________________
૫૪૬
તત્ત્વાર્થ સૂત્ર પ્રશ્નકારનો આ અભિપ્રાય છે કે–શું દ્વિગુણસ્નિગ્ધ પરમાણુ દ્વિગુણરૂક્ષને નેહરૂપે પરિણાવે છે કે દ્વિગુણરૂક્ષ પરમાણુ દ્વિગુણસ્નિગ્ધપરમાણુનો રૂક્ષરૂપે પરિણાવે છે? આવી રીતે બાકીના વિકલ્પો ઘટાવી લેવા. તથા શું એકગુણસ્નિગ્ધ પરમાણુ ત્રિગુણસ્નિગ્ધને સ્વાધીન કરે છે તે પ્રમાણે ત્રિગુણસ્નિગ્ધ પરમાણુ એકગુણ સ્નિગ્ધ પરમાણુને સ્વાધીન કરે છે ? અર્થાત્ પરિણાવે છે ? ઇત્યાદિ સંશયકારના સંદેહ છે તેને દૂર કરવા માટે આ સૂત્ર કહેવાય છે.
વચ્ચે સમાધિવી પરિણિી --રૂદ .
સૂત્રાર્થ :- બંધમાં સમાનગુણવાળાનો પારિણામિક સમાન ગુણ અને અધિક અને હીનમાં અધિક ગુણવાળો પારિણામિક હોય છે. બંધમાં સમાનગુણવાળા અને અધિકગુણવાળા પરિણમાવનાર છે.
ટીકા - બંધ એટલે સંયોગ, સમ એટલે તુલ્ય. આ તુલ્યતા ગુણથી (સ્નિગ્ધ, રૂક્ષ) ગ્રહણ કરવાની છે. “બંધમાં જે તુલ્યગુણ....'
અને એ જ પ્રમાણે જે સમસ્તનો આ તુલ્ય ગુણ છે તેનો ઇતર પણ ‘સમ’ તુલ્ય હોય છે. અર્થાત્ જેના સમાન જેને કહીએ છીએ તે પણ તેના સમાન હોય છે.
વળી ‘અધિક ગુણ પણ જેની અપેક્ષાએ અધિકપણાને પ્રાપ્ત કરે છે તે હીન છે. અર્થાત જેને લઈને અધિક કહેવાય છે તે હીન હોય છે.
પરિણામક તે બને છે જે પરિણામ્યની અપેક્ષાએ અધિકગુણવાળો છે અને પરિણામ્ય પરિણામકની અપેક્ષાએ હીન ગુણવાળો છે.
પ્રશ્ન :- આ સૂત્રમાં સાક્ષાત્ તો “સમાધૌ પરિણામૌ' સમ અને અધિક પારિણામક જ બે શબ્દ ગ્રહણ કર્યા છે પણ પરિણામને યોગ્ય એવા “સ” અથવા “હીન’ આ ગુણનું ગ્રહણ કર્યું નથી તો આ અર્થ કેવી રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર :- સૂત્રરચનાની ખૂબી જ એ છે. બંધનો અધિકાર હોવા છતાં સૂત્રમાં ‘વજો” ગ્રહણ કર્યું છે. આ બંધ શબ્દના ગ્રહણથી ઈષ્ટનો લાભ થાય છે. કેમ કે બંધ એટલે સંબંધ-સંયોગ. સંબંધ બે આદિમાં રહેનારો હોય છે એ પ્રમાણે કહ્યું છે. એટલે કયાદિ વૃત્તિ સંબંધ છે. તેમાં એક પરિણામક સાક્ષાત્ કહ્યો છે એટલે પારિણામિક ગુણથી બીજો જે પરિણામને યોગ્ય જે સાક્ષાત્ નથી કહ્યા તે “સમ' અને “હીન' છે તે સામર્થ્યથી બંધ શબ્દથી પ્રાપ્ત થાય છે.
આ જ સૂત્રાર્થને પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા બતાવે છે.
ભાષ્ય:- બંધ હોય તો સમાન ગુણવાળા પરમાણુનો સમગુણવાળો પરમાણુ પરિણામક થાય છે અને અધિક ગુણવાળો પરમાણુ હીન ગુણવાળા પરમાણુનો પરિણામક થાય છે.
૧.
અહીં પુ. ટીકાકાર મ. ‘ચિદ્વિ'માં “બે'ની સાથે આદિ શબ્દ પણ લીધો છે તેથી સ્પષ્ટ સમજાય છે કે બેનો જ સંયોગ હોય છે એવું નથી, અનેકોનો પણ સંયોગ હોઈ શકે છે. તેથી સંખ્યાતા, અસંખ્યાતા, અને અનંતા પરમાણુઓનો સંયોગ પણ મનાયો છે, તો જ સ્કંધ બની શકે છે.