________________
૫૫૫
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૮ કારણ કોણ ? દેશ તો સંભવી જ ન શકે.
તો જેના નિમિત્તવાળા આ વ્યતિકર સ્વભાવવાળા દેશકૃત અપરમાં પર અને દેશકૃત પરમાં અપર પ્રત્યય અને અભિધાન થાય છે તેનું કારણ કોણ ?
આ પ્રશ્નનો જવાબ છે “કાળ'. આ પ્રત્યય અને અભિધાનમાં “કાળ દ્રવ્ય કારણ છે. પરવાપરત્વનું અપેક્ષાકારણ કાળ છે. કાળની અપેક્ષાવાળા પરત્વાપરત્વ છે અને કાળના નિમિત્તે પર અને અપર આ પ્રમાણે પ્રત્યય અને અભિધાન પેદા (પ્રગટ) થાય છે.
દા. ત. જેમ ૨૫ વર્ષનો ચૈત્ર છે એ ૧૦૦ કોશ દૂર છે અને મૈત્ર ૬૦ વર્ષનો છે અને તે ૨૫ કોશ દૂર છે. તો અહીં ચૈત્ર ક્ષેત્રથી પર છે પણ મૈત્રની વયને લઈને અપર છે. એટલે દેશથી પર છે અને વયથી અપર છે. આવો પ્રત્યય અને અભિધાન થાય છે તેમાં કાળ નિમિત્ત માનીએ તો જ બની શકે.
આ રીતે પરાપર દેશના યોગથી યુવાન અને સ્થવિરમાં દેશકૃત પરત્વાપરત્વ સિદ્ધ છે તેમાં જે પરમાં અપર અને અપરમાં પર પ્રત્યય અને અભિધાન થાય છે તે કાળની અપેક્ષાએ છે. કાળના નિમિત્તે આ પ્રકારે પ્રત્યય અને અભિધાન થાય છે.
આ રીતે જ્યાં દેશકૃત પરત્વાપરત્વ છે ત્યાં જ અપરત્વપરત્વ જોવાયું છે તેમાં કાળ કારણ છે માટે યુક્તિ દ્વારા કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે.
આ રીતે એક યુક્તિ આપી કાળદ્રવ્યની સિદ્ધિ કરી હવે બીજી યુક્તિ આપે છે.
યુગપતુ અને અયુગપતુ આ પ્રમાણે જે અભિધાન અને પ્રત્યય થાય છે તેનું નિમિત્ત કાળ છે. કારણ કે નિમિત્તનો ભેદ હોય તો પ્રત્યયવિશેષ અને અભિધાનવિશેષ સિદ્ધ થાય છે. . દા. ત. શુક્લ આ અભિયાન અને પ્રત્યય થાય છે તેમાં શુક્લ નિમિત્ત છે જ્યારે કૃષ્ણ આવું અભિયાન અને પ્રત્યય થાય છે તેમાં કૃષ્ણવિશેષ નિમિત્ત છે. આમ શુક્લ પ્રત્યયવિશેષ અને અભિધાનવિશેષમાં શુક્લવિશેષ નિમિત્ત છે અને કૃષ્ણ આવું જે અભિધાન અને પ્રત્યય થાય છે તેમાં કૃષ્ણવિશેષ નિમિત્ત છે.
તેવી રીતે આ યુગપતુ અને અયુગપતુ પ્રત્યય થાય છે. દિગુ, દેશ, કારણ કાર્ય અને કર્તાથી ભિન્ન જોવાયો છે. અને આ પ્રત્યય નિમિત્ત વગર હોઈ શકે નહીં અને જે નિમિત્ત બને છે તે કાળ છે.
આ કહેવાનો મતલબ એ છે કે–પૃથક પૃથક વ્યવસ્થિત એવા, તુલ્ય કાર્યોવાળા કર્તાઓમાં અને સાધારણ કર્તાવાળાં કાર્યોમાં કર્યું, કરાય છે અને કરવા યોગ્ય છે? આ પ્રમાણે નિરૂઢ-અત્યંત પ્રસિદ્ધ કર્તા તથા કર્તવ્યનો ભેદ હોયે છતે યુગપત્ અને અયુગપત્ કર્યું, કરાય છે અને કર્તવ્ય આ પ્રમાણે જે અવધિ કરીને કહેવાય છે. આ અવધિ જેનાથી થાય છે તે આ બધાથી જુદો પદાર્થ છે જેનું નામ–“કાળ' છે. કેમ કે કૃતાદિમાં યૌગપદ્ય અને અયૌગપદ્ય છે તેમાં બીજા નિમિત્તનો અસંભવ છે અને યુગપતું અને અયુગપત્ આ અભિધાન નિમિત્ત વગર બને જ નહીં.
તો આ યુગપત, અયુગપતું પ્રત્યય અને અભિધાનમાં નિમિત્ત કોણ?