________________
અધ્યાય-૫ : સૂત્ર-૪૦
૫૭૩ આમ કોઈ પણ રીતે સંબંધ ન મનાય તો દ્રવ્ય ગુણોની સાથે સંબદ્ધ થશે નહિ. માટે દ્રવ્ય એ પરિણમે છે અને ગુણ-પર્યાયો એ પરિણામવિશેષ છે. અને તે ગુણો નિર્ગુણ છે.
શુક્લ ઘટ-કપાલ વગેરે ગુણ-પર્યાયોના બીજા ગુણ-પર્યાયો નથી. પરિણામી જે દ્રવ્ય છે તેનો શુક્લાદિ પરિણામ છે અને ઘટ-કપાલ સંસ્થાન વગેરે પરિણામ છે. પણ તે શુક્લાદિના જ બીજા શુક્લાદિ કે ઘટ-કપાલ આદિ સંસ્થાનના બીજા સંસ્થાન વગેરે પરિણામો નથી. માટે ગુણો નિર્ગુણ કહેવાય છે.
આ જ અર્થને સૂત્રકાર ભાષ્ય વડે સ્કુટ કરે છે.
ભાષ્ય :- દ્રવ્ય એમનો આશ્રય માટે તે દ્રવ્યાશ્રયા કહેવાય છે. એ ગુણોના ગુણો નથી માટે ગુણ. ગુણ વગરના-નિર્ગુણ કહેવાય છે.
યુગપભાવી કે અયુગપલ્ફાવી ગુણ-પર્યાયરૂપ પરિણામને યોગ્ય જે દ્રવ્ય, સ્થિતિ એટલે સામાન્યરૂપ આ દ્રવ્ય ઉત્પાદવ્યયસ્વરૂપ જ્ઞાનાદિ, શુક્લાદિ, ઘટ-કળશ આદિનો આશ્રય છે. અર્થાત પરિણામી જે પદાર્થ તે દ્રવ્ય છે. કારણ કે તે દ્રવ્ય જ્ઞાનાદિ, શુક્લાદિ, ઘટ-કળશાદિપણે પરિણમે છે, અને વળી પાછો તે આકારે પાછો ફરે છે અર્થાત પાછો ટળી જાય છે અને દ્રવ્યપણે દ્રવ્ય રહે છે. તે દ્રવ્ય ગુણ અને પર્યાયરૂપ પરિણામનો આશ્રય છે માટે ગુણ અને પર્યાય વ્યાશ્રયા છે.
ભાષ્યમાં પ્રથમ જે રૂતિ શબ્દ છે તેનો અર્થ એવકાર છે. એવકાર અવધારણ કરે છે કે પરિણામિ-પરિણામરૂપ જ આશ્રય-આશ્રયી ભાવ છે, બીજા કોઈ રૂપે નથી.
આ પરિણામી અને પરિણામનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદ વિચારી લેવો. આ બે નયથી એકત્વ અને અન્યત્વની ભજના છે. તે ભજનાવિધિનો ભાષ્યકાર ઉપન્યાસ કરે છે...
ન ...ઇત્યાદિ એ જ્ઞાનાદિ અને શુક્લાદિ ગુણોના અન્ય કોઈ ગુણો નથી માટે નિર્ગુણ છે.
આ વાત દ્રવ્યથી ગુણને ભિન્ન માનવામાં આવે ત્યારે બની શકે. અર્થાત્ ગુણ-ગુણીનો ભેદ હોય તો બને. આ રીતે ગુણ-ગુણીનો ભેદ છે. પરંતુ તે ગુણ-ગુણીનો એકાંતથી ભેદ નથી. અહીં ભાષ્યમાં (બીજો) રૂતિ શબ્દ છે તે અભેદ નયના ઉપન્યાસ માટે છે. આનાથી દ્રવ્ય અને ગુણનો અભેદ બતાવે છે.
- ‘ન મુII: સનતીતિ' આ વાકય ભેદનયપ્રધાન છે. પરંતુ ભેદ જ પરમાર્થ છે એવો જૈન સિદ્ધાંત નથી. કેમ કે જૈન સિદ્ધાંત સકળ વસ્તુ ભેદભેદરૂપ સ્વીકારે છે.
આથી જયારે દ્રવ્ય જ જ્ઞાનાદિરૂપે અથવા શુક્લાદિરૂપે તેવું પરિણત થાય છે ત્યારે દ્રવ્યનું તાદાભ્યપણું હોવાથી ગુણોનું સ્વરૂપ ભિન્ન નથી. આ રીતે શુદ્ધ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી અનન્યપણું-અભેદ જ નૈર્ગુણ્ય છે.