Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Author(s): Vikramsuri, Naypadmashreeji
Publisher: Shrutnidhi

View full book text
Previous | Next

Page 573
________________ પ૬૪ તત્ત્વાર્થ સૂત્ર સમયનો ઉત્પાદ આ રીતે સંતતિમાં વિનાશ આવી જતો હોવાથી નિરન્વય કેવી રીતે સંભવે ? વળી ઉત્પાદ અને વિનાશ સર્વથા નિરાધાર જ હોતા નથી. પ્રૌવ્ય તે બંનેનો આધાર છે. કેમ કે દ્રૌવ્ય હોય તો જ ઉત્પાદ અને વિનાશ બંને હોય છે. આ રીતે પર્યાયાર્થિક નયને અનુસરનારાએ પણ કાળ દ્રવ્ય માનવું જ પડશે. વળી પૂર્વમાં પરત્વ અને અપરત્વ વગેરે જે કાળનું લિંગ કહેવાયું છે તે નયાન્તરના અભિપ્રાયથી જ છે. જો નયાન્તર ન માનીએ તો પરત્વાપરત્વ એ સ્થિતિવિશેષની અપેક્ષાવાળા કહેવાશે. અર્થાત પરવાપરત્વનું અપેક્ષાકારણ સ્થિતિવિશેષ છે. કેમ કે ૬૦ વર્ષવાળા કરતાં ૧૦૦ વર્ષવાળો “પર” છે અને ૬૦ વર્ષવાળો “અપર' છે. આ સ્થાનવિશેષ જ છે. ૬૦ વર્ષ, ૧૦૦ વર્ષ આ જે આંકડા છે તે સ્થિતિના જ છે. અને આ સ્થિતિ સત્ત્વની અપેક્ષા રાખે છે. તેથી ભાવોનું અસ્તિત્વ હોવાથી સ્થિતિ છે અને ભાવોમાં જે અસ્તિત્વ છે તે અનપેક્ષ છે એ કહેલું છે. મતલબ ભાવોનું અસ્તિત્વ કોઈની અપેક્ષા રાખતું નથી. માટે પરવાપરત્વ એ કાળની અપેક્ષાવાળા નથી. વળી યૌગપઘથી જે કાળની સિદ્ધિ કરો છો તે પણ નહીં બની શકે. કેમ કે એ યૌગપદ્ય પણ કર્તાઓમાં વ્યવસ્થિત છે તે જ કર્તાઓની કોઈ ક્રિયાવિશેષની અપેક્ષા રાખે છે પણ કાળની નહીં. આ ક્રિયાવિશેષો તે ક્રિયાઓથી અત્યંત ભિન્ન કહી શકાય તેમ નથી અને વળી જ્યારે કાકતાલીયન્યાયથી એક કર્તા તેવા પ્રકારની ક્રિયાને પ્રાપ્ત થાય છે ત્યારે બીજો પણ કર્તા તે જ પ્રમાણે તે ક્રિયામાં પરિણત હોય છે ત્યારે “યુગપ” આવો વ્યપદેશ થાય છે. આવી જ રીતે “અયુગપત” માં પણ સમજી લેવું. આ પ્રમાણે ચિર' અને ક્ષિપ્ર’ આ પ્રયોગને લઈને કાળની સિદ્ધિ કરી હતી તેને માટે પણ આ જ વિસ્તાર છે. કેમ કે “ચિર' અને “ક્ષિપ્ર’ આ બંને ગતિની અપેક્ષા રાખનારા છે અને ગતિ તો પરમાણુ આદિ દ્રવ્યોને આધીન છે. તેથી એક નયના આલંબનથી જ કાળની સિદ્ધિ છે. ઉપર મુજબ આપણે બંને નયથી કાળનો વિચાર કર્યો. ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે – પ્રશ્ન :- તમે શરૂઆતમાં એક નયનું આલંબન લઈને સ્ત્ર અને અર્થનો આરંભ કર્યો અને ઉપસંહાર તો તમે બે નયથી કરી રહ્યા છો તે શા માટે ? આ પ્રમાણે આક્ષેપ કર્યો તેનું પ્રતિવિધાન કરતાં કહે છે કે ઉત્તર :- વિવિક્ત અર્થવાળાં સૂત્રો છે તેના અર્થ બતાવવા છે માટે આરંભ અને ઉપસંહાર ભિન્ન રીતે કરવામાં આવ્યો છે. કારણ કે આગમમાં બીજાં દ્રવ્યોથી જુદું છઠ્ઠ કાળદ્રવ્ય

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606