________________
તત્ત્વાર્થ સૂત્ર
૫૮૪
શબ્દની વ્યુત્પત્તિ બતાવી. હવે એનો પારિભાષિક અર્થ બતાવતાં કહે છે કે—
ચૈતન્યસ્વભાવ જે આત્મા છે તેનો જ્ઞાન અને દર્શનથી પોતાના વિષયની પ્રાપ્તિ થાય એવો જે વ્યાપાર છે તે ઉપયોગ છે. આ વ્યાપાર પ્રણિધાનાદિરૂપ છે.
(૨) ૩૫મુખ્યતે વા અનેન સ ૩પયોગ: જેના વડે સમીપમાં લવાય તે ઉપયોગ છે. ઉપયોગ એટલે સમાધિવિશેષ છે. તેનાથી અર્થનો જે નિશ્ચય થાય છે તે પણ ઉપયોગ છે, અને તે આકારે આત્માની જે પ્રાપ્તિ છે તે ઉપયોગ છે.
સૂત્રમાં ‘યોોપયોનો’આ દ્વન્દ્વ સમાસથી નિર્દેશ કરેલ હોવાથી યોગ અને ઉપયોગ’
આવો અર્થ કરવો.
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોમાં જે યોગ અને ઉપયોગ છે તે યોગ અને ઉપયોગ ક્યારે પેદા થયા ? જે કાળે જીવ એકેન્દ્રિયાદિપણે ઉત્પન્ન થયો ત્યારથી. મતલબ એકેન્દ્રિયાદિપણે ઉત્પત્તિ થઈ ત્યારથી તે યોગ અને ઉપયોગ શરૂ થયા. આમ વિશેષ યોગ અને ઉપયોગ આદિમાનૢ છે.
સિદ્ધ ભગવંતોમાં તો સંપૂર્ણ યોગનો ઉચ્છેદ હોવાથી ઉપયોગ જ ક્રમથી વર્તતો હોવાથી આદિમાનૢ એક ઉપયોગ પરિણામ જ હોય છે.
આ જ અર્થને ભાષ્ય રચનાથી સૂત્રકાર સ્પષ્ટ કરે છે.
ભાષ્ય :- અરૂપી હોવા છતાં પણ જીવોમાં યોગ અને ઉપયોગ પરિણામ આદિમાન થાય છે. (તેમાં ઉપયોગ પહેલાં કહેલો છે અને યોગની વાત આગળ કહેશે.)
ટીકા :- નીલુ ઇત્યાદિ ભાષ્યને લઈને વ્યાખ્યા કરતા પહેલાં નવું શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે કે—
જે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ વડે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ છે.
ભાષ્યમાં ‘નીવેષુ’માં ભાષ્યકારે જે સપ્તમી વિભક્તિનો ઉપયોગ કર્યો છે તે નિમિત્ત અર્થમાં છે. એટલે યોગ અને ઉપયોગમાં જીવ નિમિત્ત છે. એટલે જીવના નિમિત્તવાળાં યોગ અને ઉપયોગરૂપ પરિણામો આદિમાન્ પરિણામ છે, કેમ કે આત્મા તે પ્રકારે પરિણામી— પરિણામવાળો બને છે.
અથવા
પરિણામ પણ કથંચિત્ ભેદની વિવક્ષા કરીએ તો પોતાના પરિણામનો આધાર બની શકે જછે. મૂર્તિથી રહિત પણ તે આત્માઓમાં પરિણામ માની શકાય છે. એટલે કથંચિત્ ભેદની વિવક્ષા કરીએ તો પરિણામી અને પરિણામનો આધાર-આધેયભાવ સ્વીકારી શકાય છે.
એટલે આત્મામાં યોગ અને ઉપયોગરૂપ આદિમાનૢ પરિણામ છે.
ભાષ્યમાં ‘અરૂપિણુ પિ' આમાં જે અપિ શબ્દ મૂક્યો છે તેનો અર્થ અપેક્ષા છે. જેમ આ પણ જાણ્યું કે—પરમાણુ વગેરેમાં આદિમાનૢ પરિણામ છે તેમ જીવોમાં પણ આદિમાન્