________________
૫૫૦
તત્ત્વાર્થ સૂત્ર ખરેખર તો પર્યાયો અને ગુણો એકસ્વરૂપ છે. તેમાં નીચેની ગાથાઓ પ્રમાણરૂપ છે. કારણ કે કહ્યું છે કે= એક દ્રવ્યમાં દ્વિગુણિત બે પર્યાય પ્રાપ્ત થાય છે...(આવશ્યક નિર્યુક્તિ ગા. ૬૪)
= તેને તે પ્રમાણે જિન જાણે છે, પર્યાય વગરના દ્રવ્યને જાણતા નથી. અર્થાત્ પર્યાય વગરનું દ્રવ્ય હોતું નથી. (આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૯૪)
(આમાં ગુણ અને પર્યાયને એક કહ્યા છે.) = તથા દ્રવ્યથી ગુણ થાય છે પણ ગુણથી દ્રવ્યતા નથી. (આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૯૩) આ રીતે ગુણ અને પર્યાય એક છે એ પ્રમાણે માનતા પૂ. ભાષ્યકાર મ. ફરમાવ્યું છે
‘માવાન્તરે સંજ્ઞાન્તર ૨ પર્યાયઃ'
ભાષ્યની પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે કે “ગુણ'ને લક્ષણથી ૪૦મા સૂત્રમાં કહેશે. હવે ભાષ્યની આ બીજી પંક્તિ “પર્યાયને જણાવે છે.
પર્યાય એ શું છે ?
ભાવથી જુદો–બીજો ભાવ–ભાવાંતર છે. એટલે કે દ્રવ્યમાં થતાં પરિણામો તે ભાવ કહેવાય છે અથવા શોભવું, શક્તિમાન થવું આદિ ક્રિયાઓ છે તે ભાવ કહેવાય છે.
આ પરિણામો એકબીજાથી જુદાં જુદાં હોય છે તેથી તેને અહીં “ભાવાંતર' કહ્યું. તથા જુદાં જુદાં પરિણામો (ભાવો) હોવાથી તેનાં નામ જુદાં જુદાં છે તેથી “સંજ્ઞાંતર' છે.
સમભિરૂઢ નયના અસ્પ્રિાયથી વિચારીએ છીએ તો ઈન્દન (શોભવું), શકન (સમર્થ થવું), પૂર્ધારણ આદિ અર્થવિશેષો છે તે અને રૂપાદિ ભાવાન્તરો એ ભાવના જે ભેદો છે તે સંજ્ઞાન્તરોની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત છે.
ઈન્દ્ર, શક્ર, અને પુરંદર, રૂપ આદિ જુદી જુદી સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ઈન્દન, શકન, પૂર્ધારણ આદિ અર્થવિશેષ છે. કેમ કે સમભિરૂઢ નય પ્રવૃત્તિ નિમિત્તના ભેદથી શબ્દને જુદા માને છે અર્થાતુ એકાWક માનતો નથી. એટલે ઈન્દન આદિ પ્રવૃત્તિનિમિત્તો જુદાં છે તેથી ઇન્દ્રાદિ સંજ્ઞાતર છે.
આ રીતે પર્યાય એ ભાવાન્તર અને સંજ્ઞાન્તર છે. આમ પર્યાયનો પરિચય કરાય છે. આ પ્રમાણે અર્થભેદો અને સંજ્ઞાભેદો છે તે ગુણ અને પર્યાયો છે એમ નિશ્ચય થાય છે. હવે આપણે ભાષ્યની ત્રીજી પંક્તિનો વિચાર કરીએ છીએ. તત્ સમયે તે બંને વ્યવહાર અને નિશ્ચયાત્મક ગુણ શબ્દથી કહેવા યોગ્ય અને પર્યાય શબ્દથી કહેવા યોગ્ય