________________
૫૬૬
તત્ત્વાર્થ સૂત્ર આ વર્તના દેવ, સિદ્ધ, ભવ્ય, અભવ્ય, સ્કન્ધ, અનાગત, અતીત, આકાશ વગેરેના દખંતથી સાધ્ય છે... તે આ રીતે...
દેવની વર્તન એ સાદિ સાંત છે, સિદ્ધોની વર્તના એ સાદિ અનંત છે. ભવ્યોની વર્તના એ અનાદિ અનંત છે. અભવ્યોની વર્તના એ અનાદિ અનંત છે. તેવી રીતે સ્કન્દમાં વર્તના એ સાદિ સાંત છે. અનાગતમાં વર્તના એ સાદિ અનંત છે. અતીતમાં વર્તન એ અનાદિ સાંત છે, આકાશમાં વર્તન એ અનાદિ અનંત છે.
અદ્ધાકાળ (વ્યવહાર કાળ) પણ સૂર્યાદિ ક્રિયાથી જે વિશિષ્ટ છે તે જ છે. તેથી અધ્ધાકાળ પણ દ્રવ્યથી જુદો નથી. કારણ કે જે આકાશખંડ સ્વયં સૂર્ય વડે અને સ્વયં અંશુઓ વડે સંયુક્ત છે તેનું દિવસ એવું નામ છે, અને આનાથી જે અન્ય છે તે રાત છે. તે અહોરાત્ર(દિવસ અને રાત)નો પરમ સૂક્ષ્મ, જેનો વિચ્છેદ-નાશ થઈ શકે નહીં એવો કોઈ અતિભાગી ભાગ છે તે સમય કહેવાય છે. આ સમયનો જે સમુદાય વિશેષ છે તે આવલિકા વગેરે કહેવાય છે.
તે આ સમય વગેરે અદ્ધાકાળ છે જે સમયક્ષેત્રમાં છે. આ દ્રવ્યકાળથી વ્યતિરિક્ત જુદો નથી.
આ પ્રમાણે દ્રવ્ય નય કે જે પ્રથમ ઉપન્યસ્ત પર્યાય નયના વિરોધીપણે પ્રવર્તે છે-વિરોધી છે. અર્થાત્ પહેલા ભેદ વિશેષગ્રાહી નયથી કાળનું નિરૂપણ કર્યું હતું તેનો દ્રવ્યનય વિરોધ કરે છે. આ એકલો દ્રવ્યાર્થિક નય સકળ વસ્તુના સદ્ભાવના પ્રતિપાદન માટે અસમર્થ જ છે. સમસ્ત વસ્તુનું પ્રતિપાદન તો ઉભય નય લઈએ તો જ થાય. ઉભય નયથી વસ્તુનો સ્વભાવ પ્રતિપાદન કરાય તો જ વસ્તુનું પ્રતિપાદન નિરવદ્ય-નિર્દોષ બને છે.
સૂત્રમાં એક મતનો ઉપન્યાસ કરતાં પૂ. સૂત્રકાર મહારાજનો પણ આ જ અભિપ્રાય છે.
સૂત્રમાં સૂત્રકાર મહારાજે “ત્યે કહ્યું. એટલે આ પ્રમાણે “વે કેટલાક આચાર્યો કહે છે અને વળી બીજા આચાર્યો બીજી રીતે કહે છે. અર્થાતુ કેટલાક આચાર્યો દ્રવ્યનયને પ્રધાન રાખીને કાળને દ્રવ્ય કહે છે, જ્યારે આચાર્યો પર્યાય નયને પ્રધાન રાખીને કાળને પર્યાય કહે છે.
...પણ... આપણે બંને નયથી નિરૂપણ કરવું જોઈએ. કેમ કે સામગ્રીમાં જ એટલે કે બંને નયોથી વિચારણા થાય તો જ સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ બીજા કોઈ પ્રકારથી થતું નથી.
આ પ્રમાણે પ્રસિદ્ધ એવા કાળદ્રવ્યથી વર્ચે વર્તે છે અને વર્તશે. આ વિષયને કરનારો અનેક પ્રકારનો વ્યવહાર પ્રતીયમાન થાય છે.