________________
૫૮૬
તત્ત્વાર્થ સૂત્ર આ આઠ ભેદવાળો પ્રાચ્ય-પૂર્વનો સાકાર ઉપયોગ છે.
અનાકાર ઉપયોગ :- (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ (૪) કેવળ. આ ચાર ભેજવાળો પાશ્ચાત્ય અનાકાર ઉપયોગ છે.
આ યોગ અને ઉપયોગરૂપ પરિણામ છે. આનાથી આત્માની તદ્ભાવની પ્રાપ્તિ બતાવે છે. અર્થાત્ આત્મા યોગ અને ઉપયોગને પ્રાપ્ત થાય છે તે બતાવે છે.
આત્મા કાયાદિ પુદ્ગલોના સેંકડો સંબંધથી તે તે ગમનક્રિયા, કથનક્રિયા અને ચિંતનક્રિયાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્મા તદરૂપતે સ્વરૂપે થાય છે. દૂધ અને પાણી અને માટી ને ઘટની જેમ તાદાભ્યને પામે છે. માટે તે આત્મા રૂપી છે.
પેદા થતો આ પરિણામ કાળની અવધિ(મર્યાદા)વાળો છે તેથી આદિમાનું છે. પ્રવાહથી તો અનાદિ છે.
ઉપયોગ પણ ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તે છે. અર્થાત્ મતિ અને શ્રુતનો ઉપયોગ ઇન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા રાખે છે અને અવધિ આદિ ઉપયોગ ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ છે.
આત્માનો શ સ્વભાવ હોવાથી અને ચૈતન્યરૂપ હોવાથી સામાન્ય અને વિશેષરૂપ પરિણામ સંતતિથી-પ્રવાહથી અનાદિ છે અને પ્રત્યેકની વિવક્ષા કરીએ એટલે ઘટ ઉપયોગ વગેરે વિશેષ વિશેષ ઉપયોગની વિવક્ષા કરીએ ત્યારે ઉપયોગ આદિમાનું છે.
આમ ઉપયોગ આદિમાનું અને અનાદિ પરિણામ છે. આત્માનું ઉપયોગ એ લક્ષણ છે, અને આ લક્ષણ સર્વકાલિક છે. એટલે ત્રણે કાળમાં છે. કોઈ કાળ એવો નથી કે જે કાળમાં આત્મામાં ઉપયોગ ન હોય. અર્થાત્ આ લક્ષણ દોષ વગરનું છે.
યોગ અને ઉપયોગનું ગ્રહણ કર્યું હોવાથી બીજાં પરિણામો આત્મામાં પ્રાયઃ અનાદિ છે.
હવે કોઈ પૂછે છે કે–ત્યાદિ બાર ઉપયોગનું શું સ્વરૂપ છે ? તે પ્રશ્નના જવાબમાં ભાષ્યકાર કહે છે કે
ભાષ્ય :- તેમાં ઉપયોગ પહેલા કહેલો છે.
ટીકા:- તે બે યોગ અને ઉપયોગમાં રહેલ જે ઉપયોગ છે તેની વ્યાખ્યા બીજા અધ્યાયમાં કરી દીધી છે. તેનું સ્વરૂપ “ઉપયોગી સૂક્ષણ' “ વિધો.9 વતુર્વેઃ' (૫૦ ૨, સૂ૦ ૮, ) આ સૂત્રોમાં બતાવી દીધું છે.
હવે યોગનું શું સ્વરૂપ છે ? તે પ્રશ્નના જવાબમાં ભાષ્યકાર કહે છે કે
ભાષ્ય – ભાષ્યમાં યોગાસ્તુમાં જે તુ શબ્દ છે તેનો અર્થ હેતુ છે. તેથી એવો અર્થ થયો કે છઠ્ઠા અધ્યાયમાં કહેવાનું છે એ હેતુથી અહીં કહેતા નથી. છઠ્ઠા અધ્યાયમાં જે સૂત્ર છે તે જ યોગના સ્વરૂપના વર્ણનનું–વ્યાખ્યાનનું સ્થાન છે. “યવાન: કર્મ યોr:' ત્યાં જ કહેવા યોગ્ય છે. બંને જગાએ એટલે અહીં અને ત્યાં બંને સ્થળે વ્યાખ્યા કરવામાં આવે તો ગ્રંથ મોટો થઈ જાય. તેથી ત્યાં જ એની વ્યાખ્યા કરીશું.
આ પ્રમાણે બધાં દ્રવ્યો સ્વરૂપથી પરિણામવાળાં છે. આ પ્રમાણે દ્રવ્યોની વ્યાખ્યા પૂરી થઈ.