________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૮
‘આ નયના બળથી'—
આ રીતે તુ એટલે ‘ભેદપ્રધાન નયથી’ આવો વિશેષ અર્થ થાય છે.
ભાષ્યમાં રહેલ અવિ શબ્દનો અર્થ 7 છે.
આ તુ અને ૬ બંનેને જોડીને નીચે પ્રમાણે અર્થ થાય છે કે—
‘અને’ આગમમાં કાળ એ પાંચ દ્રવ્યથી દ્રવ્યાન્તર જુદું દ્રવ્ય છે એ પ્રમાણે (ભેદ નયથી)
કહેલું છે.
૫૫૭
‘કાળ’ દ્રવ્ય જુદું આગમમાં બતાવેલું છે તો તે કયા આગમમાં છે ?
તેનું પ્રમાણ ટાંકતાં કહે છે કે—
કાળદ્રવ્યની સિદ્ધિમાં આગમ પ્રમાણ...
कति णं भंते ! दव्वा गोयमा पण्णत्ता ? गोयमा छ दव्वा पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए पुग्गलत्थिकाए, जीवत्थिकाए, अध्धासमए
આ પ્રમાણે આગમમાં છ દ્રવ્ય બતાવ્યાં છે.
ઉપર પ્રમાણે આપણે ત શબ્દનો ‘વિશેષ' અર્થ છે એ વિચારી ભેદપ્રધાન (પર્યાય) નયથી કાળ જુદું દ્રવ્ય છે એ આગમપ્રમાણથી સિદ્ધ કર્યું.
હવે તુ શબ્દનો બીજો અર્થ વિચારીએ છીએ.
(૨) તુ શો વિનિવૃત્તૌ
તુનો બીજો અર્થ છે વિનિવૃત્તિ. (દૂર કરવું.)
આવો અર્થ કર્યો તેથી પ્રશ્ન થાય છે કે કોની વિનિવૃત્તિ ? ‘તુ’' શબ્દ કોનો વ્યાવર્તક છે ? ‘દ્રવ્ય નયનો.’
ધર્માસ્તિકાયાદિ પંચ દ્રવ્યથી અભિન્ન કાલ પરિણામવાદી દ્રવ્યનયની વ્યાવૃત્તિ કરે છે. અર્થાત્ ધર્માદિ પાંચ દ્રવ્યથી જુદું કાલ દ્રવ્ય નથી પણ ધર્માદિનો કાલ એ પરિણામ છે. એટલે પાંચ દ્રવ્યથી ભિન્ન કાલ નામનું કોઈ દ્રવ્ય નથી. આમ કહેનાર જે દ્રવ્ય નય છે તેને દૂર કરે છે.
આ પ્રમાણે તુ શબ્દ દ્વારા દ્રવ્ય નયની વ્યાવૃત્તિ થાય છે અને ભેદ નયથી કાળ (એ જુદું દ્રવ્ય) છે એ સિદ્ધ થાય છે અને તે કાળ અપેક્ષાકારણ છે.
આગળ આપેલ ત્રણે યુક્તિઓ દ્વારા કાળ દ્રવ્ય છે અને તે અપેક્ષાકારણ છે એ જ આપણે વિચાર્યું. હજી પણ યુક્તિ આપીએ છીએ.
વળી ‘હ્ય:' ‘શ્વ:',‘અઘ’ વગેરે જે ગઈ કાલ, આવતી કાલ અને આજ આવા જે કાળને