________________
૫૭૬
એવી જ રીતે વ્યાપ્ત. શેનાથી ?
ધર્માદિ દ્રવ્યોનું અવસ્થાન્તર પ્રાપ્તિ એ સ્વતત્ત્વ છે. એ સ્વભાવ અને સ્વતત્ત્વથી ઉત્પાદ અને વિનાશ વ્યાપ્ત છે. અર્થાત્ સમસ્ત સ્થિત્યંશ સામાન્ય સાથે કોઈપણ કાળે ઉત્પાદ અને વિનાશ અવ્યાપ્ત હોતો નથી.
આ રીતે પરિણામ શબ્દનો એક અર્થ છે સ્વતત્ત્વથી વ્યાપ્ત...
તત્ત્વાર્થ સૂત્ર
પરિણામ' શબ્દનો બીજો અર્થ
‘પરિ’ એટલે સમન્તાત્—ચારે તરફથી હોવું... આ અર્થમાં પ્રયોગ બતાવે છે—દા. ત. જેમ ‘પરિવનતિ’ એટલે ચારે તરફ ખોદે છે. અર્થાત્ બધે ખોદે છે. તેમ સર્વ ઠેકાણે એટલે બધા અર્થ (પદાર્થ), અભિધાન (નામ), અને પ્રત્યય(જ્ઞાન)માં જે ‘નમન’ એ અન્વયાંશનો અનુવેધ હોય છે. તેનું નામ પરિણામ. અર્થાત્ અન્વયાંશની જે વ્યાપ્તિ છે તે પરિણામ છે.
આ રીતે ‘પરિણામ' શબ્દોનો બીજો અર્થ છે સર્વત્ર અન્વયાંશની વ્યાપ્તિ... પરિણામ શબ્દનો ત્રીજો અર્થ
‘પરિ’ શબ્દનો વીપ્સા અર્થ પણ થાય છે. દા. ત. જેમ વૃક્ષ પરિસિસ્મ્રુતિ એટલે વૃક્ષે વૃક્ષે સિંચે છે.
એવી રીતે અહીં ‘દ્રવ્યે દ્રવ્યે નમન' એટલે પરિણામ થાય છે. અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં જે પરિણમન થાય છે તેનું નામ પરિણામ છે.
આ રીતે પરિણામ શબ્દનો ત્રીજો અર્થ છે ‘દ્રવ્યે દ્રવ્યે નમન’.
હવે ટીકાકાર મ. ભાષ્યકારે ‘સ્વમાવ’શબ્દ મૂક્યા પછી સ્વત્તત્વ શબ્દ શા માટે કહ્યો છે તે સમજાવતાં કહે છે કે—
સ્વભાવ પછી સ્વતત્ત્વ શબ્દનું ગ્રહણ શા માટે ?
સ્વ જે છે તે પોતાનાથી ભિન્ન પણ દેખાય છે. પોતાનાથી ભિન્ન ગાય, ભેંસ, બકરી, ઘેટી વગેરે....આ બધા પણ સ્વ કહેવાય છે. એટલે આ બધા પણ સ્વભાવો કહેવાય. તેને દૂર કરવા માટે ‘સ્વતત્ત્વ' શબ્દનો પ્રયોગ કર્યો છે.
સ્વતત્ત્વ શબ્દનો અર્થ
તસ્ય ભાવ: તત્ત્વમ્ તેનો જે ભાવ તે તત્ત્વ. એટલે કે ધર્માદિ દ્રવ્યોની અવસ્થાન્તરની
પ્રાપ્તિ.
સ્વં ચ તત્ તત્ત્વ = સ્વતત્ત્વમ્ પોતે જ તત્ત્વ તે સ્વતત્ત્વ એટલે કે ધર્માદિ દ્રવ્યનું જ પોતાનું અવસ્થાન્તર છે તે ધર્માદિનું સ્વતત્ત્વ છે. પણ અધર્માદિનું જે અવસ્થાન્તરપણું છે તે ધર્મદ્રવ્યનો પરિણામ નથી. એવી રીતે અધર્માદિ દ્રવ્યોમાં પણ પોતપોતાની અવસ્થાન્તર પ્રાપ્તિરૂપ
૧. અર્થાત્ અપેક્ષાએ હંમેશાં ઉત્પાદ અને વિનાશ હોય જ છે અને તે ઉત્પાદ-વિનાશ સ્થિતિને વ્યાપીને હોય છે.