________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૯
૫૬૭
અવતરણિકા :
દ્રવ્યના લક્ષણના અધિકારમાં આ ૩૮મા સૂત્રમાં ‘કાળ એ દ્રવ્ય છે'. આ પ્રમાણે પ્રતિપાદન કરવાની ઇચ્છાથી “તàત્યે આ સૂત્ર કહ્યું... અને આ કાળ દ્રવ્ય છે તો એના દ્વારા ઉપકાર થવો જ જોઈએ. તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ઉપકાર બતાવતા ઉપકારના જ પ્રકરણમાં કાળનો ઉપકાર ‘વર્તનાદિ’ છે તે પ્રમાણે પહેલા જ પ્રતિપાદન કર્યું છે. તથા ધર્માદિ દ્રવ્યોના અસંખ્યાત પ્રદેશો છે તે પ્રમાણે ...ધર્મધર્મયોઃ’ ઇત્યાદિ સૂત્રના સમુદાય વડે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પ્રદેશનું પરિમાણ કર્યું છે. આ કાળદ્રવ્યનું પ્રદેશનું પરિમાણ કહ્યું નથી. તો તે કાળદ્રવ્યમાં તે પ્રદેશપરિમાણની વિવક્ષાથી આ નવું સૂત્ર કહેવાય છે ‘સોડનન્તસમયઃ'
અથવા
કાળ દ્રવ્યને કેટલાક એકાંતથી એક અપરિણામી ઇચ્છે છે માને છે. તે એકાંતમતને દૂર કરતા પૂ સૂત્રકાર મ. સૂત્રરચના કરે છે કે—
સોનાન્તસમયઃ ॥ ૧-૩૧ ॥
સૂત્રાર્થ :- તે કાળ અનંતસમયરૂપ છે.
--
ટીકા :- સૂત્રમાં જે “સો એટલે કે “સ' છે તે આ સૂત્રની પહેલાના સૂત્રમાં જે કાળ નામનું દ્રવ્યવિશેષ કહ્યું છે તેનું ગ્રહણ કરે છે.
તે કાળ અનંત સમયવાળો અને પરિણામી છે.
તેમાં જેનો વિભાગ થઈ શકે નહીં એવો અને પરમ નિરુદ્ધ એવો જે કાળ છે તે સમય છે. તે સમય કાળનો (કાળદ્રવ્યનો) અવયવ છે. અને તે સમયરૂપ કાળ એ ગૌણ-ઔપચારિક નથી કિંતુ પારમાર્થિક છે.
સૂત્રમાં જે ‘અનંત’ શબ્દ છે તે સંખ્યાને કહેનારો છે.
‘અનંતા સમયો એ જ પર્યાયો છે—વિશેષો છે જેના તે અનંતસમયવાળો છે.' આ રીતે ‘અનન્તસમય:' સૂત્રના આ સામાસિક શબ્દનો અર્થ છે. સંપૂર્ણ સૂત્રના અર્થનું ઘટન આ પ્રમાણે છે કે—
‘પૂર્વમાં કહેલ તે કાળ દ્રવ્ય અનંત સમયવાળું છે.'
સૂત્ર-૩૭માં દ્રવ્યનું લક્ષણ બતાવતાં કહ્યું કે—‘ગુણપર્યાયવાળું' હોય તે દ્રવ્ય કહેવાય. તો કાળ એ દ્રવ્ય છે. અનંતા સમયરૂપ પર્યાયવાળું છે. તેથી દ્રવ્યનું લક્ષણ એમાં ઘટી જાય છે. સર્વ દ્રવ્ય અનંતપર્યાયવાળું જ ઇષ્ટ છે. તે પર્યાયો બે પ્રકારે છે : (૧) સ્વ પર્યાય (૨) ૫૨ પર્યાય એક દ્રવ્યના સ્વપર્યાય અને પર પર્યાય આવા ભેદવાળા અનંતા પર્યાયો હોય છે. દા. ત. જેમ એક પરમાણુ છે. તેના શુક્લ (વર્ણ), સુરભિ (ગંધ), તિક્ત (રસ) વગેરે પર્યાયો છે તે સ્વપર્યાયો છે અને તે પરમાણુ વ્યક્તિથી બીજા પરમાણુ દ્રવ્યમાં રહેલ સંસ્થાન અને