________________
૫૬૩
અધ્યાય-૫ સૂત્ર-૩૮ વર્તના છે. આમ્રના ફૂલની વર્તના કાળની અપેક્ષા રાખે છે તેમ મનુષ્યલોકની બહારના પદાર્થોની જે વર્તના છે તે કાલાપેક્ષ હોવી જોઈએ. એટલે ત્યાં પણ કાળ માનવો જોઈએ.
સમાધાન - આ અનુમાન પણ યોગ્ય નથી. કારણ કે સંપ્રતિ (હાલ) વિદ્યમાન હોવાથી અલોક પણ વર્તે છે. એટલે કે અલોક પણ વૃત્તિ શબ્દથી કહેવાય છે. પણ ત્યાં (અલોકમાં) કાળ નથી. એટલે જ્યાં વૃત્તિ હોય ત્યાં કાળની અપેક્ષા જોઈએ જ તેવું નથી. આમ વ્યભિચાર છે.
અથવા સમય એ વૃત્તિ છે એટલે વર્તે છે પણ સમય એ કાળની અપેક્ષા રાખતો નથી. સમયમાં વૃત્તિત્વ છે પણ કાલાપેક્ષત્વ નથી. આમ વ્યભિચાર છે.
તેથી કાળ મનુષ્યલોકમાં જ છે.
વળી આ કાળ પરિણામી દ્રવ્ય છે. કિંતુ મોતીની માળામાંથી છૂટા પડી ગયેલા મણિની જેમ પૂર્વ અને અપર કોટીથી રહિત એક વર્તમાન સમય જ છે એવું સ્વીકારાય નહિ.
જો પૂર્વાપર કોટિ રહિત એક સમય જ સ્વીકારાય તો સમયનો નિરન્વય ઉત્પાદ અને વિનાશનો પ્રસંગ આવશે અને એથી એક નયનું અવલંબન થશે.
માટે જો કાળને પરિણામી દ્રવ્ય માનવામાં આવે તો નિરન્વય સમયના ઉત્પાદ અને વિનાશનો પ્રસંગ આવશે નહીં, અને એક નય તરફ પ્રતિપાદનનો પ્રસંગ પણ આવશે નહિ.
આથી અર્પિત દ્રવ્યાર્થિક નયને અનુસરનારા એટલે કે પર્યાયાર્થિક નયને અનુસરનાર સંતાનને માને છે, પણ દ્રવ્યને માનતા નથી તેથી તેમના મતમાં પૂર્વસમય અને ઉત્તર સમય જ છે. વર્તમાન સમય જ અર્થાત્ પૂર્વ સમય જ ઉત્તર સમયરૂપે ઉત્પન્ન થાય છે કેમ કે સમયનો તેવા પ્રકારનો પરિણામ છે. અર્થાત્ સમયનો તેવા પ્રકારનો પરિણામ હોવાથી જે વર્તમાન સમય છે તે જ ઉત્તર સમય રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તેને માનવું પડશે પણ અપૂર્વ-પૂર્વમાં ન હોય તેનો ઉત્પાદ થતો નથી. દા. ત. ખપુષ્પ આદિ. આકાશકુસુમ અપૂર્વ છે. પૂર્વમાં કોઈ કાળે હોતું નથી તો તે આકાશકુસુમનો ઉત્પાદ થતો નથી.
એટલે કે જો નિરન્વય ઉત્પાદ માનવામાં આવે તો અસતુનો ઉત્પાદ માનવો પડે અને અસનો ઉત્પાદ મનાય તો ખપુષ્પનો પણ ઉત્પાદ માનવો પડે.
આમ નિરન્વય ઉત્પાદ મનાય નહિ.
એ જ પ્રમાણે વિનાશ પણ નિરન્વય મનાય નહીં. કેમ કે (૧) વિનાશ એ કાર્ય છે, (૨) તેની સંતતિમાં આવી જાય છે, (૩) સંતતિની ઉપાજ્ય ક્ષણ નિરૂપ છે. એટલે કે વિનાશ એ કાર્યરૂપ હોવાથી, સંતતિમાં આવી જતો હોવાથી, સંતતિની ઉપાજ્ય ક્ષણ નિરૂપ હોવાથી તે નિરન્વય માની શકાય નહીં.
(૧) જો વિનાશ એ કાર્ય છે તો તેનો કોઈ આધાર હોવો જ જોઈએ. કાર્ય એ આધાર ોય છે માટે વિનાશનો કોઈ આધારભૂત પદાર્થ માનવો પડે.
(૨) પૂર્વ સમય જ ઉત્તર સમયરૂપે ઉત્પન્ન થાય છે એટલે પૂર્વ સમયનો વિનાશ, ઉત્તર