________________
૫૭૦
તત્ત્વાર્થ સૂત્ર જ નામ છે.
શબ્દનો અર્થ સમુચ્ચય છે. એટલે અતીતકાળ અને અનાગતકાળની સમયરાશિસમયની સંખ્યા અનંત છે.
' આ અતીતકાળ અને અનાગતકાળ ધર્માસ્તિકાયાદિથી અલ્પબહત્વની વિચારણામાં જ જુદા જ કહેલા છે પણ પંચાસ્તિકાયના ધર્મપણ કહ્યો નથી. અર્થાત પાંચ અસ્તિકાયના પર્યાયરૂપે કહ્યો નથી. સ્વતંત્રકાળ દ્રવ્ય કહ્યું છે.
હવે અલ્પબદુત્વની વિચારણામાં કાળને જુદો બતાવ્યો છે તે બતાવે છે -
અભવ્યોથી અનંતગુણા સિદ્ધો છે. સિદ્ધોથી અતીત સમયની રાશિ અસંખ્યાતગુણ છે. આ અતીત સમયની સંખ્યાથી ભવ્યો અનંતગુણા છે. આ ભવ્યોથી અનામત કાળના સમયો અનંતગુણા છે.
આ અલ્પબદુત્વ ત્યારે ઘટી શકે કે જયારે પાંચ અસ્તિકાય અને કાળ દ્રવ્ય જુદા માનવામાં આવે. માટે કાળ દ્રવ્ય પૃથ છે એવું સ્વીકારવું જોઈએ.
જૈન શાસનમાં બે નયથી વિચારવું જોઈએ. પર્યાય નયથી કાળ એ જીવાજીવાત્મક હોવાથી પર્યાય છે અને દ્રવ્યાર્થિક નયથી કાળ એ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય જ નથી આવું એકાંતથી પ્રતિપાદન થાય નહીં અને કાળ એ પર્યાય જ છે. આ પ્રમાણે પણ એકાંતથી પ્રતિપાદન થાય નહીં. કથંચિત કાળ એ દ્રવ્ય છે અને કથંચિત કાળ એ પર્યાય છે. એટલે કાળમાં દ્રવ્યતા અને પર્યાયતા સાપેક્ષ છે.
અવતરણિકા ભાષ્ય :- અહીં આ અધ્યાયમાં સૂ. ૩૭માં તમે ગુણપર્યાયવાળું દ્રવ્ય છે' એમ કહ્યું તો તેમાં ગુણો કયા છે?
આ પ્રશ્ન થયો એટલે હવે તેનો જવાબ અપાય છે. ટીકા - ભાષ્યમાં “ગઢાદ...” આ વાક્યથી સંબંધ જણાવે છે.
દ્રવ્યનો અધિકાર હોવાથી પર્યાય સહિત કાળ દ્રવ્યને કહીને ગુણ અને પર્યાયના સ્વરૂપનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર બીજા પાસે પ્રશ્ન કરાવે છે કે તમે ગુણ, પર્યાયનું પરિણામી કારણ દ્રવ્ય છે એમ બતાવ્યું તેમાં ગુણો કોણ કહેવાય કે જે ગુણો વડે દ્રવ્ય ગુણવાળું કહેવાય છે ?
અહીં કોઈ પ્રશ્ન કરે કે દ્રવ્યના લક્ષણમાં ગુણ અને પર્યાય બે છે તો એકલા ગુણનો જ પ્રશ્ન કેમ કર્યો ? પર્યાયનો પ્રશ્ન કેમ ન કર્યો ?
તેના જવાબમાં કહે છે કે–અહીં ગુણના ગ્રહણથી પર્યાયો પણ ગ્રહણ કરેલા સમજી લેવા જેથી પર્યાયનો જુદો પ્રશ્ન નથી કર્યો અને પૂર્વમાં ગુણ અને પર્યાય એક છે એમ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. માટે ગુણનો પ્રશ્ન કર્યો છે.