________________
૧૬૪
તત્ત્વાર્થ સૂત્ર ભાષ્ય :- અહીં તેમ (અ. ૫ | સૂટ ૧૯ | ભાષ્યમાં) શરીરાદિ પુગલોનો ઉપકાર છે એમ કહ્યું પણ બીજા દર્શનકારો જીવોમાં પુદ્ગલની પરિભાષા કરે છે અર્થાત્ પુદ્ગલ શબ્દ વડે જીવોને કહે છે,
વળી બીજાઓ કહે છે કે–પુદ્ગલો સ્પર્શરિરહિત છે, તો આ કેવી રીતે છે? -
આ પ્રશ્નનો જવાબ અપાય છે. બૌદ્ધો જીવને પુદ્ગલ શાથી કહે છે તેનું નિરૂપણ.
ટીકા - આ ભાષ્ય સંબંધ બતાવનાર છે. આ પ્રકરણમાં બીજા કહે છે કે તમે શરીર વગેરે અને સુખ વગેરે પુગલનો ઉપકાર છે એવું પ્રતિપાદન કર્યું, અને તન્ત્રાન્તરીયોમાયા સૂનવીયાઃ (વભાષિક) પુદ્ગલ શબ્દથી જીવને કહે છે. મતલબ પુદ્ગલ શબ્દનો સંકેત જીવોમાં કરે છે એટલે કે જીવને પુદ્ગલ કહે છે. કેમ કે જીવ અને પુદ્ગલ આ બંનેનો વ્યવહાર છે એટલે જીવની પણ પ્રતીતિ થાય છે એની સિદ્ધિ માટે–નિર્વાહ માટે જીવને પુદ્ગલ કહે છે. જીવને માને તો પુદ્ગલનો સંકેત થાય ને?
શંકા - બૌદ્ધોને ત્યાં જીવ જ નથી તો જીવમાં પુલનો સંકેત કેવી રીતે થાય ?
સમાધાન :- આર્યસમિતીને માનનાર બૌદ્ધોના મતમાં આત્મા-જીવ છે. વળી સૌત્રાન્તિક બૌદ્ધના મતમાં ચિત્ત અને ચિત્તયુક્ત સંતતિમાં પુદ્ગલની પ્રજ્ઞપ્તિ છે. અર્થાત ચિત્ત સંતતિને પુદ્ગલ કહે છે. કેમ કે વેદના અને સંજ્ઞા ચેતના યુક્ત તથા ચક્ષુઆદિ સહિત ચિત્તસંતતિમાં ચિત્તની સાથે એકબીજા વ્યાપ્ત છે.
આ પ્રમાણે ચિત્ત અને તયુક્ત ધર્મોની આ ચિત્તસંતતિ અહંકારરૂપ વસ્તુ હોવાથી આત્મા તરીકેનો ઉપચાર થાય છે, તથા વારંવાર ગતિનું આદાન કરવાથી પુદ્ગલનો ઉપચાર થાય છે.
વળી યોગાચાર બૌદ્ધોના મતમાં વિજ્ઞાનનો પરિણામ એ પુદ્ગલ છે. આના માટે એક શ્લોક નોંધે છે.
"आत्मधर्मोपचारो हि विविधो यः प्रवर्त्तते ।
विज्ञानपरिणामोऽसौ परिणामः स च त्रिधा" ॥१॥ “વિવિધ આત્મધર્મનો ઉપચાર જે પ્રવર્તે છે તે આ વિજ્ઞાન પરિણામ છે અને તે પરિણામ ત્રણ પ્રકારનો છે.”
૧
ધર્માસ્તિકાયાદિ અરૂપી છે અને ગતિ વગેરેથી લક્ષ્ય છે અને જીવનું લક્ષણ ઉપયોગ છે. આ પ્રમાણે પૂર્વમાં જ કહી દીધું છે એટલે પુદ્ગલનું લક્ષણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર વિરુદ્ધ સ્વીકારનારા બીજાઓને દૂર કરવા માટે શંકા કરે છે અથવા સંઘાત અને ભેદની કહેવાની ઇચ્છાથી હેતુ બતાવવા
માટે ત્યાં ભાષ્યકાર ‘બાદ કહીને ભાષ્ય રચી રહ્યા છે. તત્ત્વો મુદ્રિત ટિપ્પ૦ પૃ. ૩૫૪ ૨. ટીકામાં “માથાકૂનવીયાડ' કહ્યું છે. માયાનો સૂનું એટલે બુદ્ધ અને એના જે અનુયાયી તે માયા સૂનવીયા
અર્થાત્ બૌદ્ધો.