________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૫
૫૪૫
શબ્દાન્તરાદિ ગુણને પ્રાપ્ત કરે છે. એટલે કે સ્પર્શાદ સામાન્યને છોડ્યા વગર પરમાણુ વગેરે સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શાદિ વિશેષોને પ્રાપ્ત કરે છે. પરમાણુ વગેરે કોઈ દિવસ સ્પર્શાદિથી રહિત હોતા નથી અને સ્પર્શાદિ વિશેષોને પ્રાપ્ત થાય છે. કેમ કે પરમાણુઓનું સ્પર્શાદ એ લક્ષણ છે. એટલે સ્પર્શાદિ તો પરમાણુઓમાં હંમેશા હોય જ છે પણ બીજા બીજા સ્પર્શાદિ થયા કરે છે. તે બીજા બીજા જે સ્નિગ્ધ-રૂક્ષ આદિ સ્પર્શાદ વિશેષો થાય છે તે અવ્યવસ્થિત છે પણ સામાન્યથી તો સ્પર્શાદિ પરમાણુ આદિમાં વ્યવસ્થિત છે.
આથી પરમાણુ આદિમાં સ્પર્શાદિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત સિદ્ધ થાય છે.
કારણ કે પરિણામ પામનાર વસ્તુ પરિણમન કરાવનારના કારણે પરિણામાન્તર ને પામે છે. જેમ કે—પોતાની શક્તિની પટુતાને ધારણ કરનાર મરી, લવણ, હિંગ આદિ પરિણામ પામનાર—પરિણામ પામવાને યોગ્ય ઉકાળો અને છાશ વગેરેને સ્વાદુ આદિ આકાર વડે પોતાના પરિણામરૂપે આત્મસાત્ કરતા દેખાય છે. અર્થાત્ તક્રાદિમાં હિંગ નાંખવામાં આવે તો ત્યાં હિંગનો પ્રભાવ દેખાય છે.
વળી કેટલાક દહીં અને ગોળ વગેરે પરિણમન શક્તિના સ્વભાવથી પરસ્પર પરિણામના હેતુઓ છે. અર્થાત્ દહીં અને ગોળ સ્વશક્તિની પટુતા ભજનારા નથી પણ એકબીજાની શક્તિથી પરિણમે છે.
આમ કેટલાક સ્વશક્તિથી પટુતાથી પરિણામના હેતુ બને છે અને કેટલાક પરસ્પરની શક્તિથી પરિણામના હેતુ બને છે. આમાં સ્યાદ્વાદ પ્રત્યક્ષ દેખાય છે.
પૂર્વમાં કહેલ મરી, હિંગ વગેરે એક એકમાં પટુતાની અધિકતા હોવાથી પરિણમન શક્તિ છે અને તેથી હિંગ, મરી એક એક પરિણામાન્તરમાં કારણ બને છે. આ કથનથી દહીં અને ગોળ વગેરેમાં તેવા પ્રકારની પાટવતાનો અતિશય ન હોવાથી પરસ્પર પરિણામાન્તરમાં કારણ બને છે એમ સમજાય છે.
આમ પરિણામના કારણે પરમાણુ અને સ્કંધોમાં સ્પર્શાદ અને શબ્દાદિ અવ્યવસ્થિત છે. હવે જ્યારે પરિણામનું અનવસ્થિતપણું પ્રતિપાદન કર્યું ત્યારે પ્રશ્નકારને પ્રશ્ન કરવાની જગા મળી જવાથી ફરી પ્રશ્ન કરે છે કે—
જેનો બંધ થઈ રહ્યો છે તેવા બંને પરમાણુઓ ગુણવાન તો છે જ તો પરિણામ કેવી રીતે
થાય ?
આ પ્રશ્નાત્મક ભાષ્યની પંક્તિને સ્પષ્ટ કરતાં કહે છે કે—
પ્રશ્નકાર આ પ્રમાણે માને છે કે—પરિણામવિશેષથી ગુણવાનપણું અનવસ્થિત છે એ ભલે રહો પણ બધ્યમાન બે પરમાણુઓ તો ગુણવાન છે જ તેમાં તે બે પરમાણુઓ તુલ્ય ગુણવાળા હોય કે વિષમગુણવાળા હોય અને સંખ્યાથી દ્વિગુણ સ્નિગ્ધ હોય કે દ્વિગુણ રૂક્ષ વગેરેનો તથા એકગુણસ્નિગ્ધ અને ત્રિગુણ સ્નિગ્ધ વગેરેનો અને એવી રીતે એકગુણરૂક્ષ અને ત્રિગુણરૂક્ષ વગેરેનો કેવા પ્રકારે પરિણામ થાય છે ?