________________
પપ૬
તત્ત્વાર્થ સૂત્ર દિશા નિમિત્ત બની શકે નહીં કેમ કે એક દિશામાં યુગપત્ કર્યું, કરાય છે આવું દિશાને લઈને કહેવાતું નથી કે તેવો પ્રત્યય થતો નથી.
વળી દેશ પણ નિમિત્ત બની શકે નહીં તેવી રીતે કારણ પણ નિમિત્ત બની શકે નહીં.
તેમ કાર્ય પણ નિમિત્ત બની શકે નહીં કેમ કે જે ઘટાદિ કરાય છે તેમાં દેશ કુંભારની શાળા છે. પૂર્વાદિ કોઈ પણ એક દિશા છે અને દંડાદિ કારણ છે અને ઘટ એ કાર્ય છે. આ બધા હોવા છતાં યુગપતુ કે ક્રમથી ઘટાદિ કરાય છે, કરાયા છે અને કરવા જોઈએ એટલે યુગપતુ કે ક્રમથી ઘટાદિ કાર્ય થયું, થઈ રહ્યું છે આ પ્રત્યય અને અભિધાનમાં દેશાદિ તો નિમિત્ત બની શકતા જ નથી. એ બધા તો ઘટાદિ કાર્યમાં જ નિમિત્ત બની શકે છે પણ યુગપતુ કે અયુગપત ઘટાદિ થયા’ આમાં નિમિત્ત બની શકતા નથી.
માટે યુગપત, અયુગપતુ આ પ્રત્યય અને અભિધાનમાં આ બધાથી જુદું જ કોઈ કારણ છે અને તે કારણ કોણ?
કાળ'. આમ યુગપતું અને અયુગપતું પ્રત્યય અને અભિધાન તુલ્ય કાર્યવાળા કર્તાઓમાં અને સાધારણ કર્તાવાળાં કાર્યોમાં થાય છે તેમાં “કાળ' જ નિમિત્ત છે.
આ રીતે યુગપત્ અને અયુગપત આ પ્રત્યય અને અભિધાનમાં “કાળ' નિમિત્તવિશેષ છે આ યુક્તિ દ્વારા પણ કાળ દ્રવ્ય સિદ્ધ થાય છે.
આ પ્રમાણે બીજી યુક્તિ દ્વારા “કાળ દ્રવ્યની સિદ્ધિ કરી હવે ત્રીજી યુક્તિ આપે છે.
તે જ પ્રમાણે સમાન કાર્યના અવસ્થાનરૂપ કર્મ અને કર્તા વ્યવસ્થિત હોયે છતે જેનાથી આ “ચિર', “ક્ષિપ્ર’ આ પ્રત્યય-જ્ઞાન થાય છે તે ધર્માદિથી ભિન્ન પદાર્થ “કાળ' છે. આવો પ્રત્યય અકસ્માત તો છે જ નહીં. તેથી જેના સભાવમાં આ પ્રત્યય થાય અને જેના અભાવમાં આ પ્રત્યય ન થાય તે કાળ છે. એટલે કે –
જેના સદ્ભાવમાં “ચિર, ક્ષિપ્રઆવો પ્રત્યય થાય તે કાળ છે જેના અભાવમાં “ચિરે, “પ્રિ' આવો પ્રત્યય ન થાય તે કાળ છે આ રીતે અન્વય-વ્યતિરેકથી પણ કાળ સિદ્ધ થાય છે.
આપણે ભાષ્યની પંક્તિનો અર્થ વિચારી રહ્યા છીએ કે–‘વ તુ માવા વ્યાવક્ષત#ાનોfપ દ્રવ્ય તિ’ તેમાં જણાવ્યું કે નયવાક્યાન્તરને પ્રધાન માનનાર કેટલાક આચાર્ય ભગવંતો કાલને યુક્તિથી સ્પષ્ટ કરે છે. તો તે યુક્તિઓ વિચારી.
હવે આ પંક્તિમાં જ રહેલ તુ શબ્દનો અર્થ વિચારીએ છીએ. (૧) વિશેષ, (૨) વિનિવૃત્તિ. (२) तु शब्दो विशेषपरिग्रहार्थः તુ શબ્દ વિશેષને કહેનાર છે. અહીં વિશેષ શું? ભેદપ્રધાન નય.