________________
૫૫૩
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૮
કહેવાય આવું દ્રવ્યનું વિશેષ લક્ષણ છે તે આપણે વિસ્તારથી વિચાર્યું, આ સાથે ‘મુળપર્યાયવર્ દ્રવ્યમ્' આ સૂત્રની વિચારણા પૂરી થઈ.
આ પ્રમાણે ગુણ-પર્યાયનું પરિણામી કારણ દ્રવ્ય છે. આ લક્ષણ વિસ્તારપૂર્વક નિશ્ચિત કર્યા પછી અન્ય કોઈ આશંકા કરે છે કે—
પોતાના પરિણામ સ્વરૂપ ગુણપર્યાયરૂપ ધર્માદિ પાંચ દ્રવ્યો છે તેમના વિવિધ ઉપકારકપણાનું વર્ણન બતાવ્યું છે અર્થાત્ પાંચેના વિવિધ ઉપકારોનાં વર્ણન દ્વારા તે બતાવ્યાં છે ત્યાં કાળનો પણ પૂર્વમાં વર્તનાદિ ગુણપર્યાયરૂપ ઉપકાર બતાવ્યો જ છે અને તે કાળ દ્રવ્ય છે એમ પૂર્વમાં કે હમણાં વ્યાખ્યા કરી નથી, અને ઉપકારક સિવાય ઉપકાર કહેવા માટે શક્ય નથી. વર્તનાદિ ઉપકાર છે તો તે ઉપકારક સહિત હોવો જોઈએ. જેમ સ્થિતિ આદિ ઉપકાર હોવાથી સોપકારક-ઉપકારક સહિત છે તેમ વર્તનાદિ પણ ઉપકાર હોવાથી ઉપકારક સહિત હોવો જોઈએ.
તો શું તમારો સ્મૃતિદોષ થયો છે કે જેથી જુદા પ્રકારના ઉપકારનો આધાર કાળદ્રવ્ય છે એ કહ્યું નહીં ? અથવા ધર્માદિ પાંચ દ્રવ્યોથી સાધ્ય જ આ વર્તનાદિ વ્યાપાર છે ?
આ પ્રમાણે શ્રોતાએ પ્રશ્ન કરે છતે સિદ્ધ સાધ્યતા છે આવું ઉદ્ભાવન કરવાની ભાવના દ્વારા પૂ. સૂરિ મહારાજ ફરમાવે છે કે—
જાતક્ષેત્યે ॥ ૧-૩૮ ॥
સૂત્રાર્થ :- કોઈ આચાર્ય મહારાજના મતે કાળ દ્રવ્ય છે.
-
ટીકા ઃવિશિષ્ય મર્યાદાવાળા ઊર્ધ્વલોક અને અધોલોક તથા અઢી દ્વીપની અંદર રહેલા પરિણામ જીવાદિ દ્રવ્યો વડે સ્વત એવ કારણપણે જે જણાય, પ્રસિદ્ધ થાય, અપેક્ષિત થાય તે કાળ અપેક્ષા કારણ છે. જેમ બલાકાના પ્રસવમાં મેઘનો ગર્જારવ અપેક્ષા કારણ બને છે અર્થાત્ મેઘના ગર્જારવથી બગલી બચ્ચાને જન્મ આપે છે. આમાં મેઘધ્વનિ એ અપેક્ષાકારણ છે, અથવા બોધ(જ્ઞાન)થી જેમ પાપની વિરતિ થાય છે અર્થાત્ પાપથી અટકવામાં જેમ બોધ (ઉપદેશ) અપેક્ષાકારણ છે તેમ જીવાદિ દ્રવ્યોના પરિણામમાં કાળ અપેક્ષાકારણ છે.
સૂત્રમાં રહેલ = શબ્દનું પ્રયોજન...
સૂત્રમાં રહેલ ૬-શબ્દથી દ્રવ્યનું આકર્ષણ કરવાનું છે. એટલે એવો અર્થ થાય કે ‘અને કાળ એ છઠ્ઠું દ્રવ્ય છે.'
સૂત્રમાં રહેલ ફ્તિ શબ્દનું પ્રયોજન...
કૃતિ શબ્દનો અર્થ ‘ä' કરવો. એટલે કે આ પ્રમાણે યુક્તિ વડે અને બીજા પ્રકારે કાળ છઠ્ઠું દ્રવ્ય છે. કાળને જે દ્રવ્ય કહેવામાં આવે છે તે યુક્તિ વગર કહેતા નથી.