________________
૫૪૦
તત્ત્વાર્થ સૂત્ર “પુન્નિધી' આવો અર્થ પ્રાપ્ત થાય છે.
એકગુણસ્નિગ્ધ પરમાણુનો દ્વિગુણથી અધિક સ્નિગ્ધ પરમાણુ સાથે એટલે બેગુણસ્નેહ વિશેષથી અધિક જે પરમાણુ છે તેની સાથે બંધ થાય છે. દા. ત. જેમ એક પરમાણુ એકગુણ સ્નિગ્ધ છે અને બીજો ત્રિગુણ સ્નિગ્ધ છે. અહીં એકગુણનિષ્પનો એક-સમાન ગુણ ત્રિગુણનિષ્પ એવા અણુ અથવા સ્કંધમાં છે. એટલે શેષ જે બે ગુણ રહ્યા તે બે ગુણથી અધિક અણુ અથવા
બ્ધ છે. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ પરમાણુ કરતાં ત્રિગુણસ્નિગ્ધ પરમાણુ કે સ્કંધ બેગુણથી અધિક છે.
“દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધની સાથે” આ વાકયમાં “આદિ ગ્રહણ કર્યું છે તેનાથી એક ગુણ સ્નિગ્ધનો ચતુર્ગુણસ્નિગ્ધ, પંચગુણસ્નિગ્ધ પરમાણુની સાથે પણ બંધ થાય છે. તે પ્રમાણે દ્વિગુણાદિથી અધિક સ્નિગ્ધનો એકગુણનિષ્પ સાથે બંધ થાય છે. આવો અર્થ પ્રાપ્ત થાય છે. અર્થાત્ બેથી અધિક ગમે તેટલા ગુણવાળા સ્નિગ્ધની સાથે એક ગુણ સ્નિગ્ધનો બંધ થઈ શકે છે એ સિદ્ધ થાય છે અને બેથી અધિક ગુણવાળા સ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધની સાથે પણ બંધ સંભવી શકે છે. આ “આદિ પદથી પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન :- “એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણાદિથી અધિક સ્નિગ્ધ સાથે’ આ પ્રથમ વિકલ્પ છે અને દ્વિગુણાદિથી અધિક સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે બંધ થાય છે આ બીજો વિકલ્પ છે. તો આ પ્રથમ વિકલ્પથી બીજો વિકલ્પ જુદો પડતો નથી. બીજા વિકલ્પનો પ્રથમ વિકલ્પથી કોઈ ભેદ નથી એ તો ફુટ-સ્પષ્ટ છે.
ઉત્તર :- તમારી વાત સાચી છે. “એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધની સાથે આ પહેલા વિકલ્પથી “દ્વિગુણાદિઅધિક સ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધ સાથે' આ બીજા વિકલ્પમાં કોઈ ભેદ નથી. તો પણ બંધ એ દ્વિઆદિ વૃત્તિ છે.
તેમાં બે બધ્યમાન કે ઘણા બધ્યમાન શક્યત્ત હોય કે તૃતીયાન્ત હોય બંધમાં કોઈ વિશેષ (ફરક) નથી. આવા જ્ઞાન માટે ભાષ્યકાર મ. ઉભયનું ઉચ્ચારણ કર્યું છે.
રૂક્ષને માટે પણ જે ભાષ્ય છે તે પણ આ કહ્યું તે જ રીતે ઉપર મુજબ જ જાણી લેવું. એક ગુણ રૂક્ષનો દ્વિગુણાદિ અધિક રૂક્ષ સાથે કે દ્વિગુણાદિ અધિક રૂક્ષોનો એકગુણરૂક્ષ સાથે બંધ થાય છે આમાં કોઈ ફરક નથી.
આ પ્રમાણે ત્યધિકાદિ ગુણવાળા ચીકણા અને લૂખા પરમાણુઓનો ઉક્તસ્વરૂપ બંધ થાય છે.
આ રીતે આપણે “ધિકારિગુણાનાં' આ સામાસિક પદનો વિચાર કર્યો. હવે આપણે સૂત્રમાં જ રહેલ શું શબ્દનો વિચાર કરવાનો છે કે આ શું શબ્દ પ્રતિષેધ અને વ્યાવૃત્તિ બતાવવા માટે ગ્રહણ કર્યો છે. તે પહેલા એકગુણસ્નિગ્ધનો દ્વિગુણઆદિઅધિક સ્નિગ્ધોની સાથે, દ્વિગુણઆદિ અધિક સ્નિગ્ધોનો એક ગુણ નિષ્પ સાથે કે એકગુણ રૂક્ષનો દ્વિગુણ આદિ અધિક રૂક્ષ સાથે, દ્વિગુણ આદિ અધિક રૂક્ષોનો એકગુણ રૂક્ષ સાથે બંધ થાય છે. આ વિચારણા કરી તેનાથી અર્થપત્તિથી પ્રાપ્ત કરવા યોગ્ય જે ફલ છે તે બતાવવા માટે મૂકેલ ભાષ્યની ત્રીજી પંક્તિનો