________________
તત્ત્વાર્થ સૂત્ર
૨૩૨
અને અવયવીનો અભેદ છે.
દા. ત. હાથી વગેરે સેનાના અવયવો-વિભાગો છે. તે સેનાથી જુદા નથી. (અન્વય
દૃષ્ટાંત)
જ્યાં જ્યાં અવયવ-અવયવી ભાવ હોય છે ત્યાં ત્યાં અવયવ અવયવીથી ભિન્ન નથી
સેનાથી સેનાના અવયવો હાથી, ઘોડા, પાયદળ આદિ જુદા નથી.
અને
જ્યાં અવયવ અવયવી ભાવ હોતા નથી તે ભિન્ન હોય છે.
દા. ત. ઘટ અને બોર. આ બોર અને ઘટનો અવયવ-અવયવી ભાવ નથી માટે એ બંને જુદા છે. અભિન્ન નથી તેથી ઘટના રૂપાદિના જ્ઞાનની આમગ્રી હોય તો ઘટરૂપાદિનું જ્ઞાન થાય છે અને બોરના રૂપાદિના જ્ઞાનની સામગ્રી હોય તો બોરના રૂપાદિનું જ્ઞાન થાય છે પણ ઘટાદિના રૂપાદિનું જ્ઞાન થતું નથી, કારણ કે ઘટ અને બોરનો અભેદ નથી. (વ્યતિરેક દૃષ્ટાંત)
આમ અવયવી અવયવથી ભિન્ન નથી તે અનુમાન દ્વારા સિદ્ધ થાય છે.
હોતો.
આવું વિવેચન દ્રવ્યાસ્તિક નય તરફથી થયું.
હવે આપણે પર્યાયાસ્તિક નયથી અવયવ અને અવયવીનો વિચાર કરીએ છીએ. પર્યાયાસ્તિક નયથી અવયવ અને અવયવી ભિન્ન છે.
પર્યાય નય અવયવોથી અવયવીને જુદો માને છે. અવયવના ગુણોથી અવયવીના ગુણ
જુદા છે.
જ્યારે તે અવયવો છૂટા છૂટા હતા ત્યારે તેઓમાં અવયવીનું પ્રમાણ, વર્ણ અને આકાર અદૃશ્યમાન હતા—દેખાતા ન હતા. અર્થાત્ અવયવીનું પ્રમાણ, વર્ણ કે આકાર તે સમસ્ત અવયવોમાં દેખાતા ન હતા અને અવયવીમાં દેખાય છે.
દા. ત. જેમ અનેક રત્નોની બનેલી રત્નની માળામાં જે પ્રમાણ, વર્ણ અને આકાર દેખાય છે તે છૂટાં છૂટાં રત્નોમાં નહોતાં દેખાતાં એટલે રત્નોથી રત્નની માળા જુદી છે.
વળી છૂટા દેશોમાં (અવયવોમાં) (તંતુઓમાં) ચાર હાથનો પટ, ચિત્રપટ, ચારે તરફ સરખો પટ આવી ઉપલબ્ધિ થતી નથી અર્થાત્ આવું જ્ઞાન થતું નથી માટે અવયવોથી અવયવી જુદો છે.
આ રીતે અવયવોથી અવયવી જુદો છે એવું પર્યાયાસ્તિક નયનું નિરૂપણ થયું. બંને નયોનું એકાંત નિરૂપણ હોવાથી દુષ્ટ છે.
દ્રવ્યાસ્તિક નય એકાંત નિરૂપણ કરે છે કે—અવયવથી અવયવી અભિન્ન જ છે. તેમાં ઘણા દોષ છે.