________________
૫૭૨
તત્ત્વાર્થ સૂત્ર આવે. માટે સમવાય માની શકતા નથી.
જો હવે કહો કે સમવાય અને ગુણોનો બીજો સંબંધ છે તો આગમવિરોધ સ્પષ્ટ છે.
આ રીતે અભ્યપગમવાદથી સમવાય સંબંધ સ્વીકારાય તો અનવસ્થા, આગમ વિરોધ આદિ અનેક દોષો આવે છે.
હવે બીજી રીતે વિચાર કરીએ છીએ.
સમવાયી એટલે સમવાયવાળા જે દ્રવ્ય અને ગુણ છે તેનો સમવાય સંબંધ છે. તો તે સમવાય સંબંધ દ્રવ્ય અને ગુણમાં કયા સંબંધથી રહે છે? શું સંયોગથી રહે છે કે સમવાયથી?
સંયોગ સંબંધથી સમવાય દ્રવ્ય અને ગુણમાં રહી શકતો નથી. કેમ કે સમવાય એ દ્રવ્ય નથી. બે દ્રવ્યોનો જ સંયોગ મનાય છે. દ્રવ્ય અને ગુણનો સંયોગ હોતો નથી. એટલે દ્રવ્ય અને ગુણમાં સમવાય સંબંધથી રહી શકતો નથી.
હવે જો સમવાય સંબંધથી સમવાય દ્રવ્ય અને ગુણમાં રહે છે એમ કહો તો તે સમવાય પણ અન્ય સમવાય સંબંધથી રહે. એમ પૂર્વમાં બતાવેલી અનવસ્થા કાયમ રહે છે.
(માટે પરિણામી (દ્રવ્ય) અને પરિણામ (ગુણ) વિશેષ તેનો સમવાય બની શકતો નથી. તેથી આશ્રય-આશ્રયીભાવ પરિણામી-પરિણામ સ્વરૂપ છે પણ આધાર-આયરૂપ નથી.)
આ પ્રમાણે જ્યારે સમવાય ટકી શકતો નથી ત્યારે ન્યાયવાર્તિકકાર (ઉદ્યોતકર) કહે છે કે–
સમવાય એ વૃત્તિ જ નથી. ક્યાંય રહેલો જ નથી. સમવાયનો કોઈ આશ્રય નથી. અનાશ્રિત જ છે. એટલે આ સંબંધ સ્વતંત્ર છે.
આ વાર્તિકકારનું કથન પણ યુક્ત નથી. કેમ કે દ્રવ્ય અને ગુણમાં સમવાય કોઈ પણ સંબંધથી આશ્રિત નથી અર્થાત્ દ્રવ્ય અને ગુણ જો સમવાયનો આશ્રય કોઈ પણ સંબંધથી ન બને તો કોઈ પણ સંબંધથી ગુણ સાથે દ્રવ્ય સંબદ્ધ નહીં થાય. આમ સમવાય પદાર્થ દ્રવ્ય અને ગુણમાં અનાશ્રિત હોવાથી ઘટ-પટાદિની જેમ દ્રવ્ય અને ગુણોની સાથે અસંબદ્ધ રહેશે.
જેમ ઘટનો આશ્રય પટ નથી અને પટનો આશ્રય ઘટ નથી તો ઘટ પટની સાથે, પટ ઘટની સાથે સંબદ્ધ નથી. કેમ કે ઘટ-પટનો પરસ્પર સમવાય લક્ષણ સંબંધ નથી.
૧.
આગમ વિરોધ આ રીતે સમજાય છે કે–વૈશેષિકના આગમ પ્રમાણે સમવાય અને ગુણનો સ્વરૂપ સંબંધ છે અને તે સંબંધ સમવાયથી બીજો છે એમ કહીએ તો પણ બરાબર નથી. કેમ કે સ્વરૂપ સંબંધ તો આધેય-સમવાય, અધિકરણ-ગુણરૂપ જ હોવાથી ગુણ અને સમવાયનો સંબંધ પણ સમવાય પ્રતિયોગીરૂપ જ છે, અને છતાં જો ગુણ અને સમવાયનો બીજો સંબંધ-કાલિક સંયોગાદિ માને તો આગમ વિરોધ સ્વ=આધેય અધિકરણ તરૂપ જ સંબંધ=સ્વરૂપસંબંધ છે. જો સમવાય પણ દ્રવ્ય હોત તો તો તે સમવાય દ્રવ્ય-(ઘટાદ) દ્રવ્યમાં સંયોગ સંબંધથી રહી શકત પણ સમવાય પદાર્થ તો દ્રવ્ય અને ગુણાદિથી જુદો પદાર્થ છે.