________________
તત્ત્વાર્થ સૂત્ર
હવે અમે તેમને પ્રશ્ન પૂછીએ છીએ કે—તમે જે ભાવ(ઘટાર્દિ)ના વિનાશ માટે વિનાશનો હેતુ કલ્પો છો તે ભાવ (ઘટાદિ) સ્વભાવથી નશ્વર છે કે અનશ્વર ?
૩૩૨
જો સ્વભાવથી નશ્વર છે તો વિનાશના હેતુનું કોઈ પ્રયોજન નથી. પોતે નાશ પામવાના સ્વભાવથી જ નાશ પામે છે. કેમ કે જે ઘટાદિનો જે સ્વભાવ છે તે ઘટાદિ પોતાના કારણથી જ માટી વગેરે સામગ્રીથી પેદા થતો તેવા પ્રકારના વિનાશ સ્વભાવવાળો જ થાય છે. વિનાશમાં (ઘટાદિ ભાવો) કોઈ પણ વખતે સ્વભાવ સિવાય બીજા કોઈ મુગરાદિ હેતુની અપેક્ષા રાખતા નથી. ઘટાદિ પદાર્થોનો સ્વભાવ જ છે કે ઉત્પન્ન થયા પછી તરત જ ઘટાદિ કાર્ય પોતે જ વિનાશ સ્વભાવ બને છે.
જો તેમ માનવામાં ન આવે તો તેનો સ્વભાવ જ ન કહેવાય.
“જે જેનો સ્વભાવ હોય છે તે પોતાના ઉત્પત્તિના હેતુને છોડીને બીજા કોઈ હેતુની અપેક્ષા રાખતો નથી.
દા. ત. જેમ પ્રકાશાદિ.
પ્રકાશાદિ પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે અને અજવાળું આપનું એ સ્વભાવ પણ સાથે જ થાય છે. અજવાળા માટે બીજા કોઈ કારણની જરૂર નથી. પ્રકાશવું એ પ્રકાશનો સ્વભાવ જ છે. એટલે જેમ પ્રકાશાદિ પ્રકાશાદિ સ્વભાવવાળા પોતાના હેતુથી ઉત્પન્ન થતા હોય છે. તે ફરીથી ઉત્પત્તિ પછી પ્રકાશાદિ સ્વભાવપણામાં પોતાના જન્મ-ઉત્પત્તિ સિવાય બીજા કોઈ હેતુની અપેક્ષા રાખતા નથી. તેવી રીતે ઘટાદિ કાર્ય પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે ત્યારે જ તે ક્ષણવારમાં વિનાશ પામે એવા સ્વભાવવાળું જ ઉત્પન્ન થાય છે.
આમ ઘટાદિ ભાવો સ્વભાવથી નશ્વર છે. જેના વિનાશ માટે વિનાશના હેતુ મુગરાદિની કલ્પના કરો છો તે ઘટાદિ ભાવો સ્વભાવથી નશ્વર છે. આથી તેના વિનાશમાં વિનાશના હેતુનું કોઈ પ્રયોજન નથી.
હવે જો એમ કહો કે ઉત્પન્ન થયેલ ભાવ (ઘટાદિ) સ્વભાવથી નશ્વર નથી તો પછી પણ નાશ ન પામે કેમ કે અનશ્વર સ્વભાવ છે. અને તેવા પ્રકારનો અનશ્વર સ્વભાવવાળો અર્થક્રિયામાં સામર્થ્ય ધરાવતો નથી.
આ રીતે બુદ્ધના અનુયાયીએ પોતાનું નિરૂપણ કર્યું કે પદાર્થો ક્ષણભંગુર સ્વભાવવાળા છે. તેના વિનાશનો કોઈ હેતુ નથી. મુદ્ગાદિ ઘટાદિ ભાવોનો વિનાશ કરતા નથી. ઘટાદ ભાવોનો સ્વભાવથી જ વિનાશ છે. એટલે વિનાશ નિર્દેતુક સ્વાભાવિક જ છે. પણ પ્રાયોગિક વિનાશ નથી.
બૌદ્ધનું આ નિરૂપણ બરાબર નથી તે આપણે સ્યાદ્વાદ શૈલીથી સમજાવીએ છીએ. બૌદ્ધ મતનું નિરસન અને પ્રાયોગિક વિનાશનું સમર્થન...
ભાઈ ! તારું આ નિરૂપણ અયુક્ત છે. પોતાના મિત્રમંડળમાં જ રમણીય છે. કેમ કે એ માત્ર નિરૂપણ જ છે. એમાં કોઈ યુક્તિ યુક્તતા નથી. અનુપપત્તિક-યુક્તિ વગરનું ગમે તેવું