________________
૫૪૭
અધ્યાય-૫ સૂત્ર-૩૬
ટીકા - વિગ્નસા દ્વારા સંઘટ્ટ સ્વરૂપ બંધ છયે છતે તુલ્યગુણવાળો દ્વિગુણ સ્નિગ્ધ પરમાણુ, તુલ્યગુણવાળા દ્વિગુણરૂક્ષ પરમાણુનો પરિણામક થાય છે. અર્થાત્ સ્નેહ ગુણવાળો પરમાણુ પોતાનામાં રહેલ સ્નેહગુણ વડે રૂક્ષગુણને આત્મસાત–પોતાને આધીન કરે છે.
એ જ પ્રમાણે કોઈ વખત રૂક્ષગુણવાળો પરમાણુ પરિણામક બને છે. પોતાનામાં રહેલા રૂક્ષગુણ વડે સ્નેહગુણને આત્મસાત્ કરે છે. અર્થાત્ રૂક્ષગુણ સ્નેહગુણને રૂક્ષગુણરૂપે પરિણમાવે છે.
ગુણસામ્ય હોય તો સદશોનો બંધ થતો નથી.” જ્યારે અહીં તો આ બંને વિસદશ છે. એક દ્વિગુણસ્નિગ્ધ છે અને બીજો દ્વિગુણરૂક્ષ છે, અને સ્નેહ અને રૂક્ષ આ બંને ભિન્ન જાતિવાળા છે તેથી સાદડ્યું નથી.
આ રીતે સમાન ગુણવાળા(દ્વિગુણાદિ સંખ્યાવાળા)નો બંધ થતાં ક્યારેક સ્નેહગુણ રૂક્ષને અને ક્યારેક રૂક્ષગુણ સ્નેહને પરિણમાવે છે.
તથા તેવી રીતે અધિક ગુણવાળો હનગુણવાળાને પોતાને આધીન કરે છે.
દા. ત. જેમ અધિકગુણવાળો-ત્રિગુણસ્નિગ્ધ છે, તે હનગુણવાળા–એક ગુણ સ્નિગ્ધને પોતાનામાં પરિણમાવે છે. - આનો મતલબ એ છે કે એક ગુણ સ્નિગ્ધ ત્રિગુણસ્નિગ્ધતાને પ્રાપ્ત કરે છે.
દા. ત. જેમ કસ્તુરીના અંશથી વ્યાપ્ત વિલેપન. કસ્તુરીનો એક કણ-અંશ છે, અને લેપ વધારે છે. તો કસ્તુરી તન્મય બની જાય છે અર્થાત્ કસ્તુરીની ગંધથી વિલેપન વ્યાપ્ત બને છે. એટલે કસ્તુરી તેનાથી અધિકગુણ વિલેપનમાં પરિણમે છે.
આ રીતે બે સમગુણવાળા કે વિષમગુણવાળાનો બંધ પ્રકાર થયો તે બેની પરિણમન યોગ્યતા છે અને પરિણામ કરવાપણું છે.
હવે ભાષ્યમાં કહેલ “પરિણામક'ની પરિભાષા બતાવે છે અર્થાત્ પરિણામક' કોને કહેવાય છે તે ત્રણ રીતે બતાવે છે. -
(૧) બીજાને આત્મસાત્ કરતા પરિણમે તે પરિણામક.અર્થાતુ બીજાને પોતાના પરિણામમાં લઈને પરિણમનાર તે “રણમતે તિ પરિણામ:'
अथवा પરિણામ પામનાર ગુણની સંખ્યાને લઈને, પોતાનામાં રહેલી ગુણની સંખ્યાને છોડ્યા વગર પરિણામ પામે તે પરિણામક....પરિણમનાર તે “રિણમતે તિ પરિણામ:'
अथवा | (૨) પરિણમવું તે પરિણામ, અને પરિણામને કરે તે પરિણામક... આત્મરૂપે બીજાનો
સ્પર્શત્વ ધર્મ દ્વારા સાદેશ્ય હોવા છતાં રૂક્ષત્વેન અને સ્નિગ્ધત્વેન બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી ભિન્ન જાતીય કહેવાય છે.