________________
તત્ત્વાર્થ સૂત્ર
તેમાં ધર્મ દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશવત્ત્વ, લોકાકાશવ્યાપીપણું, અમૂર્તત્વ, ગમન કરનારની ગમનક્રિયામાં અપેક્ષાકારણપણું, અગુરુલઘુત્વ આદિ અનાદિ પરિણામ છે.
૫૮૦
વળી અધર્મ દ્રવ્યમાં એ અનાદિ પરિણામોમાં સ્થિતિ કરનારને સ્થિતિમાં અપેક્ષાકારણપણું એ વિશેષ છે. અને બાકીનાં પરિણામો ધર્મદ્રવ્યના સમાન છે.
આત્માનાં પણ એ અનાદિ પરિણામો છે. ફક્ત ગતિ અને સ્થિતિમાં આત્મા અપેક્ષાકારણ નથી. એટલે અપેક્ષાકારણ રહિત ધર્મ અને અધર્મના જે અનાદિ પરિણામો છે. તે આત્મામાં છે. અને બીજાં જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે અધિક અનાદિ પરિણામો આત્મામાં છે. આકાશનાં અનંત પ્રદેશીપણું, અમૂર્તત્વ, અગુરુલઘુપર્યાયત્વ, અવગાહ લેનારને અવગાહદાતાપણું વગેરે અનાદિ પરિણામો છે.
કાળનાં વર્તમાન આદિ અનાદિ પરિણામો છે. આ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોમાં અનાદિ પરિણામ છે.
ભાષ્યકારે ‘અરૂપી' શબ્દ વાપર્યો છે. તેમાં જે રૂપ શબ્દ છે તે મૂર્તિ અર્થને કહેનાર છે. અને મૂર્તિ એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ.
અવતરણિકા
હવે રૂપી દ્રવ્યોમાં—પરમાણુ વગેરેમાં શું અનાદિ પરિણામ છે કે આદિમાન્ પરિણામ છે એ પ્રાપ્ત થાય છે. આના જવાબમાં સૂત્રકાર કહે છે કે—
રૂપિથ્વામિાન્ ॥ ૧-૪રૂ II
સૂત્રાર્થ :- રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે.
ટીકા :- સૂત્રમાં રૂપ શબ્દનું ગ્રહણ કર્યું પણ સ્પર્શોદિ શબ્દનું ગ્રહણ કેમ ન કર્યું ? આ શંકાના સમાધાન માટે ટીકાકાર કહે છે કે—રૂપની સાથે સ્પર્શાદિ અવ્યભિચારી છે. અર્થાત્ રૂપ હોય ત્યાં સ્પર્શાદ હોય છે માટે સ્પર્શાદિનું ગ્રહણ કર્યું નથી.
અને સ્પર્શ રૂપાદિની સાથે અવ્યભિચારી છે. આથી કોઈ ઠેકાણે કોઈક રૂપાદિ કોઈ વખત ઉદ્ભુતશક્તિ પ્રગટ હોય છે, કોઈ ઠેકાણે અનુભૂત શક્તિ એટલે અપ્રગટ હોય છે. જેમ લવણનો ટુકડો. અર્થાત્ મીઠાના ગાંગડામાં ગંધક્તિ અનુભૂત છે અને રૂપાદિ ઉદ્ભૂત છે.
આથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિ બધાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણવાળાં છે. કેમ કે સ્પર્શવાળાં છે.
વાયુમાં પણ સ્પર્શ પ્રત્યક્ષ દેખાય છે અને સ્પર્શ એ રૂપાદિની સાથે અવ્યભિચારી છે. એટલે જ્યાં સ્પર્શ છે ત્યાં રૂપાદિ હોય જ છે.
તેમાં—પુદ્ગલોમાં ચણુકાદિ સ્કંધરૂપ શબ્દાદિ અને શુક્લ, પીતાદિ અનેક પરિણામો છે.