________________
૫૪૨
તત્ત્વાર્થ સૂત્ર
આગળની પંક્તિ મૂકે છે. તુ' શબ્દ વ્યાવૃત્તિ અને વિશેષણ માટે છે.
તુ શબ્દના અનેક અર્થ હોવા છતાં અહીં આ સૂત્રમાં વ્યાવૃત્તિ અને વિશેષણ આ અર્થ પ્રહણ કરવાના છે.
ભાષ્યમાં પ્રયુક્ત “વ્યાવૃત્તિવિશેષાર્થ:' શબ્દનો વિગ્રહ તથા અર્થ આ પ્રમાણે છે કે – व्यावृत्तिश्च विशेषणं च = व्यावृत्तिविशेषणे, व्यावृत्तिविशेषणे अर्थ: यस्य स = व्यावृत्तिविशेषणार्थः । વ્યાવૃત્તિ અને વિશેષણ આ જેના અર્થ હોય તે વ્યાવૃત્તિ અને વિશેષણ અર્થવાળો છે. તેમાં (૧) વ્યાવૃત્તિ એટલે નિવૃત્તિ. (૨) વિશેષણ એટલે જેના વડે વિશિષ્ટ કરાય અથવા જુદું પડાય તે વિશેષણ કહેવાય. તો અહીં કોની વ્યાવૃત્તિ છે?
અને શું વિશિષ્ટ કરાય છે ? આ બંને પ્રશ્નોના જવાબરૂપે ભાષ્યની છેલ્લી પંકિત છે. (૧) પ્રતિષેધની નિવૃત્તિ થાય છે. (૨) બંધને વિશિષ્ટ કરાય છે. બંધમાં વિશેષતા બતાવાય છે.
(૧) “ નધણિનાં આ સૂત્રથી બંધનો જે નિષેધ કર્યો હતો તેની નિવૃત્તિ થાય છે. એટલે તુ શબ્દ દ્વારા પ્રતિષેધનું વાવર્તન થાય છે.
અને (૨) જેનો અધિકાર છે અને તેવા બંધને વિશિષ્ટ કરે છે. એટલે કે ગુણવૈષમ્ય હોય તો બે ગુણથી અધિક એવા સદશોનો બંધ થાય છે. આ પ્રમાણે બંધમાં વિશેષતા કરાય છે.
આમાં “વૈષમ્ય હોય તો આનાથી નિષેધની વ્યાવૃત્તિ થઈ અને “સદશનો બંધ થાય છે'. આનાથી બંધમાં વિશેષતા બતાવી. એટલે પ્રતિષેધને દૂર કર્યો અને બંધને વિશિષ્ટ કર્યો. તેથી બેથી અધિક ગુણવાળાઓનો બંધ નિરપવાદ સિદ્ધ થાય છે.
૩૨, ૩૩, ૩૪, ૩૫ આ ચારે સૂત્રોનો અર્થ આગમની ગાથાઓ સાથે સંવાદી છે તે નીચેના શ્લોકથી બતાવીએ છીએ.
શ્લોકાર્ધ - “સ્નિગ્ધનો યયિક સ્નિગ્ધ સાથે, રૂક્ષનો યધિક રૂક્ષ સાથે તથા જઘન્યગુણવર્જિત સ્નિગ્ધનો રૂક્ષની સાથે વૈષમ્ય હોય કે સામ્ય હોય તો બંધ થાય છે.” પ્રજ્ઞા ગાઢ ૨ ||
ગુણની વિષમતા હોય તો ત્યધિક ગુણવાળા સદશોનો બંધ થાય છે. આ પ્રમાણે આ