________________
૫૬૦
તત્ત્વાર્થ સૂત્ર દ્રવ્યાર્થરૂપે કાળ પ્રત્યેક પર્યાયમાં ઉત્પાદ અને વ્યય ધર્મવાળો હોવા છતાં પણ સ્વરૂપથી અનન્યભૂત, ક્રમ અને અક્રમથી થતા અનાદિ અનંત એવા અનંત સંખ્યાના પરિણામરૂપ પર્યાયના પ્રવાહમાં વ્યાપી એવા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા જ કરે છે. કેમ કે અતીત, વર્તમાન અને ભવિષ્ય અવસ્થાઓમાં “કાળ', “કાળ' આ પ્રમાણે કોઈ પણ ભેદ વગર હંમેશા શ્રુતિ થતી હોવાથી આ જ ધ્રૌવ્યાંશ છે અને આ પ્રૌવ્યાંશનું આલંબન લઈને જ અતીત આદિ અવસ્થાઓ છે માટે સામાન્ય એ પરમાર્થ જ છે. અર્થાત્ સમય ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. આથી કાળ એ સત જ છે. કોઈ પણ કાળે સમય અસતું નથી. ઉત્પાદ-વ્યય-સ્વભાવવાળા ગઈ કાલ આદિ પર્યાયો વડે તે જ કાળ પ્રત્યેક પર્યાયમાં વ્યાપ્ત છે તેથી આવિર્ભાવ અને તિરોભાવનો અનુભવ કરતો વિનાશી છે.
તે આ રીતે
આવતી કાલરૂપે વિનાશ પામ્યો- તિરોભૂત થયો અને આજે આ રૂપે ઉત્પન્ન થયોપ્રાદુર્ભાવ થયો. એવી રીતે અદ્યત્વેન વિનષ્ટ થયો અને હ્યુસ્કેન ઉત્પન્ન થયો અને કાળરૂપે તો આવતી કાલ, આજ અને ગઈકાલ આ પર્યાયોમાં સામાન્યરૂપે હોવાથી અન્વયી છે. અન્વયીરૂપ હોવાથી ધ્રુવ છે.
તેથી દ્રવ્યાર્થિક નયથી જે ઉત્પન્ન થાય છે તે જ વિનાશ પામે છે, અને અનન્ય હોવાથી તે જ હંમેશા રહે છે. તથા જે વિનાશ પામે છે તે જ ઉત્પન્ન થાય છે અને રહે છે. અર્થાત્ દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને રહે છે. આથી ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય આ ત્રણેનું અધિકરણ એક જ છે. આથી કાળ જ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને ધ્રુવ છે. માટે કાળ ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય યુક્ત છે.
કારણ કે શ્વ, અઘ વગેરે જ ઉત્પાદ-વિનાશો છે તે પ્રૌવ્ય એવા કાળ વગર નથી.
જો કાળ વગર શ્વ, અદ્ય આદિ ઉત્પાદ-વિનાશ હોય તો નિષ્કારણ અને નિરાધાર થઈ જશે અને નિષ્કારણ અને નિરાધાર હોવાથી આકાશકુસુમ જેવો થાય !
માટે શ્વઃ અને અદ્ય વગેરે જે ઉત્પાદ અને વિનાશરૂપ છે તેના આધારભૂત કાળ માનવો જ પડશે!
વળી કાળ એ ધ્રૌવ્ય છે તો ધ્રૌવ્ય પણ હ્યઃ આદિ ઉત્પાદ-વિનાશ વગર બની શકે નહીં.
જો કાળ, ઉત્પાદ-વિનાશ વગરનો મનાય તો કાળ અપરિણામી સિદ્ધ થશે અને અપરિણામી હોવાથી કાળ બોમોત્પલની જેમ અસત્ સિદ્ધ થશે.
માટે ઉત્પાદ-વિનાશના આધારરૂપ કાળદ્રવ્ય પ્રૌવ્ય છે એમ માનવું જ જોઈએ.
તેથી કાળનું આ રીતે નિરૂપણ કરવામાં આવ્યું માટે દ્રવ્યાર્થરૂપે કાળ વર્યો છે અને વર્તશે અને સતુ એવા પોતાના પર્યાયોથી આકૃષ્ટ (યુક્ત) છે, વિચલિત છે અને ઉપનીત છે આ પ્રમાણે વિચારેલું જ છે.
પર્યાયાર્થથી તો અત્યન્ત વિવિક્ત ભિન્નરૂપે છે. કેમ કે પર્યાયો તો વર્તમાનકાલીન જ છે.