________________
૫૭૮
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે “પરિણામ” ભાષ્યમાં લખ્યું છે તે (૧) સ્યાદ્વાદની પ્રરૂપણા માટે (૨) ક્ષણિક મતના નિરસન માટે છે.
દીપ અને દુષ્પાદિમાં પરિણામથી અન્યથાપણું થાય છે, તે સ્વજાતિના અનુચ્છેદ વગર જ થાય છે. કોઈ પર્યાય દૂર કરીને બીજો પર્યાય પ્રગટ થાય છે. પુદ્ગલપણું અને ચેતનપણાની જાતિના અનુચ્છેદપૂર્વક–નાશ વગર જ તે તે દ્રવ્યનો તેવા પ્રકારનો પરિણામ છે તે જ અન્યત્વ બુદ્ધિનું કારણ છે. અર્થાત્ પુદ્ગલ પુદ્ગલપણાને છોડ્યા વગર પૂર્વ પર્યાયના નાશપૂર્વક ઉત્તરપર્યાયને પ્રાપ્ત કરે છે પણ પુદ્ગલપણાનો નાશ થતો નથી. આ સમજના અભાવે અન્ય અન્ય છે આવી ક્ષણિકવાદીની બુદ્ધિ છે. દા. ત. જેમ સર્પ ફણાવાળો, ફણા વગરનો, કુંડલ આકાર, પ્રસારિત આકાર આદિ અનેક અવસ્થા ધારણ કરે છે પણ એ બધા રૂપે સાપ જ પરિણમે છે.
આ રીતે એક અન્વયિ દ્રવ્ય તે તે રૂપે પરિણમે છે પણ પૂર્વના ઉચ્છેદથી સર્વથા અન્યનો ઉત્પાદ નથી.
આ પ્રમાણે પૂર્વમાં કહેલ વિધિથી વિસ્તારવું.... વૃત્તિના અક્ષરોનું પણ ક્ષણભંગના નિરાસ દ્વારા સમર્થન કરવું.
અથવા કેટલાક પરિણામોનું લક્ષણ જુદી રીતે કહે છે.
અવસ્થિત દ્રવ્યના ધર્માન્તરની નિવૃત્તિ અને અવસ્થિત દ્રવ્યના ધર્માન્તરનો જે પ્રાદુર્ભાવ તે પરિણામ છે. અર્થાત અવસ્થિત દ્રવ્યનો નાશ અને ઉત્પાદ તે પરિણામ છે.
તેને દૂર કરવા સૂત્રકાર મ. તદ્ધાવઃ પરિણામ: કહ્યું છે.
વળી જે પરિણામની વ્યાખ્યામાં દ્રવ્યને અવસ્થિત કહે છે તે જો ફૂટસ્થ વિવક્ષિત હોય તો તે દ્રવ્યના જે ઉત્પાદ અને વિનાશરૂપ ધર્મા છે તે ઉત્પાદ અને વિનાશ આકારથી ઉત્પન્ન થઈ શકે નહિ. કેમ કે દ્રવ્ય તો અવસ્થિત જ છે. દ્રવ્ય અવસ્થિત હોવા છતાં ધર્મ પ્રગટ થાય અને બીજો ધર્મ તિરોભૂત થાય તેવા પ્રકારનું પણ છે. અર્થાત્ દ્રવ્ય અવસ્થિત હોવા છતાં તેવું પણ છે એ શ્રદ્ધાથી જ સ્વીકારી શકાય. કેમ કે દ્રવ્યથી જુદા ધર્મો જ પેદા થાય છે અને નાશ પામે છે.
જો દ્રવ્યથી અભિન્ન ધર્મો છે એમ માનવામાં આવે તો ઉત્પાદમાં અને વિનાશમાં દ્રવ્યને પણ તેવા જ થવું જોઈએ. અર્થાત્ દ્રવ્ય પણ ઉત્પન્ન થવું જોઈએ અને નાશ પામવું જોઈએ. માટે (ફૂટસ્થ) અવસ્થિતપણું દ્રવ્યનું નથી.
આથી તદ્ભાવરૂપ જ પરિણામ સ્વીકારવો જોઈએ. તે દ્રવ્ય જ તે તે રૂપે પરિણમે છે અથવા ગુણ તે તે રૂપે પરિણમે છે.
૧. સત્વ-વ્યય-ધ્રૌવ્યયુ$ સત્ તત્ત્વા અધ્યા. ૫, સૂ. ૨૯ જોવું.