉપકારી હોવાથી “ઉપગ્રહ’ શબ્દનું ગ્રહણ છે. ઉપદેશથી પ્રાણીઓનો જેવો ઉપકાર થાય છે તેવો ઉપકાર ધનાદિથી થતો નથી.
પ્રશ્ન :- અહિતનો ઉપદેશ અથવા અહિત અનુષ્ઠાન એ કેવી રીતે ઉપકાર કહેવાય ?
ઉત્તર :- અહીં “ઉપકાર' શબ્દ નિમિત્ત અર્થમાં છે. તેથી અહિતના નિમિત્તવાળો ઉપદેશ કે અહિતના નિમિત્તવાળું અનુષ્ઠાન પણ ઉપકારક બને.
જો નિમિત્ત અર્થ ન કરીએ તો ઇષ્ટ ઉપગ્રહ જ ઉપકાર થાય, અનિષ્ટ ઉપગ્રહ ઉપકાર થાય નહીં તો સૂત્રની વ્યાપકતા બની શકે નહીં માટે નિમિત્ત અર્થ જ કરવો. એટલે ઇષ્ટ ઉપદેશ, અનિષ્ટ ઉપદેશ, ઇષ્ટ અનુષ્ઠાન અને અનિષ્ટ અનુષ્ઠાન પણ નિમિત્ત બની શકે છે.
પ્રશ્ન :- જીવોનું ઉપયોગ લક્ષણ બતાવેલું છે તો ફરી આ સૂત્ર રચનાથી શું ?
ઉત્તર :- “ઉપયોગ' એ જીવોનું અંતરંગ લક્ષણ છે જયારે આ પરસ્પર ઉપગ્રહ એ જીવોનું બહિરંગ લક્ષણ છે. માટે ફરીથી સૂત્રરચના નથી.
પ્રશ્ન :- જો આ પ્રમાણે તમે કહો છો તો તો ધર્માદિ ત્રણનું લક્ષણ નથી.
ઉત્તર :- ગતિ, સ્થિતિ અને અવગાહના અનુગ્રાહક ધર્માદિ ત્રણનું સ્વભાવથી જ લક્ષણ છે. અર્થાત્ ધર્માદિ ત્રણનું અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહમાં સહાય કરવી તે જ તેનું લક્ષણ છે. કારણ કે જેમાં જે અસાધારણ ધર્મ હોય તે જ તેનું લક્ષણકહેવાય છે.
ભાષ્યમાં રહેલ તિ શબ્દ અધિકારની સમાપ્તિ બતાવે છે. અર્થાત્ અસ્તિકાયનું નિરૂપણ સમાપ્ત થયું....
અવતરણિકા ભાષ્ય - હવે કાળનો કયો ઉપકાર છે? આ પ્રશ્ન થાય છે તેનો જવાબ અપાય છે. ટીકા :- કાળનો શો ઉપકાર છે ?
૧. તત્ત્વાર્થસૂત્ર મુદ્રિત ટીકા પૃ. ૩૭૩ પંક્તિ ૧૫ જુઓ..
ધર્માદિ ત્રયનું અંતરંગ અને બહિરંગ લક્ષણ એક જ હોય તેવો ટીકાકારનો આશય લાગે છે. જીવનું લક્ષણ તો ઉપયોગ જ છે. આ ઉપયોગ એ અંતરંગ છે અર્થાત્ જીવનો સ્વભાવ છે તેમ ધર્માદિત્રયનો ગતિ, સ્થિતિ અને અવગાહ સ્વભાવ છે. એટલે ધર્માદિ ત્રયનું લક્ષણ નથી એવો જે પ્રશ્ન છે તે ટકી શકતો નથી. બહિરંગ લક્ષણ પણ હોવું જ જોઈએ તેવો આગ્રહ રાખી શકાય નહીં કેમ કે એવી કોઈ અમે પ્રતિજ્ઞા કરી નથી કે દરેકનાં બે લક્ષણ હોવાં જ જોઈએ. છતાં પણ પૂ. ટીકાકાર મ. આ ૧ | સૂ. ૧ | પહેલા ભાગની ટીકા પૃ૨૭ | પં. ૮ | માં કહ્યું છે કે'तद् (लक्षणम्) द्विधा आन्तरबहिर्भेदेन, रुचिपरिच्छेदानुष्ठानाख्याः पौरुषेय्यः शक्तयो जीवस्य याः समासाद्य व्यपदिश्यते सम्यग्दर्शनीत्याद्यान्तरम् । बाह्यं तु तत्प्ररूपणप्रवणसूत्रशब्दराशिः अन्तर्लक्षणोपकारितया प्रवर्तमानः “તત્વાર્થવૃદ્ધાનં સવર્ણનમ્ (૧-૨)” ત્યકિ . આ રીતે વિચારીએ તો ધર્માસ્તિકાયાદિનું બાહ્ય લક્ષણ બહિરંગલક્ષણ “ધર્માસ્તિકાય' આદિ શબ્દરાશિ બની શકે છે !