________________
અધ્યાય-૫: સૂત્ર-૩૫
૫૪૩
ગાથાના આદ્ય ટુકડાનો–પહેલી લીટીનો અર્થ છે. સ્નિગ્ધનો યધિક સ્નિગ્ધ સાથે, અને રૂક્ષનો યધિક રૂક્ષની સાથે બંધ થાય છે અને તેથી ગુણસાગ્યે સદશાના-સૂ. ૩૪ “ગુણવૈષમ્ય હોય તો યધિક આદિ સદશોનો બંધ થાય છે આ સૂત્ર પ્રાપ્ત થયું.
- હવે સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બંધ કેવી રીતે થાય છે ? તેના જવાબમાં પાછળનો અડધો ભાગ છે અર્થાત્ બીજી લીટીનો અર્થ છે, અને આનાથી સિંધરૂક્ષત્વાન્ વધ: ખૂ. ૩૨ અને
નવચાનામ્ સૂ. ૩૩ આ બે સૂત્રનો પરિગ્રહ છે. જઘન્યગુણરહિત હોય તો વિષમ ગુણવાળા કે સમગુણવાળા સ્નિગ્ધગુણવાળા અને રૂક્ષગુણવાળા(પરમાણુઓનો)નો પરસ્પર બંધ થાય છે.
અવતરણિકા :ભાષ્ય - અહીં કોઈ પ્રશ્ન કરે છે કે – પરમાણુઓમાં અને સ્કંધોમાં જે સ્પર્ધાદિ ગુણો છે તે શું વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત ? તેનો જવાબ અપાય છે કેપરમાણુઓમાં અને સ્કંધોમાં જે સ્પર્શાદિ ગુણો છે તે અવ્યવસ્થિત છે. શાથી અવ્યવસ્થિત છે ? પરિણામથી અવ્યવસ્થિત છે. બંધાતા બંને પણ ગુણવાળા હોતે છતે પરિણામ કેવી રીતે થાય ? આ પ્રશ્નનો જવાબ અપાય છે. ટીકા :- પૂ. ભાષ્યકાર મ. આ ભાષ્યગ્રંથ દ્વારા આ સૂત્રની સાથે સંબંધ કરે છે.
ગર અહીં– ત્સર્ગિક (સૂ. ૩૨) બંધનું લક્ષણ અપવાદ (સૂ. ૩૩-૩૪) સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું ત્યારે કોઈ આ વિષયને નહીં જાણતો અણજાણ પ્રશ્ન કરે છે કે –
કારણ કે બંધ એ એક પરિણામવિશેષ છે અને તે બંધ સ્નિગ્ધ પરમાણુમાં રૂક્ષરૂપ બીજા પરિણામથી પેદા થાય છે. આથી પરમાણુઓમાં જે સ્પર્શાદિ ગુણવાળાં પરિણામો થાય છે તે અને સ્કંધોમાં જે શબ્દાદિ પરિણામો થાય છે તે શું નિત્ય છે? તે પરમાણુઓમાં સર્વદા વ્યવસ્થિત છે ? અથવા અવ્યવસ્થિત છે? સ્પર્શાદિ ગુણો થઈને ફરી નથી થતા ? પ્રશ્નકારનો અભિપ્રાય એ છે કે –
પરસ્પર સંહજમાન પરમાણુઓ ઢિપ્રદેશ આદિ સ્કંધના આકાર વડે પરિણમે છે કે પરિમંડલાદિ પાંચ પ્રકારના આકારથી પરિણમે છે. તેમાં જો પરમાણુઓમાં સ્પર્શાદિ પરિણામો વ્યવસ્થિત–નિત્ય હોય અથવા સ્કંધોમાં સ્પર્ધાદિ અને શબ્દાદિ પરિણામો વ્યવસ્થિત હોય તો તે પરિણામો નિત્ય હોવાથી તેનો સર્વદા ઉત્પાદ કે વિનાશ થાય નહીં, અને ઉત્પાદ તથા વિનાશ
૧. અહીં ચાલુ ‘ધતિશુળનાં તુ' સૂ ૩૫ પણ પ્રાપ્ત થાય છે એમ સમજવું જોઈએ. કેમ કે આગમ
સંવાદી આ ચારે સૂત્રોની સાથે છે અને તેથી જ સ્નિગ્ધ, સ્નિગ્ધ અને રૂક્ષ-રૂક્ષ સમાન ગુણોનો પણ ત્યધિકાદિ સંદેશ સાથે બંધ થાય છે આવો અર્થ નીકળે છે.