________________
૫૫૯
અધ્યાય-૫ સૂત્ર-૩૮
(૨) યુગપત, અયુગપતું આવા પ્રત્યય અને અભિધાનમાં નિમિત્ત કોણ...? ....કાળ દ્રવ્ય... (નિમિત્તરૂપે કાળ સિદ્ધ થાય છે.)
(૩) ચિર, ક્ષિપ્ર આદિ જે પ્રત્યય થાય છે તે ધર્માદિથી ભિન્ન પદાર્થ છે તો જેના સદ્ભાવમાં આવું જ્ઞાન થાય અને જેના અભાવમાં આવું જ્ઞાન ન થાય તે કોણ... ? કાળ (અન્વય-વ્યતિરેકથી કાળદ્રવ્ય સિદ્ધ થાય છે.)
(૪) “હ્યુસ્' આદિ કાળવાચી શબ્દો અસામાસિક શુદ્ધ પદ હોવાથી સ્વરૂપના વિજ્ઞાનથી ભિન્ન મુખ્ય બાહ્ય અર્થના કારણ છે. કયો બાહ્ય અર્થ..?...કાળ...
હ્યુસ આદિ કાળવાચી શબ્દો, આપ્ત પુરુષોએ સ્વીકાર કર્યો છે તે પ્રમાણે કહેવાતા હોવાથી યથાર્થ છે...
(અનુમાનથી કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે.)
આ પ્રમાણે કાળ દ્રવ્ય સિદ્ધ થઈ ગયા પછી “તભાવ પરિણામ' રૂપ સૂત્રની સાથે એકવાક્યતાને પ્રાપ્ત થયેલ “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' અને “ગુણપર્યાયવદ્ દ્રવ્ય આ બે સૂત્રોથી નિર્દિષ્ટ સત્ત્વ અને દ્રવ્યત્વ પ્રત્યેક પદાર્થોમાં હોવું જ જોઈએ, અને હોય છે, માટે કાળ એ દ્રવ્ય છે એમ સિદ્ધ થયું તો કાળમાં પણ સત્ત્વ, દ્રવ્યત્વ અને પરિણામી ધર્મનો સભાવ સિદ્ધ છે. અર્થાત્ સિદ્ધ કરવાની જરૂર નથી. “કાળ એ દ્રવ્ય છે' એ સિદ્ધ થઈ ગયું તો કાળ ઉત્પાદાદિ અને ગુણપર્યાયવાળું જ છે.
પ્રશ્ન :- કાળ એ એક એવો પદાર્થ છે કે એનો વિભાગ થતો નથી અને પરમ નિરુદ્ધ જેની પૂર્વ કોટિ અને અપરકોટિ નથી એવો એક સમય જ છે. આથી જ પ્રદેશ રહિત હોવાથી કાળને અસ્તિકામાં ગણ્યો નથી..
અને આ કાળની “વર્ચ'-વર્તશે” આ શબ્દથી જે પ્રાગુ અભાવરૂપ કહેવા યોગ્ય અને ‘ત્ત વર્યો હતો” આ શબ્દથી પ્રધ્વસાભાવરૂપ કહેવા યોગ્ય અવસ્થાઓ છે જ નહીં. સમયરૂપ કાળ આ બંને અવસ્થાઓથી રહિત જ છે.
તો કાળની ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તતા' કયાંથી અને “ગુણપર્યાયવ દ્રવ્ય પણ ક્યાંથી? તેથી કાળ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત બની શકતો નથી તેમ ગુણ પર્યાયવાળું દ્રવ્ય કહેવાય તો તે પણ કાળમાં બની શકે તેમ નથી. નથી તો કાળમાં સત્ત્વનું લક્ષણ ઘટી શકતું કે નથી તો દ્રવ્યનું લક્ષણ ઘટી શકતું માટે કાળ દ્રવ્ય સિદ્ધ થઈ શકતું નથી.
ઉત્તર :- અનેક નય છે તેના સેંકડો ભંગ છે તે ભંગોમાં વૃત્તિ તથા સકળ વસ્તુઓની સાથે વ્યાપ્ત, તેમ જ પ્રધાન અને ગૌણ ભાવથી એકબીજારૂપ જે દ્રવ્ય અને પર્યાય નય છે તે બંને નયને અવલંબનાર આવું જિનવચન છે તો કોઈ પણ સ્થળે એકાંતથી હોતું નથી. આ વાત પ્રસિદ્ધ જ છે.
આથી જેનો વિભાગ નથી, જે પરમ નિરુદ્ધ છે, એવો એક સમય જે પ્રદેશ રહિત છે તે સમય પણ દ્રવ્ય અને પર્યાયની સાથે સંબંધવાળો જ છે. તે આ પ્રમાણે