________________
૧ ૨૩
અધ્યાય-૫: સૂત્ર-૧૮ છે. શબ્દ અને આકાશ ગુણ-ગુણી ભાવથી વ્યવસ્થિત છે. જૈનોનો જવાબ આકાશનું લિંગ અવગાહ છે શબ્દ નહીં
તમારો આ સિદ્ધાન્ત અયુક્ત છે. કેમ કે શબ્દ રૂપાદિવાળો છે. શબ્દનો પ્રતિઘાત અને અભિભવ થાય છે તેથી શબ્દ રૂપાદિવાળો છે એ નિશ્ચિત થાય છે.
જે રૂપાદિમાન હોય છે તેનો જ પ્રતિઘાત અને અભિભવ થાય છે માટે શબ્દ રૂપાદિમાન છે. આથી શબ્દ ગુણ નથી. ગુણમાં ગુણ હોતો નથી. એટલે શબ્દ ગુણ નથી પણ દ્રવ્ય છે એમ સિદ્ધ થાય છે. શબ્દ પુદ્ગલ દ્રવ્ય છે માટે એનો આકાશમાં અવગાહ છે. આથી શબ્દ એ આકાશનું લિંગ નથી પણ અવગાહદાન એ આકાશનું લિંગ છે. આકાશ પ્રધાનનો વિકાર છે.
સાંખ્ય કહે છે કે આકાશ એ તો પ્રકૃતિ –પ્રધાનનો વિકાર છે. આ સાંખ્યની વાત પણ સુંદર નથી. કેમ કે પ્રધાન અસિદ્ધ છે.
અથવા અભ્યપગમવાદથી પ્રધાન છે એમ સ્વીકારીએ છીએ તો પ્રશ્ન થાય છે કે, નિત્ય, નિરવયવ અને નિષ્ક્રિયત્વાદિ સ્વભાવવાળું સત્ (પ્રધાન-પ્રકૃતિ) અનિત્યાદિ આકારો વડે કેવી રીતે પરિણામ પામી શકે ? અર્થાત્ પ્રધાન નિત્ય હોઈને અનિત્ય ઘટાદિરૂપે પરિણામ કેવી રીતે પામે ? પોતે નિત્ય છે અને તેનો વિકાર અનિત્ય આ તો વિરુદ્ધ વચન છે. નિત્ય પ્રધાન અનિત્ય આદિરૂપે પરિણમે નહીં એટલે પ્રધાનનો વિકાર આકાશ બની શકે નહિ. સાંખ્ય તરફથી પ્રતિપાદન
હવે જો તું એમ માનવા કહેતો હોય કે–પ્રધાનનો વિકાર વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન સક્રિય છે. આ વાતમાં તમે આનાકાની કરી શકતા નથી. કેમ કે એ તો પ્રત્યક્ષથી સમાધિગત છે તો તેનો અપદ્વવ કરાય નહીં જે પદાર્થ પ્રત્યક્ષથી પ્રાપ્ત હોય તેનો અપલાપ કરાય નહીં. એ પદાર્થનો નિષેધ કરાય નહીં. જૈનોનો પ્રત્યુત્તર...
હે સાંખ્ય ! તું જે કહે છે તે ઠીક છે પણ વિજ્ઞાન એ પ્રધાનનો વિકારપણે દષ્ટ નથી. વિજ્ઞાન એ તો સહુને પ્રત્યક્ષ છે એ નિવિર્વાદ છે પણ પ્રધાન તો અસિદ્ધ જ છે. તેથી વિજ્ઞાન પ્રધાનનો વિકાસ સિદ્ધ થઈ શકતો જ નથી.
मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयस्सप्त । षोडशकरस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥१॥ इति कारिकयेदलङ्गठरकृष्णेन प्रकृतेः कारणत्वमेवैकादशेन्द्रियपञ्चभूतलक्षणषोडशगणस्य विकारत्वमेव . સાંશ્ચરિશl- IIરા