________________
અધ્યાય-૫ : સુત્ર-૪૧
૫૭૫
તદ્ધવિઃ પરિમ: || ૧-૪૨ .. સૂત્રાર્થ :- તેનો (દ્રવ્યોનો અને ગુણોનો) ભાવ એ પરિણામ છે.
ટીકા - તેનો ભાવ તે તભાવ છે. “તેનો” આ શબ્દનો સંબંધ છ દ્રવ્યની સાથે છે. કારણ કે તે જ ધર્માદિ દ્રવ્ય ગતિ, સ્થિતિ, અવગાહ, શરીરાદિ, જ્ઞાનાદિ, વૃત્ત-વર્તન અને સમયાદિ તે તે આકાર વડે થાય છે.
ભાવ એટલે શું? થવું, સ્વરૂપનો લાભ-સ્વરૂપની પ્રાપ્તિ તે ભાવ એટલે પરિણામ છે.
સૂત્રમાં રહેલ “તાવ' શબ્દનો વિગ્રહ છે “તશ્ય ભાવ:'. આમાં જે તત્ શબ્દને છઠ્ઠી વિભક્તિ લાગેલી છે તે કર્તામાં ષષ્ઠી છે, કેમ કે દૂ ધાતુ અકર્મક છે.
કારણ કે દ્રવ્યો જ તે તે પરિણામે પરિણમે છે. એટલે એ દ્રવ્યો જ કર્તા છે.
તે દ્રવ્યો કૂટસ્થ નિત્ય નથી. સર્વથા ઉત્પન્ન થતા નથી. અને સર્વથા ઉચ્છદ પણ પામતા નથી. અર્થાત્ આપેક્ષિત ઉત્પત્તિ છે અને આપેક્ષિક નાશ છે. આમ દ્રવ્ય અનુવૃત્તિરૂપ હોવાથી સામાન્યરૂપ પરિણામ છે. સર્વત્ર ગતિ-સ્થિતિ વગેરેમાં ધર્માદિ દ્રવ્ય સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય અનુવર્તમાન રહે છે. તેવા પ્રકારના ધર્માદિ દ્રવ્યોનો જે સમાન ભાવ છે. તે સામાન્ય છે. કર્તામાં ષષ્ઠી હોવાથી દ્રવ્યાદિ જ સમાન થાય છે. માટે દ્રવ્યાદિ જ સામાન્ય જ છે.
તે દ્રવ્યોના ભાવરૂપ–થવારૂપ જે પરિણામ. આ જ પરિણામના સ્વરૂપને સૂત્રકાર ભાષ્ય વડે પ્રકાશિત કરે છે.
ભાષ્ય :- ધર્માદિ દ્રવ્યો અને જે રીતે કહ્યા છે તે ગુણોનો અને પર્યાયોનો સ્વભાવ-સ્વતત્ત્વ એ પરિણામ છે.
તે પરિણામ બે પ્રકારે છે.
ટીકા - ધર્માદિ દ્રવ્યોનો' ઇત્યાદિ ભાષ્ય છે. તેમાં ધર્મ એ ગતિમાં ઉપગ્રાહક–ઉપકાર કરનાર છે અને લોકાકાશવ્યાપી છે.
તે “ધર્મ જેઓની શરૂઆતમાં છે તે ધર્માદિ દ્રવ્યો. આદિ શબ્દથી અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળ દ્રવ્યોનું ગ્રહણ કરવાનું છે.
તેઓનો પોતાનો જે ભાવ કહો, ભૂતિ કહો, આત્મલાભ (સ્વરૂપ પ્રાપ્તિ) કહો, અવસ્થાન્તની પ્રાપ્તિ કહો તે સ્વભાવરૂપ પરિણામ છે. અર્થાત્ અવસ્થાન્તરની પ્રાપ્તિરૂપ સ્વભાવ તે સ્વભાવરૂપ પરિણામ છે. પરિણામ શબ્દના અર્થ
પરિ' શબ્દ વ્યાપ્તિ અર્થમાં છે. દા. ત. જેમ ફોન પરીતઃ એટલે દોષથી વ્યાપ્ત. મ'માં નામ ધાતુ છે. જેનો અર્થ પ્રહ્નત્વ થાય છે. પ્રદ્ધત્વ એટલે ઋજુપણું. સરળતા.