Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Author(s): Vikramsuri, Naypadmashreeji
Publisher: Shrutnidhi

View full book text
Previous | Next

Page 574
________________ ૫૬૫ અધ્યાય-૫: સૂત્ર-૩૮ બતાવ્યું છે. ત્યાં એક નય પ્રવર્તમાન છે. અર્થાત્ એક દ્રવ્યાર્થિક નયથી બતાવ્યું છે. જૈન પ્રવચનમાં કોઈ એક નય સંપૂર્ણ વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં સમર્થ નથી. કારણ કે તે જ નયથી વિરુદ્ધ પ્રતિપાદન કરનાર નયને અનુસરનારું સૂત્ર બીજા આગમમાં હોય છે..... “કિમિદ ભંતે’..... આ સૂત્ર અસ્તિકાય પંચકથી અભિન્ન કાળનું પ્રતિપાદન કરવા માટે તીર્થકર ભગવંતે ઉપદેશ્ય છે. આ સૂત્રનો અર્થ એ જ છે કે “કાળ જીવ અને અજીવ દ્રવ્યનો પર્યાય છે.” જણાય તે કાળ' અર્થાત્ ખાસ પર્યાયોત્પાદનનું જે સંખ્યાન (જ્ઞાન) અથવા જેનાથી વસ્તુ જણાય તે કાળ....અને તે વર્તનાદિરૂપ કાળ દ્રવ્યનો જ પર્યાય છે. તેમાં પોતે સદ્ભાવથી વર્તતા અર્થને જે પ્રેરે છે “તું વર્ત” “તું વર્ત” “વર્ત જ તે વર્તના. “વૃત ધાતુને ‘અથાણશો યુવું (પા. અ. ૩, પા. ૩, સૂ. ૧૭) આ સૂત્રથી હેતુમાન અર્થમાં પ્રિન્ પ્રત્યય થયો છે. આ પ્રમાણે ભાવમાં સ્ત્રીલિંગમાં “વર્તના' શબ્દ થયો છે. એટલે “વર્તના” ક્રિયા છે. અને આ ક્રિયા વર્તતા ભાવથી અભિન્ન છે. એ જ કાળ છે. કેમ કે તે વસ્તુનો એટલે વર્તતા ભાવનો પરિણામ છે. દ્રવ્ય જ કાળ છે. અહીં કર્મધારય સમાસ છે. તે દ્રવ્યની સાથે અભેદની વિવલાથી છે. કેમ કે વર્તનાદિ ક્રિયાઓથી ભિન્ન કોઈ દ્રવ્ય નથી. એક પણ સમય પ્રત્યેક દ્રવ્યોમાં અભેદથી રહેનારો છે. તેથી જેટલાં દ્રવ્યો છે તેટલા સમયો થયા. એટલે સમયો પણ અનંત છે. અને દ્રવ્યના બે પ્રકાર છે. (૧) જીવદ્રવ્ય, (૨) અજીવ દ્રવ્ય. માટે જીવ અને અજીવો જ સમય, આવલિકા આદિ શબ્દોના ભેદથી કહેવાય છે. કેમ કે આ બધા (સમય આદિ) તે તે જીવ અને અજીવ દ્રવ્યોનાં પરિણામો છે. પરિણામ અને પરિણામીનો અભેદ છે. માટે સમયાદિ કાળ એ જીવાજીવારિરૂપ છે.•••• કેમ કે દ્રવ્યાસ્તિક નય કેવલ દ્રવ્યાર્થતારૂપ દ્રવ્યને એક, અભિન્ન અને સર્વવ્યાપી માને છે. તથા વ્યતિરેક-વિશેષને અત્યન્ત દૂર કરે છે. અને અન્વયે માત્ર–સામાન્યનો જ સંગ્રહ કરે છે. મતલબ દ્રવ્યાર્થિક નય એક દ્રવ્યને જ માને છે. દ્રવ્ય સિવાય પર્યાયને માનતો નથી એટલે એના મનમાં અન્વય-સામાન્ય (દ્રવ્ય) જ છે અને આ બધામાં વ્યાપ્ત છે, પણ વિશેષ નથી. આ દ્રવ્યાર્થિક નય, વિશેષના ઉપચારપૂર્વક એક કાળ સામાન્યને જ સ્વીકારે છે. આથી વર્તના' એ જીવ અને અજીવના વિષયવાળી છે. આ વર્તના સાદિ સાંત વગેરેના ભેદથી ચાર પ્રકારે છે. તે વર્તના દ્રવ્યાર્થિક નયના મતે કાળ છે. ૧. સિદિ૦ ૧ / ૩ / ૨૨૨

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606