________________
અધ્યાય-૫ : સૂત્ર-૪૩
તેમાં જ્યારે બે પરમાણુઓ વિસ્રસાથી ચણુક સ્કંધનો આરંભ કરે છે ત્યારે ચણુક સ્કંધ પરિણામ એ આદિમાન પરિણામ છે.
આ પ્રમાણે બાકીના પણ પ્રયોગ અને વિગ્નસાથી થયેલા જેવા હોય તેવા જાણવા. આ જ વાત સૂત્રકાર ભાષ્યથી બતાવે છે.
ભાષ્ય : વળી રૂપી દ્રવ્યોમાં સ્પર્શપરિણામાદિ અનેક પ્રકારે આદિમાન્ પિરણામ છે. ટીકા : રૂપ જેને હોય અથવા જેમાં હોય તે રૂપી કહેવાય. લજન્યતરસ્યાં (પા. ૫-૨૯૬) આ સૂત્રની વ્યાખ્યામાં ‘અન્યતરસ્યાં’ એ અવ્યય સમુચ્ચય અર્થમાં છે. તેથી જેમાં રૂપ હોય તે ‘રૂપવાન્’ આમ મતુર્ પ્રત્ય જ આવવો જોઈએ. આવું કોઈ કહે તો તેની તે સમજ દૂર કરવા ટીકાકાર મ. ઉદાહરણ આપે છે કે ‘રૂપિળી અપ્પા' આ પ્રયોગમાં જેમ રૂપવતી અપ્પા' આવો પ્રયોગ કર્યો નથી, મતલબ ‘રૂપવાળી કન્યા’ આમાં મતુર્ પ્રત્યય લગાવ્યો નથી પણ ફન' પ્રત્યય લગાડ્યો છે. તેમ અહીં પણ રૂપી' એવો પ્રયોગ કર્યો છે તે બરાબર છે.
૫૮૧
રૂપી રૂપ, સ્પર્શ, રસ, ગંધવાળા, દ્રુતિ લક્ષણ અને ઉત્પાદ અને વ્યયવાળાં દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ અનેક પ્રકારે આદિમાનૢ પરિણામ છે.
સ્પર્શના શીતાદિ આઠ પ્રકાર છે. આ બધાને ‘તરમ્' અને ‘તમમ્' પ્રત્યય લગાડીને ટીકાકાર વિશેષ જ્ઞાન આપતાં કહે છે કે—અને શીતતર અને શીતતમાદિ શીત સ્પર્શના ભેદો પડે છે. આવી રીતે બીજા સ્પર્શોમાં પણ વિશેષ સમજી લેવું.
રસના તિક્તાદિ પાંચ પ્રકાર છે. તિક્તતરાદિ તિક્ત રસના ભેદો પડે છે. એવી રીતે બીજા રસોમાં પણ સમજી લેવું.
ગંધના બે પ્રકાર છે. સુરભિ અને અસુરભિ અને આ સુરભિના સુરભિતરાદિ ભેદો પડે છે. એવી રીતે અસુરભિમાં પણ અસુરભિતર, અસુરભિતમ સમજી લેવું.
વર્ણ પરિણામ શુક્લાદિ ભેદથી પાંચ પ્રકારે છે, અને શુક્લાદિ, શુક્લતરાદિ એના વિશેષો છે. તેમ બીજા વર્ણોમાં પણ સમજી લેવું.
ભાષ્યમાં ‘સ્પર્શપરિમાર્િ’માં જે ‘આદિ' શબ્દ છે તે આદિ શબ્દથી ચણુકાદિ સંઘાત અને ભેદરૂપ પરિણામ અને શબ્દાદિરૂપ પરિણામ સમજવો. આમ અનેક આકારવાળો પરિણામ પુદ્ગલ દ્રવ્યનો વિષય છે.
જન્મથી લઈને વિનાશ સુધીના વિશેષોને સ્પર્શેલ, સ્વરૂપથી સામાન્ય અને વિશેષ ધર્મનો અધિકા૨ી તદ્ભાવ લક્ષણ પરિણામ આદિવાળો હોય છે.
ભાષ્યમાં ‘તુ’ શબ્દ વિશેષણ અર્થમાં છે. અર્થાત્ વિશેષતા બતાવવા માટે છે. તે ટીકાકાર મ. બતાવે છે કે—
રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં દ્રવ્યત્વ, મૂર્તત્વ, સત્ત્વાદિ અનાદિ પરિણામો પણ છે. એકલા આદિમાન પરિણામ જ છે એવું નથી આ અર્થને તુ શબ્દ વિશિષ્ટ કરે છે.
સુવારિ ૭ / ૩ / ૬૨ આ સૂત્રથી ક્ષ્ પ્રત્યય લાગે. (સિદ્ધહેમ)
૧.