________________
૫૪૪
તત્ત્વાર્થ સૂત્ર ન થતો હોય તો તે બે વિના સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શગુણવાળા બે પરમાણુઓમાં પરિણામનો અભાવ થાય એટલે જે પરમાણુઓ સ્નિગ્ધ છે તે સ્નિગ્ધ રહેવાના અને રૂલ છે તે રૂક્ષ રહેવાના. એટલે તે ને તે અવસ્થામાં રહેલાનો ચણકાદિ સ્કન્ધ પરિણામ–બંધ ક્યાંથી થાય ?
અથવા
સ્કંધોમાં સ્પર્ધાદિ અને શબ્દાદિ એક જ પરિણામ નિત્યપણે ઇષ્ટ હોવાથી જે સ્પર્શાદિ કે શબ્દાદિ એક નિત્ય પરિણામ છે તેનાથી બીજા બાકીના સ્પર્શાદિ, શબ્દાદિ પરિણામોનો અભાવ
થશે.
આથી પરમાણુઓમાં વ્યવસ્થિત પરિણામ સ્વીકારાય તો બંધનો અભાવ થાય અને સ્કંધોમાં બીજાં પરિણામોનો અભાવ થાય.
માટે જો હવે બીજો વિકલ્પ અવ્યવસ્થિત પરિણામ છે એમ મનાય તો સર્વ ઇષ્ટ સિદ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે—
પૂર્વ પરિણામના ત્યાગથી ઉત્તર પરિણામના સ્વીકારમાં પરમાણુઓમાં રહેલા ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવના પરિણામવિશેષરૂપ સ્પર્ધાદિઓ જુદા જુદા થાય છે અને સ્કંધોમાં રહેલાં ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવના પરિણામવિશેષ એવા સ્પર્ધાદિ અને શબ્દાદિ જુદા જુદા હોય છે આવું જ્ઞાન થાય છે. આ પ્રમાણે જેવો પરિણામ તેવી વસ્તુ એમ સમજાય છે. પણ આ કેવી રીતે તે હું જાણતો નથી....
અને વળી પરિણામો અવ્યવસ્થિત છે તો શું સમગુણવાળા પરમાણુઓ સમગુણપણે જ પરિણાવે છે કે વિષમગુણપણે પણ પરિણાવે છે?
આ પ્રમાણે જે સંદેહ કરી રહ્યો છે તેને પૂ. ભાષ્યકાર માં જવાબ આપે છે કે પરમાણુઓમાં સ્પર્ધાદિ અને સ્કંધોમાં સ્પર્ધાદિ તથા શબ્દાદિ પરિણામો અવ્યવસ્થિત છે.
હવે જયારે પૂ. ભાષ્યકાર મ. પરમાણુઓમાં સ્પર્શાદિ અને સ્કંધોમાં સ્પર્શદિ-શબ્દદિ પરિણામો અવ્યવસ્થિત-અનવસ્થિત છે. આવી પ્રતિજ્ઞા કરી ત્યારે ફરી પ્રશ્ન પૂછે છે કે
પ્રશ્ન :- અવ્યવસ્થિત કેવી રીતે છે? અવ્યવસ્થિત પરિણામ છે આવું જે કહો છો તે પ્રતિજ્ઞા માત્ર જ છે કે એમાં કોઈ યુક્તિ પણ છે ?
આવી શંકા કરવામાં આવી ત્યારે પૂ. ભાષ્યકાર મ. યુક્તિ આપે છે કે “પરિણામથી સ્પર્ધાદિ અને શબ્દાદિ અનવસ્થિત છે.
પરિણામ એટલે શું તે “તભાવલક્ષણઃ પરિણામો' સૂ. ૪૧ આ સૂત્રથી આગળ કહેવાશે. તેમાં પરિણામની સમજ અપાશે.
પદાર્થનો જે સ્વભાવ છે તે જ પરિણામ છે. એટલે પરમાણુઓનો અને સ્કંધોનો એવો સ્વભાવ જ છે કે સ્પર્શાદિ તથા શબ્દાદિ પરિણામો અવ્યવસ્થિત છે. એમાં સ્વભાવ જ કારણ છે. કારણ કે તે જ પરમાણુ પોતાની દ્રવ્યત્યાદિ જાતિસ્વભાવને ત્યાગ્યા સિવાય સ્પર્શાન્તરાદિ ગુણને પ્રાપ્ત કરે છે તેવી જ રીતે સ્કંધ પણ પોતાના સ્વભાવને છોડ્યા વગર જ સ્પર્ધાદિ ગુણ અને