________________
૫૭૪
તત્ત્વાર્થ સૂત્ર પર્યાયનયની વિવક્ષામાં તો પર્યાયનયની પ્રધાનતા હોવાથી ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે કે –
પ્રશ્ન :- સતુ ગુણોનું નિર્ગુણપણું ચિંતવો છો પણ અત્યંત શુદ્ધ દ્રવ્યાસ્તિક નયના પક્ષમાં ગુણો જ નથી તો પછી ગુણોનું અનન્યપણું અભેદ દ્રવ્ય સાથે કહો છો તે કેવી રીતે ?
ઉત્તર :- ગુણો નથી આ વાત યુક્ત નથી. ગુણો સત્ છે પરંતુ દ્રવ્યથી અતિરિક્ત-ભિન્ન નથી. અભિન્ન છે. જો તે દ્રવ્ય શુક્લાકારથી પરિણમે છે ત્યારે કૃષ્ણાકાર પરિણામ નથી એટલે ગુણોનું નિર્ગુણપણું સ્પષ્ટ છે.
અવતરણિકા ભાષ્ય :- અહીં “મન્નાહ ૩૪ જવતા' (સૂ. ૩૬)" આ વાક્યથી સંબંધ બતાવતાં કહે છે
આપે કહ્યું કે_બંધમાં સમ અને અધિક પરિણામિક છે તો તેમાં પરિણામ એ શું છે? અહીં એના જવાબમાં કહે છે કે –
ટીકા- “અહીં તમે કહ્યું છે' ઈત્યાદિ વાક્યરચનાથી ભાષ્યકાર સંબંધ કહે છે કે તમે બંધમાં સમ અને અધિક પારિણામિક છે અર્થાત્ તુલ્ય, તુલ્ય ગુણનો પરિણામ કરે છે, હીન ગુણનો અધિક ગુણ પરિણામ કરે છે તથા નામાદિ સૂત્રના ભાષ્યમાં આ કહ્યું છે કે – ભાવથી ધર્માદિ દ્રવ્યો ગુણ અને પર્યાય સહિત પ્રાપ્તિ-લક્ષણ-પરિણામ લક્ષણવાળા કહેવાશે. પ્રાપ્તિ એટલે પરિણામ' એવો અર્થ સમજવો. અને તે પરિણામ સકળ દ્રવ્યનો વિષય જ છે.
પૂછવાની ઇચ્છાવાળો પૂછે છે કે–સૂત્રમાં કે ભાષ્યમાં તમે જે પરિણામ શબ્દનો પ્રયોગ કરો છો તે “પરિણામ' શબ્દનો વાચ્યાર્થ શું છે કે જેને લઈને આ કહ્યું કે–સમગુણવાળો કે અધિક ગુણવાળો પરિણામને પ્રાપ્ત કરે છે.
પ્રશ્નકાર એમ સમજીને પૂછી રહ્યો છે કે–બીજા કોઈ પરિણામને પેદા કરે છે કે તે જ દ્રવ્યવિશેષ સ્વરૂપને નહીં ત્યજતા–છોડતા વૈશિસ્ત્રને પ્રાપ્ત કરતા તેવા થાય છે ?
આ પ્રમાણે સંદેહ ભજનારાએ પૂછ્યું ત્યારે ભાષ્યકાર કહે છે કે –“અહીં કહેવાય છે?
શું કહેવાય છે ?....તે જે પૂછ્યું તે....શું પૂછ્યું..? પાંચ પ્રકારના કે છ પ્રકારના ધર્માદિ દ્રવ્યોના પરિણામનો સદ્ભાવ'...
૧. તત્ત્વાર્થ...અધ્યાય-૧, સૂત્ર-૫. ૨. ધવને પાવ: એ દત્તનો કર્તા દ્રવ્ય છે અને તેથી સિદ્ધહેમ વ્યાકરણના ‘તરિ સૂત્રથી દ્રવ્યને કર્તામાં
છઠ્ઠી વિભક્તિ છે. તસ્વ-દ્રવ્ય.