________________
૫૫૨
તત્ત્વાર્થ સૂત્ર
પ્રશ્ન :- અત્યંત ભેદ ભલે ન હોય પણ અત્યંત અભેદ તો થશે ને ?
ઉત્તર :- ના, દ્રવ્ય અને પર્યાયનો એકાંતથી અભેદ છે એમ પણ કહેવાય નહિ. કેમ કે દ્રવ્ય અને પર્યાય આમ સંજ્ઞા અને પ્રયોજન આદિ પ્રતિનિયત છે.
સોનું એ સંજ્ઞા છે અને સોનાનું પ્રયોજન ઘરેણાં વગેરે માટેનું છે, જ્યારે વીંટીની સંજ્ઞા જુદી છે અને વીંટીનું પ્રયોજન જુદું છે. વીંટીનું પ્રયોજન અંગુલીઓને શોભાવવાનું છે. આ રીતે સંજ્ઞા અને પ્રયોજન જુદા હોવાથી એકાંત-અભેદ પણ બની શકે નહીં. (માટે કથંચિત્ ભેદાભેદ જ માનવો જોઈએ.)
તથા કોઈ વખત ભેદપ્રધાન વ્યવહારનયમાં પરિણામી-દ્રવ્ય અને પરિણામ-ગુણ, પર્યાયની આધાર અને આધેયપણે વિવક્ષામાં આ પરિણામી સ્થિત્યંશમાં રૂપાદિ અને પિણ્ડાદિ પરિણામો જુદા ભેદની કલ્પનાથી હોય છે.
મતલબ એ છે કે—દ્રવ્ય અને ગુણ-પર્યાયનો આધાર—આધેય ભાવ રાખીને દ્રવ્યથી ગુણ-પર્યાયને જુદા કહે છે, તે આ પ્રમાણે
‘આત્મામાં ચૈતન્ય છે.'
ભેદ નહીં હોવા છતાં જ્ઞાનાદિ આકારથી પરિણમતો આત્મા ભેદથી કહેવાય છે કે— ‘આત્મામાં ચૈતન્ય છે.'
• આ ભેદ કલ્પના છે. ભેદપ્રધાન વ્યવહાર નયથી આત્મા અને ચૈતન્ય જુદા છે. આથી ‘આત્મામાં ચૈતન્ય છે' એમ ભેદથી વ્યવહાર થાય છે.
એ જ પ્રમાણે તે જ પુદ્ગલ દ્રવ્ય જાતિ પોતાના સ્વરૂપને નહીં છોડતી પ્રાપ્ત થયેલા તે તે ગુણવિશેષ રૂપાદિ અને પિંડાદિના વ્યવહારમાં હેતુ છે. એટલે ગુણવિશેષ અને પર્યાયનો જે વ્યવહાર થાય છે તેમાં મૂળ પુદ્ગલ દ્રવ્ય કારણ છે. આથી કથંચિત્ ભેદાભેદ સ્વરૂપ ગુણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે.
આ રીતે પરિણામી અને પરિણામો અત્યન્ન ભિન્ન પણ નથી, અત્યંત અભિન્ન પણ નથી. એટલે કથંચિત્ ભેદાભેદ સ્વરૂપ ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે. આ દ્રવ્યનું વિશેષ લક્ષણ છે.
તેવી રીતે પહેલા બતાવેલા ક્રમથી ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્યો પણ ગુણ, પર્યાયવાળા છે તે વિચારી લેવું જોઈએ. કારણ કે દ્રવ્ય એટલે ભવ્ય-યોગ્ય. સહભાવી ગુણ અને ક્રમભાવી પર્યાયોને યોગ્ય દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્ય ગુણ-પર્યાયરૂપ છે.
અહીં (આ દ્રવ્યમાં) અગુરુલઘુ વગેરે સહભાવી ગુણો છે અને ક્રમભાવી પર્યાયો છે. વળી ગતિ, સ્થિતિ, અવગાહ, જ્ઞાન, દર્શન અને નારક વગેરે ગુણ, પર્યાયો પૂર્વમાં જ વિચારેલા છે.
આ રીતે કથંચિત્ ભેદાભેદસ્વરૂપ ગુણ અને પર્યાય જેના અથવા જેમાં હોય તે દ્રવ્ય