________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૭
૫૪૯
દ્રવ્ય શું છે? અને ધર્મો શું છે? આ રીતે દ્રવ્યના અને ધર્મોના વિશેષ બોધની જિજ્ઞાસા માટે આ પ્રશ્ન ઉઠેલો છે. પૂ. આચાર્ય મહારાજ પણ મનમાં વિશેષ લક્ષણને રાખીને કહે છે.
શું કહે છે ? લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે.”
‘Yિ શબ્દ છે તે ઉદેશથી પણ અસાધારણ લક્ષણ છે એ બતાવવા માટે છે. એટલે લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે અને ઉદ્દેશથી પણ પ્રસિદ્ધિ છે એમ સમજવું.
લક્ષણ અસાધારણ ધર્મ બને છે. તેથી લક્ષણથી જે પ્રકારે વિજ્ઞાન કરનારને દ્રવ્યરૂપ પદાર્થમાં પ્રસિદ્ધિ એટલે વિશિષ્ટ વિજ્ઞાનનો ઉત્પાદ થાય તે પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. અર્થાત્ જિજ્ઞાસુને દ્રવ્યનું જ્ઞાન થાય તેવું લક્ષણ કહેવાય છે.
આ રીતે ઉદેશ માત્રથી જ ધર્માદિદ્રવ્ય છે એવું નથી. લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. ફરમાવે છે કે
गुणपर्यायवद् द्रव्यम् ॥ ५-३७ ॥ સૂત્રાર્થ - જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે.
ભાષ્ય :- ગુણોને અમે લક્ષણથી(સૂ. ૪માં) કહીશું. અને પર્યાય એ ગુણથી ભાવાન્તર જુદો ભાવ છે અને સંજ્ઞાન્તર-ગુણથી જુદી સંજ્ઞા છે. અર્થાત ગુણ એ સંજ્ઞા જુદી છે અને પર્યાય એ સંજ્ઞા જુદી છે. ગુણ અને પર્યાય આ બંને જેમાં હોય તે દ્રવ્ય કહેવાય છે.
સૂત્રમાં રહેલ “Tળયવનો વિગ્રહ આ પ્રમાણે છે કે–ગુણ અને પર્યાયો જેના હોય અથવા જેમાં હોય તે “ગુણપર્યાયવદ્ ગુણપર્યાયવાળું' કહેવાય.
ટીકા :- સંખ્યાત, અસંખ્યાત અને અનંત સંખ્યાથી સંખ્યા કરાતી હોવાથી ગુણો એ શક્તિવિશેષ છે.
તે જ શક્તિવિશેષરૂપ ગુણો ક્રમથી થતા અને સાથે થતા સર્વતોમુખ-સર્વતોવ્યાપી હોવાથી ભેદો-પર્યાયો છે.
તે ક્રમથી થતાં પિચ્છ, ઘટ કપાલાદિ અને સાથે થતા રૂપાદિ ગુણોને લક્ષણથી અસાધારણશક્તિવિશેષથી અમે ‘વ્યાશ્રયા નિપુણા ' સૂ. ૪માં કહીશું. કારણ કે દ્રવ્યના પરિણતિવિશેષો ગુણ અને પર્યાયો સંભવે છે પણ ગુણ અને પર્યાયોના કોઈ અન્ય ગુણ-પર્યાયો નથી. આ બધો વિચાર આગળ કરીશું.
વ્યવહારનયના સમાશ્રયથી પ્રવચનમાં ગુણ અને પર્યાય આ પ્રમાણે ભેદથી વ્યવહાર થાય છે.
યુગપદ્ રહેનારા-સહભાવી રૂપાદિ ગુણો કહેવાય છે અને અયુગપદ્ રહેનારા-ક્રમભાવી પર્યાયો કહેવાય છે.