________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૭.
૫૫૧ તે બંને ગુણ અને પર્યાય ૧૩ જે સ્થિત્યંશમાં એટલે કે સામાન્ય લક્ષણ સ્થિત્યંશમાં વિદ્યતે–છે.
તદ્ દ્રવ્યમ્ તે સ્વભાવરૂપ પરિણામપણે જે અવસ્થિત છે તે દ્રવ્ય કહેવાય છે.
અર્થાતુ વ્યવહાર નયથી ભિન્ન અને સમભિરૂઢ-નિશ્ચય નયથી અભિન્ન એવા ગુણ અને પર્યાય જેમાં રહે છે તે દ્રવ્ય કહેવાય છે.
આ પંક્તિથી એવું પ્રતિપાદન થાય છે કે દ્રવ્ય એ પરિણામ છે, ગુણ અને પર્યાય એ પરિણામ છે જે ઉત્પાદ અને વ્યયરૂપ છે.
આ જ વાતને સ્પષ્ટ કરતી ભાષ્યની ચોથી પંક્તિ છે. ગુણપયા ની સન્તિ સ્મિન વા सन्ति इति गुणपर्यायवत् ।
પહેલા કહેલા ગુણ, પર્યાયો “જેને” અથવા “જેમાં વિદ્યમાન હોય...તે ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે.
આ વિગ્રહથી મત્વર્થ છે એમ જણાવે છે. અર્થાત “જેના એ રૂપાદિ અને પિંડાદિ જે સ્વભાવરૂપ પરિણામો છે અથવા જેમાં આ ગુણ અને પર્યાયો છે તે દ્રવ્ય છે. કેમ કે કોઈ પણ કાળે પરિણામથી રહિત દ્રવ્ય હોતું નથી.
- આ રીતે ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. એટલે જેના ગુણ અને પર્યાયરૂપ પરિણામો છે અથવા જેમાં ગુણ અને પર્યાયરૂપ પરિણામો છે તે દ્રવ્ય કહેવાય છે આ પ્રમાણે સૂત્રાર્થ છે.
હવે આ જે મત્વર્થ છે “ગુખપયા ગણ્ય' તેમાં ષષ્ઠી વિભક્તિ છે તે વિકાર અર્થમાં છે.
દા. ત. જેમ “યવાનાં ધાનદ' એટલે “યવોના બનેલા ધાના' આવો અર્થ થાય છે. તેમાં છઠ્ઠી વિભક્તિ વિકાર અર્થમાં છે “યવોનો વિકાર ધાના છે' કેમ કે જવ પોતાના દ્રવ્યપણાને, સપણાને અને મૂર્તવાદિપણાને નહીં છોડતા થકા જ ધાન આકારે વિકાર પામે છે—ધાનાકારે થાય છે.
અને વિકારની અન્વયીદશામાં વિકાર પ્રકૃતિથી અત્યન્તભેદરૂપે વર્તતો નથી. અર્થાત્ પ્રકૃતિ-દ્રવ્ય અને એના જે પર્યાયો છે તે બેનો અત્યન્ત ભેદ નથી. જેમ સોનું અને વીંટીનો અત્યન્ત ભેદ નથી. સોનું એ પ્રકૃતિ છે જ્યારે વીંટી આદિ એ પર્યાય છે. આમ વીંટી વગેરે જે અન્વયી દશા છે અને સોનું એ અન્વય છે. સોનાપણાને છોડીને વીંટી બનતી નથી તેમ ધાણા એ યવનો વિકાર છે. એનો અન્વય યવ સાથે છે તેથી યવની જેટલી દશાઓ છે એ બધી દશાઓ અન્વયી કહેવાય. તે દશાઓ યવથી અત્યંત જુદી નથી તેમ દ્રવ્ય અને પર્યાયનો અત્યંત ભેદ નથી.
૧. સોનાની લગડીમાંથી હાર, વીંટી વગેરે જુદી જુદી વસ્તુઓ બને છે પણ આ બધી વસ્તુ સુવર્ણદ્રવ્યની
જુદી જુદી અવસ્થા છે અને તે બધાંમાં સુવર્ણ (અન્વયી) મૂળ દ્રવ્ય સામાન્ય હોવાથી હાર, વીંટી વગેરે અન્વયવાળી દશા કહેવાય.