________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૫
આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે
૫૩૯
ચથિજાતિનુળાનાં તુ ॥ ૧-રૂ II
સૂત્રાર્થ :- બે આદિથી અધિકગુણવાળા સદશોનો બંધ થાય છે. ભાષ્ય :- બે આદિથી અધિક ગુણ હોય તો સદેશોનો બંધ થાય છે. ટીકા :- સૂત્રમાં રહેલા સમાસનો વિગ્રહ આ પ્રમાણે થાય છે કે—બે ગુણ વિશેષથી અધિક ગુણવાળા જે પરમાણુ છે તે જેની આદિમાં હોય તે ‘બે ગુણથી અધિક ગુણવાળા...'
બેથી અધિક સદશ ગુણવાળા પરમાણુઓનો બંધ થાય છે.
અહીં ‘ગુણ' શબ્દ ગુણીવાચક છે. એટલે અહીં સ્નિગ્ધ-રૂક્ષ ગુણવાળા ગુણો એટલે પરમાણુઓ આવો અર્થ થાય છે.
મતલબ ‘ચધિષ્ઠાવિનુળાનાં' આ સામાસિક પદ છે. તેમાં બહુવ્રીહિ સમાસ છે. એટલે ‘મુળ’ પદથી ‘ગુણી’ એવો અર્થ નીકળે છે. તેથી બેથી અધિક ત્રણ, આદિ ગુણવાળા સદેશ પરમાણુઓનો બંધ થાય છે આવો સૂત્રાર્થ થાય છે.
અહીં સદેશતા સ્નેહસામાન્ય અને રૂક્ષસામાન્યને લઈને સમજવી. અર્થાત્ સ્નિગ્ધસ્નિગ્ધ, રૂક્ષ-રૂક્ષ જાતથી સરખા તે સદેશ સમજવા.
ભાષ્ય :- તે આ પ્રમાણે—
એક ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ અધિક સ્નિગ્ધ સાથે એટલે કે ત્રિગુણ સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થાય છે. અને દ્વિગુણાદિથી અધિક ત્રિગુણાદિ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધની સાથે બંધ થાય છે. એવી રીતે એક ગુણ રૂક્ષનો પણ દ્વિગુણ આદિથી અધિક અર્થાત્ ત્રિગુણાદિ રૂક્ષ પરમાણુ સાથે બંધ થાય છે અને ત્રિગુણાદિ—ષિકાદિ રૂક્ષ પરમાણુનો એકગુણરૂક્ષ પરમાણુ સાથે બંધ થાય છે પણ એકાદિગુણથી અધિક સદેશ પરમાણુઓનો બંધ થતો નથી. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ દ્વિગુણસ્નિગ્ધ સાથે કે દ્વિગુણ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે બંધ થતો નથી.
સૂત્રમાં રહેલ તુ શબ્દ વ્યાવૃત્તિ અને વિશેષણ માટે છે. પ્રતિષેધને હટાવે છે અને બંધમાં વિશેષ કરે છે.
ટીકા :- તે આ પ્રમાણે—
પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા સૂત્રાર્થને સ્પષ્ટ કરતાં ઉદાહરણ આપે છે. તેમાં પ્રથમ પંક્તિમાં ત્રિપક્ષ્ય' ‘સ્નિગ્ધનો' આટલું જ કહ્યું છે. તો ‘મુળ' સ્નિગ્ધનો આ અર્થ કેવી રીતે પ્રાપ્ત થાય ?
=
આ શંકાના સમાધાનમાં સમજવું કે સામર્થ્યથી સંખ્યા અને ગુણ પ્રાપ્ત થાય છે. કેમ કે સૂત્રમાં ‘બેથી અધિક ગુણવાળાનો' કહ્યું છે તેનાથી સદેશ કોણ હોય ? ‘એકગુણઆદિ’ સામર્થ્યથી એક આદિ સંખ્યા અને ‘ગુણ' પણ પ્રાપ્ત થાય છે. માટે ભાષ્યમાં 'ન્નિધસ્ય' કહ્યું હોવા છતાં