________________
તત્ત્વાર્થ સૂત્ર
૫૬૨
પરિણામો છે તે પોતપોતાના પરિણામી કારણથી ભિન્ન અપેક્ષાકારણ એવું જે બીજું દ્રવ્ય છે તેના સંબંધની અપેક્ષાવાળા ઉત્પન્ન થનારા છે.
અથવા
સૈદ્ધાન્તિક દૃષ્ટાંત :
સ્વ સિદ્ધાન્તમાં ધર્મ-અધર્મ દ્રવ્યના ઉપકારથી પેદા થયેલ જીવની ગતિ અને સ્થિતિની માફક. અર્થાત્ જીવ અને પુદ્ગલની ગતિમાં જેમ જીવ અને પુદ્ગલ પોતાનાથી ભિન્ન ધર્મ દ્રવ્યની અને સ્થિતિમાં અધર્મ દ્રવ્યની અપેક્ષા રાખે છે.
તેમ વર્ષાદિ અને વનસ્પતિ પરિણામો પોતપોતાના પરિણામી કારણથી ભિન્ન દ્રવ્યની અપેક્ષા રાખે છે.
મતલબ જીવ ને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં જીવ ને પુદ્ગલથી ભિન્ન ધર્મ દ્રવ્ય અપેક્ષાકારણ છે, સ્થિતિમાં અધર્મ દ્રવ્ય કારણ છે તેમ વર્ષાદ અને વનસ્પતિ પરિણામો જે અપેક્ષાવાળા ઉત્પન્ન થનારા છે તેમાં અપેક્ષા કારણ કોણ...?
" ....કાળ... '
આ કાળ અઢીદ્વીપમાં હોવા છતાં ભોગભૂમિમાં કાળનું કોઈ લિંગ નથી. કેમ કે ત્યાં વ્યવસ્થિત પરિણામ છે. કારણ કે પેદા થતા પદાર્થોનો કાળ સ્વયં સ્વભાવથી જ અપેક્ષારૂપ હેતુ હ્યો છે પણ નિર્વર્તક હેતુ નથી.
પ્રશ્ન :- ભોગભૂમિમાં કાળનું લિંગ સંભવતું નથી અને કાળ છે એમ કહો છે તો અઢી દ્વીપની બહાર પણ કાળને કેમ સ્વીકારતા નથી ? વળી ત્યાં વર્તના છે અને પરત્વાપરત્વાદિ લિંગ છે. પ્રત્યક્ષ દેખાતા કાળના લિંગથી જેમ ભરતક્ષેત્રમાં કાળ છે તેમ મનુષ્યક્ષેત્રની બહાર પણ કાળ છે એમ કેમ નથી સ્વીકારતા ?
ઉત્તર :- મનુષ્યક્ષેત્રની બહાર અવિશેષથી ભાવોની વર્તના હોવા છતાં તે વર્તનામાં કાળના લિંગનો અભાવ છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર વર્તનાની સિદ્ધિમાં જે કાળ લિંગત્વ હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે.
કેમ કે ‘બધી વર્તનાઓ કાળની અપેક્ષાવાળી છે' આમ છે નહીં પણ જ્યાં કાળ છે ત્યાં આ કાળ વર્તનાદિ આકારે પરિણમે છે આવો નિયમ છે. માટે મનુષ્યક્ષેત્રની બહાર કાળ નથી, વર્તના છે.
હવે અહીં કોઈ શંકા કરે કે—
શંકા :- બહારના દ્વીપોમાં ભાવોની જે વર્તના છે તે કાળાપેક્ષ છે. કેમ કે વૃત્તિ શબ્દથી તે કહેવાય છે. જેમ કોઈ પણ જાતના પ્રયોગ' વગર અહીંના (ભરતાદિના) આમ્રોમાં ફૂલવૃત્તિ
૧.
પ્રયોગ વગર આમ્રાદિનાં ફૂલો કોઈ પણ કાળે ન થાય. એની જે મોસમ હોય તે મોસમમાં જ થાય છે અને પ્રયોગથી કોઈ પણ કાળે થઈ શકે છે એટલે આમ્રાદિનાં ફૂલો કાલાપેક્ષ છે એમ સમજાય માટે ‘પ્રયોગનિરપેક્ષ’ એ વિશેષણ છે.